Gujarat

મહેસાણામાં પતંગની પેચ લગાવવા બાબતે બે ગ્રુપ વચ્ચે લોહિયાળ જંગ, ટોળાએ વૃદ્ધની કરી હત્યા

મહેસાણા: મહેસાણામાં (Mehsana) વાસી ઉત્તરાયણના (Uttarayan) દિવસે બે જૂથ (Two Group) વચ્ચે મારામારીની (Fight) ઘટનાએ એક વૃદ્ધનો જીવ લીધો હતો. આ ઘટનામાં કેટલાક લોકોએ એક વૃદ્ધને ઘેરી લઈ જાહેરમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. ધોકા-લાકડી અને લોખંડની પાઈપો વડે હુમલો કરતા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા હતા, પરંતુ સારવાર દરમિયાન જ વૃદ્ધનું મોત થયું હતું. પોલીસ ઘટનામાં શંકાસ્પદ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે ગઈ કાલે 15 જાન્યુઆરીના રોજ પતંગના પેચ લડાવવા બાબતે સોસાયટીનાં જ બે ગ્રુપ વચ્ચે બોલચાલ થઈ હતી. જોતજોતામાં સામાન્ય બોલચાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બોલચાલ બાદ બંને ગ્રુપના લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા. જેમાં માથાભારે પાંચ લોકોએ વૃદ્ધને ઘેરી ધોકા-લાકડી અને લોખંડની પાઈપો મારતાં સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યું હતું.

ધોકા-લાકડીઓ અને લોખંડના પાઈપો લઈ તૂટી પડ્યા
મહેસાણા શહેરની માનવ આશ્રમ ચોકડી પાસે આવેલી ઉમાનગર સોસાયટીમાં રહેતા નાગજીભાઈ વણજારા પોતોના પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવી રહ્યા હતા. ત્યારે સોસાયટીમાં જ રહેતા અન્ય પક્ષના પાંચ શખસ સાથે પતંગમાં પેચ લગાવવા મામલે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલચાલ ઉગ્ર બનતા બંને પક્ષો સામ સામે આવી ગયા હતા. ત્યારે વિવાદ વધતા પાંચ શખસોએ નાગજીભાઈ વણજારાને ઘેરી લીધા હતા. સાથે જ ધોકા-લાકડીઓ અને લોખંડની પાઈપો તેમના પર જીવણલેણ હુમલોો કર્યો હતો. આ ઝઘડામાં નાગજીભાઈને માથાના ભાગે વાગી જતા તેમને લોહીલુહાણ હાલમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારે સિવિલમાં હાજર ડૉક્ટરે વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાની વાત કહી હતી, જો કે અમદાવાદ ખસેડે તે પહેલાં જ તેમનું મોત થયું હતું.

આ પાંચ લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
આ ઘટનામાં બંને પક્ષોના કેટલાક લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેના આધારે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસ મુખ્ય આરોપી તરીકે વનરાવન બાબુજી ઠાકોર, હરેશ કેશવ લાલ રાવળ, ચિરાગ હરેશભાઇ રાવળ, બોબી હરેશભાઇ રાવળ અને સુનીલ રમેશચંદ્ર વ્યાસ વિરુદ્ધ ફરિયાજ નોંધી છે.

ઉલ્લેખનીય છે કે મહેસાણામાં ઉત્તરાયણના દિવસે પણ મારામારીની ઘટના બની હતી. જેમાં યુવકે મસાલો આપવાની ના પાડતા ચાર લોકોએ તેની પર જીવણલેણ હુમલો કર્યો હતો. આ મારામારીમાં યુવકને બચાવવા મહિલા આગળ ફરી વળી હતી. પરંતુ આ ચાર યુવકે બે યુવક સહિત મહિલા પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મહિલા અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતો. પોલીસે ગુનો નોંધી ફરિયાદ હાથ ધરી હતી.

Most Popular

To Top