સુરત: (Surat) લિંબાયત નિલગીરી વિસ્તારમાં યુવકની બાઇક રાજ ઉર્ફે બટકાની બાઇક (Bike) સાથે અથડાયા બાદ તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યાં લોકોની...
સુરત: (Surat) શહેરના માનદરવાજા વિસ્તારમાં ગઇકાલે રાત્રે (Night) યુવક ઉપર ચાર શખ્સોએ તલવારના (Sward) ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. બપોરે પૈસાની...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભા 2022ની ચૂંટણીમાં (Election) કોંગ્રેસની (Congress) કારમી હાર થઈ છે. હારના કારણો જાણવા માટે કોંગ્રેસ દ્વારા રચવામાં આવેલી...
ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના મેંદરા ગામના ખેડુતની (Farmer) જમીન (Land) કેનાલ માટે સંપાદન થયા બાદ તેણે જમીન સંપાદન અધિનિયમની કલમ 28-A...
ગાંધીનગર : શહેરી વિકાસની દિશાને વધુ વેગ આપવાની નેમ સાથે રાજય સરકારે નવી ૭ ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમને મંજૂરી આપી છે. આ...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) કેપ્ટન બાબર આઝમ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓમાં હતાં જો કે આજરોજ આજે બીજું એક કારણ આમાં સામેલ થયું...
નવસારી: (Navsari) ગણદેવીના સરીખુરદ ગામે ખેતરે મજુરી (Farming) ગયેલા યુવાનને 9 લોકોએ ધમકાવી (Threat) માર મારતા મામલો ગણદેવી પોલીસ મથકે (Police Station)...
નવી દિલ્હી: જોશીમઠ (Joshimath) ભૂસ્ખલન (Landslide) વિપદાને રાષ્ટ્રીય રાષ્ટ્રીય આપત્તિ (National Disaster) જાહેર કરવાની એક અરજી કરાઈ હતી આ કેસમાં કેન્દ્રને નિર્દેશોની...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (Team India) જાબાઝ ખેલાડી ઋષભ પંતે તેના ચાહકો તેમજ ટીમના ખેલાડીઓ (Player) માટે સોમવારના રોજ એક ટ્વિટ કર્યું...
માંડવી: (Mandvi) માંડવી નગરમાં આવેલા શાંતિવન કો. ઓપરેટિવ હાઉસિંગમાં રહેતા નિવૃત્ત જિલ્લા રજિસ્ટ્રાર અધિકારીનો છોકરો બીમાર હોવાથી સારવાર અર્થે સુરત (Surat) ગયા...
પારડી: (Pardi) પારડી તાલુકાના તિઘરા ગામે મામી અને ત્રણ વર્ષીય ભાણેજ ઉંડી ખીણમાં (Valley) પડી જતાં મોતને ભેટ્યા હતા. દમણ મોહનગામ ફાટક...
નવી દિલ્હી : કોરોના (Corona) કાળ દરમ્યાન દેશના બધા રાજ્યોના શહેરોમાં શૈક્ષણીક કાર્ય (Study Period) બંદ હતા. દરમ્યાન ફેઝ-2માં ઓનલાઇન શિક્ષણ (Online...
પારડી: (Pardi) પારડી ચંદ્રપૂર નેશનલ હાઇવે નં 48 (National Highway No.48) પર સુરત તરફ જતી એક કાર બે વાહન વચ્ચે દબાઈ ગઈ...
નવી દિલ્હી: પુરૂષ IPL ની આગામી સિઝન IPL 2023 માટે જ્યાં ચર્ચાઓ પૂરજોશમાં છે. ત્યારે બીજી તરફ મહિલા IPL 2023ના (Women’s IPL 2023)...
નવી દિલ્હી : સોમવારથી દિલ્હીમાં (Delhi) શરુ થયેલી રાષ્ટ્રીય (National) કાર્યકારિણીની (Executive) બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પહોંચ્યા હતા....
