Sports

અકસ્માત પછી પંતે કર્યું પ્રથમ ટ્વિટ, જણાવી આ વાત

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (Team India) જાબાઝ ખેલાડી ઋષભ પંતે તેના ચાહકો તેમજ ટીમના ખેલાડીઓ (Player) માટે સોમવારના રોજ એક ટ્વિટ કર્યું હતું. જણાવી દઈએ કે રોડ અકસ્માત (Road Accident) પછી ઋષભે આ પ્રથમ ટ્વિટ શેર કરી હતી. આ ટ્ટિટમાં તેણે લખ્યું હતું કે મારી સર્જરી સફળ રહી છે. અગામી ચુનોતીઓનો સામનો કરવા માટે હું તૈયાર છું. આ સાથે તેણે કહ્યું કે મારા આ મુશ્કેલીના સમયમાં મારી સાથે રહેવા માટે તેમજ મને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે હું બીસીસીઆઈ, જય શાહ તેમજ તમામનો આભારી છું.

વઘારામાં પંતે જણાવ્યું કે હું મારા દિલથી તમામ પ્રશંશકો, ડોકટટરો તેમજ તમામ ફિઝિયોથોરાપીસ્ટનો પણ આભાર માનું છું. આ સાથે તેણે કહ્યું હું તમામને મારા સારા થયા પછી મેદાન ઉપર જોવા માટે ઉત્સુક છું. જણાવી દઈએ કે હાલમાં ઋષભ પંતની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગામી છ અઠવાડિયા પછી પંતની વઘુ એક સર્જરી થાય તેવી પણ જાણકારી મળી આવી છે. વિકેટ કીપર તેમજ બેટ્સમેન પંતની આઈપીએલ તેમજ એશિયા કપની સાથે આગાની ઓકટોબર-નવેમ્બરમાં થવા જઈ રહેલ વનડે વિશ્વ કપમાં પણ બહાર રહેવાની શકયતા છે.

જણાવી દઈએ કે ઋષભ પંતનો કાર અકસ્માતમાં થયેલ બચાવ એક ચમત્કાર કરતા પણ ઓછું નથી. અગાઉ તેઓની સારવાર દહેરાદૂનની હોસ્પિટલમાં ચાલી રહી હતી પરંતુ ત્યાર પછી તેઓને મુંબઈની કોકિલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનો અકસ્માત હાઈવે ઉપર ડિવાઈડર સાથે થયો હતો. ત્યાર પછી તરત જ તેઓની કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જો કે તે સમયે પંત જેમ તેમ કરીને ગાડીમાંથી બહાર આવી ગયા હતા. રસ્તામાં તેઓને હરિયાણાના એક બસ ડ્રાઈવરે તેમની ધણી મદદ કરી હતી. જો કે ત્યાર પછી ઉત્તરાખંડ સરકારે તેઓને પુરસ્કાર આપી સન્માનિત પણ કર્યા હતાં.

Most Popular

To Top