Vadodara

સાવલીના ટુંડાવમાં એટ્રોસિટિના કેસમાં 1 આરોપીને પાંચ વર્ષ, આઠને 6 માસની કેદ

2018માં મરેલી બકરી ઉઠાવવાના મુદ્દે મારામારીના ગુનામાં એટ્રોસિટી દાખલ થઈ હતી

સાવલી: સાવલી તાલુકા ના ટુંડાવ ગામે 2018 ની સાલમાં મરેલી બકરી ઉઠાવવાના મુદ્દે થયેલ મારામારીના પ્રકરણમાં એટ્રોસિટીના ગુનામાં એક આરોપીને પાંચ વર્ષની સજા અને દસ 10,000 નો દંડ અને અન્ય આઠ આરોપીઓને છ માસની સજા અને 500 રૂપિયા નો દંડ સાવલીની અધિક સેશન કોર્ટે ફટકારતા સમગ્ર કોર્ટ પરિસરમાં સન્નાટો મચી જવા પામ્યો છે

સાવલી તાલુકાના ટુંડાવ ગામે 2018 ની સાલમાં મરેલી બકરી ઉઠાવવાના મુદ્દે મારામારી થઈ હતી જેમાં ટુંડાવ ગામે રહેતા અકબરભાઈ ઇબ્રાહીમભાઇ રાણા ની બકરીનું મરણ થયું હતું જેને ઉઠાવવા માટે રોહિત વાસમાં અકબર ભાઈ ઇબ્રાહીમ ભાઈ રાણા નો છોકરો મરેલી બકરી હટાવવા જણાવ્યું હતું જેથી ફરિયાદીએ કહેલ કે તેઓના ફરિયામાં મરણ થયેલ છે તેથી તેઓ આ કામ માટે આવી શકે તેમ નથી તેઓ જણાવેલ જેથી છોકરો જતો રહેલો અને બપોરના ત્રણ વાગ્યાના આજુબાજુ આરોપી અકબરભાઈ તેઓના ઘરે આવેલ અને ગાળો બોલેલ અને જાતિવાચક શબ્દો બોલીને અપમાનિત કરેલ હતા અને ઝઘડા તેમજ બૂમાબૂમ ના પગલે ફળિયા લોકો ભેગા થયા હતા અને ફળિયાના લોકો છોડાવવા પડ્યા હતા ઝઘડાના પગલે અકબરભાઈ નો પક્ષ લઈને તેના ભાઈઓ છોકરાઓ અને અન્ય લોકો હાથમાં લાકડી પથ્થરો લઈને આવેલા અને મારી નાખવાની ધમકી આપી ગાળો બોલી લાકડી ઓ થી ઈજા કરીને જાતિવાચક શબ્દો બોલીને અપમાનિત કરીને જતા રહ્યા હતા આ બાબતની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે ફરિયાદી બાબુભાઈ લાખાભાઈ રોહિત રહે ટુંડાવ તા સાવલી એ નોંધાવી હતી ભાદરવા પોલીસે એટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી ને તપાસ હાથ ધરી હતી જેનો કેસ સાવલી અધિક સેશન કોર્ટ જે એ ઠક્કર ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને મુખ્ય આરોપી અકબરભાઈ ઇબ્રાહીમભાઇ રાણા રહે ટુંડાવને એટ્રોસિટી અને અન્ય ગુના ઑ મા તકસીરવાર ઠેરવીને પાંચ વર્ષની સજા અને 10,000 નો દંડ ફટકાર્યો છે જ્યારે અન્ય આઠ આરોપીઓને છ માસની સજા અને 500 રૂપિયા નો દંડ ફટકાવ્યો છે જોકે અન્ય આઠ આરોપીઓને અપીલમાં જવા માટે સજા મોકુફ રાખીને નામદાર કોર્ટે તમામને જામીન પર મુક્ત કર્યા છે જ્યારે આરોપી અકબરને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડયો છે

સાથે સાથે કોર્ટે અવલોકન કર્યું હતું કે ભારત વિકસિત દેશ છે ત્યારે જૂની પરંપરાઓને વળગીને મેલુ ઉપાડવાની પ્રથા સંપૂર્ણ નાબૂદ છે ત્યારે આ પ્રકારની હરકત સભ્ય સમાજ માટે દુઃખદ જનક છે અને સમાજની પ્રતિષ્ઠાને આ પ્રકારના બનાવવાની પહોંચાડે છે આપનો દેશ પ્રગતિ કરી રહેલ છે સમાજ માં વિચારસરણીઓ બદલાઈ રહેલ છે અને લોકો ઉચ્ચ કક્ષાની વિચારધારા ધરાવતા થયેલ છે તેમ છતાં આવા બનાવો સમાજને કેટલાક અંશે ફરીથી જૂના સમયમાં ધકેલે છે અને અંતે તેની અસર સમાજની પ્રતિષ્ઠા ને પડે છે જેથી આ બાબતને હળવાશ થી લઈ શકાય નહીં તેવું કોર્ટે અવલોકન કર્યું છે

Most Popular

To Top