બોટાદ: (Botad) બોટાદમાં દેવી પૂજક સમાજની 10 વર્ષની બાળકીની હત્યા (Murder) મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. બાળકીની રવિવાર રાત્રિએ અર્ધ...
નવી દિલ્હી: સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજાર (Share Market) લાલ નિશાન (Red mark) સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ (Sensex) આજે 151...
સુરત: માતા પિતાની આંખ ઉઘાડનારો કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. અહીં ઘરમાં રમતા રમતા પાણીના ટબમાં પડી ડૂબી જતા એક વર્ષની બાળકીનું...
સુરત: (Surat) સુરતના નાનપુરા વિસ્તારમાં યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો (Throw Tones) થયો હતો. ઘટનાની જાણ થતા શહેરના 4 પોલીસ...
સુરત (Surat): સીમાડાનાકા આશાદીપ વિદ્યાલયના (Ashadeep Vidhyalay) પાર્કિંગમાં આવેલ પતરાના રૂમમાં રહેતા સ્કુલ બસના ચાલકે કંટકટરને માથા, પીઠ, પેટ, મોંઢા તેમજ હાથ...
મહેસાણા: મહેસાણામાં (Mehsana) વાસી ઉત્તરાયણના (Uttarayan) દિવસે બે જૂથ (Two Group) વચ્ચે મારામારીની (Fight) ઘટનાએ એક વૃદ્ધનો જીવ લીધો હતો. આ ઘટનામાં...
સુરત(Surat) : પાંડેસરા વિસ્તારમાં સમાજના જ યુવકે તેના ઘર પાસે રહેતી માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવાની કોશિશ (A...
સુરત: કળિયુગમાં બાપ-દીકરીના સંબંધો પણ પવિત્ર રહ્યાં નથી. સુરતમાં (Surat) એક સગા બાપે પોતાની યુવાન દીકરીની છાતી પર હાથ ફેરવી અડપલાં કરી...
વડોદરા: મધ્યપ્રદેશમાંથી ગાંજાનો જથ્થો લઇને મહારાષ્ટ્રના નવાપુરા ખાતે વેચાણ માટે જતા એક શખ્સને સયાજીગંજ વિસ્તારના સેન્ટ્રલ એસટી ડેપોમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો....
વડોદરા : સમગ્ર ગુજરાતમાં વડોદરાની ઉત્તરાયણ કંઈક અલગ જ હોય છે. વડોદરામાં પવન સાથે શહેરીજનોએ ઉત્તરાયણની મજા માણી હતી.વડોદરામાં ઠેરઠેર અગાસીઓ પર...
વડોદરા : વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન દારૂની રેલમછેલ કરવા માટે દારૂની મોટાપાયે હેરાફેરી થવાનો છે. જેને લઇ્ને પોલીસ પ્રટ્રોલિંગ સઘન બનાવ્યું...
નવી દિલ્હી: એક ભારતીય ઝવેરીએ 17,524 કુદરતી હેન્ડ-કટ હીરાથી બનેલી ઘડિયાળ સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં આવેલી રેનાની જ્વેલ્સે...
વડોદરા : વડોદરા શહેરમાં મકરસંક્રાંતિથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ઠંડીનું મોજુ ફરી વળતા શહેર ઠંડુગાર બન્યું હતું. તેજ પવનો ફૂંકાતા પતંગ...
સુરત: સુરતના (Surat) લિંબાયત (Limbayat) વિસ્તારના એક કારખાનમાં (Factory) આગ (Fire) લાગી હોવાનું જાણવા મળ્યું છે. લિંબાયત વિસ્તારમાં આવેલ ઝરીના કારખાનામાં આગ...
