National

જોશીમઠ ભૂસ્ખલન રાષ્ટ્રીય આપત્તિ નથી: અરજી ફગાવાય, ઉત્તરાખંડ હાઈકોર્ટમાં જવા સૂચના

નવી દિલ્હી: જોશીમઠ (Joshimath) ભૂસ્ખલન (Landslide) વિપદાને રાષ્ટ્રીય રાષ્ટ્રીય આપત્તિ (National Disaster) જાહેર કરવાની એક અરજી કરાઈ હતી આ કેસમાં કેન્દ્રને નિર્દેશોની માંગ કરતી અરજીને હવે ફગાવી દેવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે જોશીમઠ ભૂસ્ખલન કેસમાં કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. વધુમાં કોર્ટે અરજદારને (Applicant) નિર્દેશ કર્યો હતો કે અરજકર્તાઓને સ્વતંત્રતા આપી કે તે ઉત્તરાખંડ હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે અને આ દુર્ઘટનાને ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરવાની માંગ કરી શકે છે.

લોકોને રાહત આપવાની કેન્દ્રની માંગને પણ ફગાવી દીધી
જોશીમઠ માટે કરવામાં આવેલી અરજીના અનુસંધાનમાં માઠા સમાચાર આવ્યા છે. સ્થનિક પીડિતો દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી દેવાના આદેશ સાથે આ સાથે સુપ્રીમ કોર્ટે જોશીમઠમાં અસરગ્રસ્ત લોકોને રાહત આપવાની કેન્દ્રની માંગને પણ ફગાવી દીધી હતી. તેમજ આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.

રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા પીડિત અરજદારોએ માંગ કરી હતી
ઉલ્લેકખનીય છે કે,અરજદાર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા કહ્યું કે આ કેસની અરજીના અનુસંધાનમાં તાત્કાલિક સુનાવણીની જરૂર છે અને આ સંકટને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવી જોઈએ. જેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે સોમવાર એટલે કે આજની તારીખ આપી હતી પરંતુ હવે કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.

અરજદારો એ કરી હતી અનેક દલીલો
આ કેસમાં દાખલ કરવામાં આવેલ અરજીને લઇને અરજદારોએ દલીલો કરી હતી. તેમનું એવું કહેવું હતું કે, જોશીમઠમાં આજે જે થઇ રહ્યું છે તે અહીં ચાલી રહેલ મોટી-મોટી પરિયોજનાઓને કારણે થઇ રહ્યું છે. અહીં ચાલી રહેલા મોટા-મોટા નિર્માણો અને તે બાંધકામોમાં સતત કરવામાં આવતા બ્લાસ્ટને કારણે અહીંની જમીનો સરકી રહી છે. આ એક મોટી આપત્તિના સંકેતો છે. છેલ્લા કેટલાય સમયથી જમીનો સરકી રહી છે. લોકોએ જેને લઇને ભારે વિરોધ પણ જાટાવાયો હતો પણ સરકારે તેમની વાતો અને માંગણીને નજરઅંદાજ કરી હતી.સરકારે આ મુદ્દાને ગઁભીરતા પૂર્વક લીધો ન હતો. જેને લઇને ઐતિહાસિક અને પૌરાણિક ધરોહર ગણાતા આ શહેરની દુર્દશા આજે થઇ રહી છે. બીજી તરફ જોશીમઠમાં અસુરક્ષિત ભાવનોની સંખ્યા લગાતાર વધી રહી છે. અને અત્યાર સુધી સેંકડો ભાવનો ઉપર લાલ ટીકમાર્ક કરવામાં આવ્યો છે.

રાહત આપવાની કેન્દ્રની માંગને પણ ફગાવી દીધી
અને હવે આ સાથે સુપ્રીમ કોર્ટે જોશીમઠમાં અસરગ્રસ્ત લોકોને રાહત આપવાની કેન્દ્રની માંગને પણ ફગાવી દીધી હતી. તેમજ આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચે અરજીકર્તા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને ઉત્તરાખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી હતી.

Most Popular

To Top