Business

અધધ..17524 હીરા જડેલી ઘડિયાળ બનાવી ભારતના જ્વેલરે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

નવી દિલ્હી: એક ભારતીય ઝવેરીએ 17,524 કુદરતી હેન્ડ-કટ હીરાથી બનેલી ઘડિયાળ સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં આવેલી રેનાની જ્વેલ્સે (Renani Jewels’) 17,524 કુદરતી હેન્ડ કટ હીરા સાથે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records ) દ્વારા સૌથી વધુ હીરા જડિત ઘડિયાળનું બિરુદ આપવામાં આવ્યું છે. આ ઘડિયાળની ડિઝાઈનને રેનાની જ્વેલર્સ દ્વારા શ્રીણિકા નામ આપવામાં આવ્યું છે. શ્રીણિકા એ માત્ર એક ઘડિયાળ નથી, તે એક લાગણી છે. આ બ્રહ્માંડમાં ઘડિયાળનો એક માત્ર ટુકડો છે અને રહેશે. આ સુંદર ડિઝાઈન પ્રાચીન ભારતીય પૌરાણિક કથાઓથી પ્રેરિત છે. શ્રીણિકા એટલે ભગવાન વિષ્ણુના હૃદયમાં વસતું ફૂલ. જે દેવી લક્ષ્મીનો પણ સંકેત આપે છે, જે સૌભાગ્યની સર્વોચ્ચ દેવી છે.

  • ઉત્તરપ્રદેશની મૈરૂતની જ્વેલરી કંપની રૈનાની જ્વેલર્સનો રેકોર્ડ
  • શ્રીણિકા ડિઝાઈન નામથી અદ્દભૂત આકર્ષક ઘડિયાળ બનાવી
  • પ્રભુ વિષ્ણુના હૃદયમાં સ્થાપિત છે તે ફૂલના આકારની ઘડિયાળ બનાવી
  • ઘડિયાળમાં E અને F રંગના VVS VS ક્લેરિટીના હીરા જડવામાં આવ્યા છે

શ્રીણિકા ને જ્વેલર દ્વારા સારા નસીબની ઘડિયાળ તરીકે પ્રસ્તુત કરવામાં આવી છે. રેનાની જ્વેલ્સે 17,524 કુદરતી હેન્ડ કટ હીરા સાથે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ઘડિયાળ પર સેટ કરેલા સૌથી વધુ હીરાનું બિરુદ હાંસલ કર્યું. રેનાણી જ્વેલ્સના એમડી હર્ષિત બંસલ અને અનિલ બંસલનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો.

ઘડિયાળમાં ઊચ્ચ કક્ષાના હીરા જડવામાં આવ્યા છે
આ ઘડિયાળમાં હીરા મઢતા પહેલાં દરેક હીરાનું કુદરતી રીતે ટેસ્ટ કરવામાં આવ્યો છે. ઘડિયાળમાં EF રંગના VVS-VS ક્લેરિટીના હીરા જડવામાં આવ્યા આ વિશ્વભરમાં જ્વેલરીમાં વપરાતા હીરાની શ્રેષ્ઠ ગુણવત્તા છે. તે 0.72 કેરેટના સિંગલ સોલિટેરથી પણ બ્યુટીફાઈડ છે, જે ડી કલર અને વીવીએસ ક્લેરિટી છે. આ અદ્ભુત ટાઈમ બ્રેસલેટની સુંદરતા વધારવા માટે આ આકર્ષક કલાકૃતિમાં 113 કુદરતી વાદળી નીલમ જડવામાં આવ્યા છે. ઘડિયાળનું વજન 373.030 ગ્રામ છે અને તેમાં 54.70 કેરેટ કુદરતી હેન્ડ કટ હીરા છે. આ ઉપરાંત ઘડિયાળના ડાયલ પર 12 કાળા હીરા, 0.72-કેરેટ D/VVS સોલિટેર અને 113 કુદરતી વાદળી નીલમ પણ જડવામાં આવ્યા છે. ગયા ઓગસ્ટમાં આ જ જ્વેલરે 24,679 કુદરતી હીરાથી બનેલી વીંટી માટે વધુ એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ જીત્યો હતો.

Most Popular

To Top