National

એર ઈન્ડિયાનો મોટો નિર્ણય: 500 નવા વિમાનોનો ઓર્ડર આ કંપનીને આપશે

નવી દિલ્હી: ટાટા ગ્રુપ (TATA Group) સાથે જોડાયા પછી એર ઈન્ડિયા (Air India) સૌથી મોટો ઓર્ડર (Order) આપવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયા 500 નવા વિમાનો બનાવવાનો ઓર્ડર આપવા જઈ રહી છે.

ટાટા ગ્રુપ સાથે જોડાયા પછી એર ઈન્ડિયા કોને ઓર્ડર આપશે તે પણ મોટો સવાલ છે. તો મળતી માહિત મુજબ એરબસ તેમજ બોઈંગ જેવી કંપનીઓને પોતાનો આ ઓર્ડર આપશે. આ સાથે આ ઓર્ડરમાં 400 નાના વિમાન તેમજ 100 મોટા વિમાનોનો સમાવેશ થાય છે. આમાં એરબસ A350s, બોઈંગ 787S અને બોઈંગ 777S સામેલ થશે.

જણાવી દઈએ કે થોડાં સમય પહેલા જ વિસ્તારા એરલાઈન્સના એર ઈન્ડિયામાં મર્જ થવાની મંજૂરી આપવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ભારતની એરલાઈન્સ કંપની તરફથી મોટી જાહેરાત કરવામાં આવી હતી. સિંગાપુર એરલાઈન્સે ટાટાની કંપની એર ઈન્ડિયા સાથે મર્જ થવાની ધોષણા કરી હતી. વિસ્તારા એરલાઈન્સમાં ટાટાની 51 ટકાની ભાગીદારી છે.

જણાવી દઈએ કે 26 નવેમ્બર 2022ના દિવસે એર ઈન્ડિયાની ફલાઈટમાંથી શરમ પમાડે તેવી ધટના સામે આવી હતી. આ કેસમાં ફલાઈટમાં લંચ કર્યા પછી ફલાઈટની તમામ લાઈટો બંધ થઈ જતા એક નશમાં ઘૂત વ્યકિતએ એક આધેડ ઉંમરની મહિલાની સીટ પાસે જઈ પેશાબ કર્યો હતો. આરોપ છે કે મહિલાએ ફરિયાદ કરી છતાં કેબિન ક્રૂ-મેમ્બર્સ તરફથી તે વ્યક્તિ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યાર પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખ્યો. ત્યાર પછી ઘટના અંગે તપાસ શરૂ થઈ. જો કે આ કેસમાં નવા નવા વળાંકો આવતા રહ્યાં છે. જેણે લોકોના મનમાં ઘણાં પ્રશ્નો ઉભા કર્યા છે.

ટાટા ગ્રુપના ચેરમેનને પત્ર લખ્યા પછી એર ઈન્ડિયા એક્શન મોડમાં આવી ગઈ. એક અધિકારીએ કહ્યું હતું કે 26 નવેમ્બરના રોજ બનેલી ઘટનાના સંબંધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. આ સિવાય એર ઈન્ડિયા તરફથી ઘટનાની તપાસ માટે આંતરિક સમિતિનું ગઠન પણ કરવામાં આવ્યું છે અને પુરુષ યાત્રીનું નામ ‘નો-ફ્લાઈટ લિસ્ટ’માં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે.

Most Popular

To Top