Columns

વાણીની દેવી સરસ્વતી વસંત પંચમી છે વાગીશ્વરી

તા. 26 જાન્યુઆરી 2023ને ગુરુવારે વસંત પંચમી છે. તેને શ્રી પંતાી પણ કહેવાય છે. આ દિવસે માતા સરસ્વતીનો જન્મ થયો હતો તેથી સરસ્વતી જયંતી પણ છે. વસંત પંચમી એક એવુ મુહૂર્ત છે, જેમાં કોઇ ચોઘડિયા, સમય વગેરે જોયા વગર પણ કોઇ પણ કરો તો પણ તે શુચ થઇ જાય છે. અબૂઝ મુહૂર્ત, વહા જોઇતુ મુહૂર્ત વગેરે પણ કહેવાય છે. વસંત પંચમીને મા સરસ્વતીનો પ્રકટ થવાનો દિવસ માનવામા આવે છે. સરસ્વતી મનુષ્યને જ્ઞાનના પ્રકાશ તરફ લઇ જાય છે. તે વાણીની દેવી વાગ્દેવી છે, જે સંદેશ આપે છે કેપ જે પણ બોલો- સમજી વિચારીને બોલો વાગ્દેવી સરસ્વતીની વાણી, વિદ્યા, જ્ઞાન-વિજ્ઞાન તેમજ કલા-કૌશલ વગેરેની અઘિષ્ઠાત્રી માનવામા આવે છે. તે પ્રતીક છે. માનવંતા રહેતી તે ચૈતન્ય શક્તિની, જે તેને અજ્ઞાનતા અંધકારથી જ્ઞાનથી પ્રકાશ તરફ અગ્રેસર કરે છે.

સર્વાધિક પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં સરવસ્તીનાં બે રૂપોના દર્શન થાય છે. પ્રથમ વાગ્દેવી અને બીજી સરસ્વતી. તેને બુધ્ધિ (પ્રજ્ઞા)થી સંપન્ન, પ્રેરણા આપનાર તેમજ પ્રતિભાજે તેજ કરનારી શક્તિ બતાવી છે. ઋગ્દેવ સંહિતાના સુક્ત સંખ્યા 8/100માં વાગ્દેવીની મહિમાનુ વર્ણન કરવામા આવ્યુ છે. ઋગ્દેવ સંહિતાના દશમા મંડલના 125મો સુક્ત સંપૂર્ણ વાક (વાણી)ને સમર્પિત છે. આ સુક્તની આઠ ઋચાઓના માધ્યમથી પોતે વાકશક્તિ (વાગદેવી) પોતાના સામર્થ્ય, પ્રભાવ, સર્વવ્યાપકતા અને મહત્ત્વનો ઉદઘોષ કરે છે.

જ્ઞાનનો એકત્ર અઘિષ્ઠાન વાક્ છે. પ્રાચીન કાળમાં વેદાદિ સમસ્ત શાસ્ત્ર કંઠસ્થ કરવામાં આવે છે. આચાર્યો દ્વારા શિષ્યોને શાસ્ત્રોનુ જ્ઞાન તેમની વાણીના માધ્યમથી જ મળે છે. શિષ્યોને ગુરુ-મંત્ર તેમની વાણીથી જ મળે છે. વાગ્દેવી સરસ્વતીની આરાધનાની પ્રાસંગિકતા આધુનિક યુગમાં પણ છે. મોબાઇલ દ્વારા વાણી (ધ્વનિ)નું સંપ્રેષણ એક સ્થાનથી બીજા સ્થાને થાય છે. આ ધ્વનિ-તરંગો નામ બ્રહ્મનું જ રૂપ છે. વસંત પંચમી છે વાગીશ્વરી જયંતી. જીભ ફક્ત રસાસ્વાદનના માધ્યમથી જ નહીં પરંતુ વાગ્દેવીના સિંહાસનમાં પણ છે. દેવી ભાગવત અનુસાર વાણીની અઘિષ્ઠાત્રી સરસ્વતી દેવીનો આવિર્ભાવ શ્રી કૃષ્ણની જિહવો (જીભ)ના અગ્રભાગથી થયો છે. પરમેશ્વરની જીભથી પ્રકટ થયેલી વાગ્દેવી સરસ્વતી કહેવાય છે. અર્થાત્ વૈદિક કાળની વાગ્દેવી કાલાંતરમાં સરસ્વતીના નામથી જ પ્રસિધ્ધ થઇ ગઇ છે. ગ્રંથોમાં માઘ સુદ પંચમી (વસંત પંચમી)ને વાગ્દેવીના પ્રકટ થવાની તિથિ માનવામાં આવે છે. તેના કારણે વસંત પંચમીના દિવસે વાગીશ્વરી જયંતી ઉજવાય છે, જે સરસ્વતી-પૂજાના નામથી જાણીતી છે.

વાણીની મહત્ત્વને ઓળખો…
વાગ્દેવીની આરાધનામાં છેપાયેલો આધ્યાત્મિક સંદેશ છે કે, તમે જે પણ બોલો તે સમજી-વિચારીને બોલો… આપણે મધુર વાણીથી શત્રનુ પણ મિત્ર બનાવી લઇએ છીએ. જ્યારે કડવી વાણીથી પોતાનાને પણ પરાયા બનાવી દે છે.
વાણીનું બાણ જીભની કમાનમાંથી નીકળી ગયું તો ફરી તે પાછું નથી આવતું. એટલા માટે વાણીનો સંયમ અને સદુપયોગ જ વાગ્દેવીને પ્રસન્ન કરવાનો મૂળ મંત્ર છે. જ્યારે વ્યક્તિ ‘મૌન’ હોય છે. ત્યારે વાગ્દેવી અંતરાત્માનો અવાજ બનીને સત્ પ્રેરણા આપે છે.

Most Popular

To Top