Vadodara

ન્યુ VIP રોડની સોસાયટીમાંથી 3.70 લાખના દારૂ સાથે બૂટલેગરની ધરપકડ

વડોદરા : વડોદરા શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન દારૂની રેલમછેલ કરવા માટે દારૂની મોટાપાયે હેરાફેરી થવાનો છે. જેને લઇ્ને પોલીસ પ્રટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. તહેવારના બે દિવસ દરમિયાન આજવા રોડ રહેણાક મકાનમાં સંતાડેલો અ્ને વાડી વિસ્તારમાં મોપેડમાં લઇ જતા રૂ. 3.80 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે અ્ન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે વિદેશી દારૂનો જથ્થો બે મોબાઇલ અને મોપેડ મળી 4 લાખના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં ગમે તે તહેવાર હોય બૂટલગરોને પર્વ ટાણે દારૂની રેલમછેલ કરવા માટે સક્રિય થતા હોય છે. લોકોના આર્ડર પૂરો કરવા માટે બૂટલેગરો દારૂની જથ્થો મંગાવીને તેમને હોમ ડિલિવરી આપે છે. બૂટલેગરોની દારૂ ડિલિવરીને નાથવા માટે શહેર પોલીસે શહેર વિસ્તારમાં સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે.બાપોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારના લઇને વિસ્તારમાં કોઇ અનિચ્છનીય ન બને તે માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જયરામ જીવણભાઇ તથા સંજય જવસિંગભાઇને બાતમી મળી હતી કે ન્યુ વીઆઇપી રોડ પરની રઘુકુળ વિદ્યાલયની બાજુમાં ગલીમાં મકાન નં.સી/27 સાંનિધ્ય સોસાયટીમાં રહેતા સુરેશ ચૌહાણ પોતાના મકાનનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે.

જેના આધારે પીઆઇ સી પી વાઘેલા અને સેકન્ડ પીઆઇ એસ એમ વસાવા સહિતના સ્ટાફે બાતમી મુજબના મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ કરતા ઘરમાંથી 269 દારૂની બોટલ રૂ. 3.72 લાખ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને એક મોબાઇલ મળી 3.76 લાખના મુદ્દામાલ સાથે વિક્રમ કરણ ચૌહાણની ધરપકડ કરી હતી. જ્યારે વિક્રમ ઓડ રહેવા (મહેસાણા)ને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજા બનાવમાં વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવામાં દારૂની હેરાફેરી કરતા રમેશ ઉર્ફે બચ્ચન ખાસેરાવ ધાડગે (રહે, વાડી)ને ઝડપી પાડ્યો હતો. જેમાં 9 હજારનો વિદેશી દારૂ અને મોપેડ અને એક મોબાઇલ મળી 34 હજારનો મુદ્દામાલ સાથે બૂટલેગરની ધરપકડ કરી હતી.જ્યારે રવિ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

અંપાડ ચોકડી પાસેથી કારમાંથી દારૂ લઇ જતા ડ્રાઇવર સહિત પાઇલોટિંગ કરનાર બાઇકની ચાલકની ધરપકડ
તહેવારને લઇે તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રટ્રોલિંગમાં હતો તે દરમિયાન કારમાં વિદેશી દારૂનો જથ્થ ભરીને વેસ્ટર્ન ચોકડી સમિયાલા તરફથી સિંધરોડ જવાની છે. કારનું એક બાઇક ચાક પાઇલોટિંગ કરી રહ્યો છે તેવી મળેલી બાતમીના આધારે ટીમે અંપાડ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન કાર અને બાઇક આવતા બંને વાહનોને ઉભા રખાવી કારમાં તપાસ કરતા દારૂ અને બિયરન બોટલ 140 રૂ. 26 હજાર મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર, બાઇક ,વિદેશી દારૂ ,બે મોબાઇલ અને રોકડા રૂપિયા મળી 4 લાખનો મુદ્દામાલ કબજે લઇ બાઇક ચાલક ધર્મેન્દ્ર અશોક પરમાર (રહે, ગંગાપુરા સિંધરોટ ) અને કાર ચાલક ત્રિભુવન દેવકી નંદન જોષી (હાલ રહે રેન બસેરા વિશ્વામિત્રી બ્રિજ નીચે મૂળ રાજસ્થાન) બ્ંને ધરપકડ કરી કરી છે.

Most Popular

To Top