Vadodara

રૂ. 54 હજારના ગાંજા સાથે કેરિયર ઝડપાયો

વડોદરા: મધ્યપ્રદેશમાંથી ગાંજાનો જથ્થો લઇને મહારાષ્ટ્રના નવાપુરા ખાતે વેચાણ માટે જતા એક શખ્સને સયાજીગંજ વિસ્તારના સેન્ટ્રલ એસટી ડેપોમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની અગજડતી કરતા 5410 ગ્રામ રૂ. 54 હજાર મળી 55 હજારનો મુદ્દામાલ કબજે લઇને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. મીશન ક્લીન અંતર્ગત શહેરને નશામુકત બનાવવામ માટે પોલીસ વિભાગ દ્વારા માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો સામે સપાટો બોલાવવાની ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે. જેને લઇને સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર જી જાડેજા અને સેકન્ડ પીઆઇ એન એલ પાંડોર સહિત સ્ટાફના સાથે પટ્રોલિંગમી કામગીરી કરી રહ્યા હતા.

તે દરમિયાન હે.કો. દિપકકુમાર જબ્બારસિંહરને બાતમી મળી હતી કે એસટી ડેપો ખાતેથી એક શખ્સ ગાંજાનો જથ્થો વેચાણ કરવા અર્થે લઇને જઇ રહ્યો છે. જેથી પોલીસની ટીમે એસટી ડેપોમાં જઇને ગાંજા સાથે કેરિયર વેચિયાભાઇ બાબલભાઇ (રહે, ગામ ડૌન્યાપાડા થાના. પિમ્પલનેર, તા. સાકરી જુ. ધુલિયા મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યો હતો. પીઆઇ આર જી જાડેજાએ જણાવ્યું હતું કે આરોપની કડકાઇથી પૂછતાછ કરતા એમપીથી ગાંજો લઇને આવ્યો હતો અને મહારાષ્ટ્રના નવાપુરા ખાતે જઇ રહ્યો હોવાનું કબૂલ્યું હતું. જેથી કેરિયર પાસેથી 5410 ગ્રામ ગાંજો રૂ.54 હજાર ,રોકડ રકમ અને મોબાઇલ મળી 55 હજારનો મુદ્દામાલ કબજે લઇને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે મહિનામાં સયાજીગંજ પોલીસે ગાંજા સાથે ત્રણ શખ્સોને દબોચ્યાં
સયાજીગંજ પોલીસે રવિવારે પકડેલા આરોપી સાથે બે મહિનામાં ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા છે. ગત ડિસેમ્બર મહિનામાં આ સયાજીગંજ વિસ્તારમાંથી ગાંજાનું વેચાણ કરતા બે શખ્સોને ઝડપી પાડીને તેમની પાસેથી ગાજો જથ્થો કબજે લઇને બંને જેલના હવાલે કર્યા હતા.

ત્રણ દિવસ પહેલા ગાંજા સાથે ત્રણ પકડાયા હતા
ગુરુવારે વાઘોડિયા ચોકડી વૈકુઠ-1 ચાર રસ્તાથી તુલસી હાઇટ્સ તરફ જવાનો રોડ પરથી ત્રણ શખ્સો બાઇક પર ગાંજો લઇને પસાર થવાની બાતમી મળતા જ બાપોદ પોલીસે જથ્થા સાથે 3 શખ્સોે ઝડપી પાડ્યા હતા.

Most Popular

To Top