વડોદરા : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે તળાવોના બ્યુટીફિકેશન કરવામાં આવ્યા.જોકે પાલિકા તંત્ર દ્વારા તેની યોગ્ય સાર સંભાળ રાખવામાં...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત: (Surat) લિંબાયત નિલગીરી વિસ્તારમાં યુવકની બાઇક રાજ ઉર્ફે બટકાની બાઇક (Bike) સાથે અથડાયા બાદ તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યાં લોકોની ભીડ ભેગી થતા ત્રણેય યુવક ત્યાંથી નીકળી ગયા બાદ સાંઈબાબા મંદિર પાસે સર્વિસ રોડ પર ઊભા હતા. ત્યારે રાજ બટકાએ ત્યાં આવીને શિવાજીને રસ્તા ઉપર તેની પાછળ દોડીને છાતી અને શરીરના અન્ય ભાગે ચપ્પુના જીવલેણ ઘા મારી હત્યાનો (Murder) પ્રયાસ કર્યો હતો.
ગોડાદરા ખાતે સુમનશ્રુતિ આવાસમાં રહેતા ૨૨ વર્ષીય ઉત્તેજ સંપત વેલદે મુળ વારંગલ તેલંગણાનો વતની છે. પૂણાગામ ખાતે કેનાલ રોડ ઉપર આવેલા પોલારીસ મોલમાં દુકાન નં. ૪૦ માં આવેલી ઇકોમેકસપ્રેસ નામની ઓફીસમાં પીકપ બોય તરીકે નોકરી કરે છે. તેણે ગોડાદરામાં ગઈકાલે આખો દિવસ મિત્રો સાથે ઉતરાણની ઉજવણી કરી હતી. રાત્રે તેના ઘરે જવા નીકળ્યો ત્યારે કૌટુંબિક મામા શિવાજી રામનરસૈંયા પોટ્ટા ભથ્થી (ઉ.વ. ૨૧ ૨હે. એ/૩૦, કેશરભવાની સોસાયટી, ગોડાદરા) એ ફોન કરી નિલગીરી સર્કલ પાસે સાંઇબાબા મંદિર પાસે બોલાવ્યો હતો. ઉત્તેજ તેના મિત્ર વિશાલની બાઈક લઇ પહોંચી ગયો હતો. ત્યાં તેના મામા શિવાજી અને તેમના મિત્ર ત્રણેય ઉભા હતા. ત્રણેય જણા આશરે પોણા દશેક વાગે ઘરે જવા માટે નીકળ્યા હતા. સંજય નગર સર્કલ પાસે પહોંચતા રાજ ઉર્ફે બટકા (રહે. ગાર્ડન સોસાયટી, રામ મંદિર પાસે, લિંબાયત) એ તેની બાઈક શિવાજીની બાઈક સાથે અથડાવી દીધી હતી.
શિવાજીની બાઈક સ્લીપ થતા નીચે પટકાયા હતા. રાજ ઉર્ફે બટકાની સાથે આ વાતે બોલાચાલી થઈ હતી. લોકોની ભીડ ભેગી થતા રાજ બટકો અને બધા ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ ત્રણેય જણા મહારાણા ચાર રસ્તાની નજીક સર્વિસ રોડ ઉપર ઉભા હતા. ત્યારે થોડીવારમાં ત્યાં રાજ ઉર્ફે બટકો તેની મોપેડ લઇ આવ્યો હતો. ત્યાં શિવાજી સાથે ઉગ્ર બોલચાલી કરતા શિવાજીએ સમજાવવા જતા રાજ બટકાએ ચપ્પુ કાઢી મારવા જતા શિવાજી સર્વિસ રોડ ઉપર દોડવા લાગ્યો હતો. સાંઇબાબાના મંદિરની પાછળના ભાગે પડી જતા રાજ ઉર્ફે બટકાએ છાતીના ભાગે આડેધડ ચપ્પુના ઘા મારી દીધા હતા. શિવાજી ઉભો થવા જતા રાજ ઉર્ફે બટકાએ સાથળના ભાગે તથા જમણી આંખની ઉપરના ભાગે પણ જીવલેણ ઘા માર્યા હતા. આજુબાજુના લોકો અને રાહદારીઓ ભેગા થઇ જતા રાજ ઉર્ફે બટકો તેની મોપેડ લઇને ત્યાંથી ભાગી ગયો હતો. ગોડાદરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.