Sports

મહિલા IPLના મીડિયા રાઇટ્સ આ કંપનીએ ખરીદ્યા, હવે આ ચેનલો પર જોઈ શકશો લાઇવ મેચ

નવી દિલ્હી: પુરૂષ IPL ની આગામી સિઝન IPL 2023 માટે જ્યાં ચર્ચાઓ પૂરજોશમાં છે. ત્યારે બીજી તરફ મહિલા IPL 2023ના (Women’s IPL 2023) આયોજનને લઈને દરેક જગ્યાએ અલગ જ ઉત્સુકતા જોવા મળી રહી છે.  માર્ચ 2023થી મહિલા આઈપીએલની શરુ થશે તેવી ધારણા છે જોકે તે પહેલા કઈ ચેનલ પર આઈપીએલની મહિલા મેચ જોઈ શકાશે તેને લઈને સમાચાર સામે આવ્યાં છે. પુરૂષોની IPLના ડિજિટલ અધિકારો (Digital Rights) ખરીદનાર રિલાયન્સની માલિકીવાળી viacom18 કંપનીએ મહિલા આઈપીએલના પ્રસારણના રાઈટ્સ મેળવી લીધા છે. સૌથી વધુ બોલી લગાવી viacom18એ 951 કરોડમાં મહિલા આઈપીએલના હક ખરીદ્યાં છે. તમને જણાવી દઈએ કે જે કંપનીએ 2023-27 સુધી મેન્સ આઈપીએલ સાઈકલ માટે ડિજિટલ રાઈટ્સ ખરીદ્યા હતા તેણે મહિલા આઈપીએલના મીડિયા રાઈટ્સ (Media Rights) જીત્યા છે. બીસીસીઆઈ (BCCI) સચિવ જય શાહે (Jay Shah) ટ્વીટ કરીને આ જાણકારી આપી છે

તમને જણવી દઈએ કે મહિલા આઈપીએલ માર્ચ 2023માં શરુ થવાની ધારણા છે. મહિલા આઈપીએલના પ્રસારણ હકો માટે આજે હરાજી થઈ હતી જેમાં વાયકોમ ઉપરાંત ઝી, સોની અને ડિઝનીના સ્ટાર્સ જેવી કંપનીઓએ બોલી લગાવી હતી પરંતુ સૌથી વધારે 951 કરોડની બોલી વાયકોમે લગાવી હતી જે પછી તેને હાઈએસ્ટ બીડર જાહેર કરીને 2023ની મહિલા આઈપીએલના હક ફાળવી દેવાયા હતા. 

Viacom18 એ મહિલા IPL ના આગામી પાંચ વર્ષ (2023-27) માટે મીડિયા રાઇટ્સ ખરીદ્યા છે. કંપનીએ આ લીગની આગામી પાંચ સિઝન માટે રૂ. 951 કરોડ ચૂકવીને રાઇટ્સ મેળવ્યા છે. જય શાહે ટ્વીટ કર્યું, “વિમેન્સ IPL ના મીડિયા રાઇટ્સ જીતવા બદલ Viacom18 ને અભિનંદન. બીસીસીઆઈ અને બીસીસીઆઈ મહિલાઓમાં વિશ્વાસ દર્શાવવા બદલ હું કંપનીનો આભાર માનું છું. વાયકોમે આ રાઇટ્સ રૂ. 951 કરોડમાં ખરીદ્યા છે. આગામી 5 વર્ષ સુધી આ અધિકારો વાયકોમ પાસે રહેશે. દરેક મેચની કિંમત લગભગ 7.09 કરોડ હશે. મહિલા ક્રિકેટ માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.

તેમણે આગળ લખ્યું કે આજની મીડિયા રાઇટ્સ બિડિંગ મહિલા IPL માટે ઐતિહાસિક ક્ષણ છે. મહિલા ક્રિકેટને આગળ લઈ જવા માટે આ ખૂબ જ મોટું અને નિર્ણાયક પગલું છે. આ પછી તમામ ઉંમરની મહિલાઓને પ્રેરણા મળશે અને તેમની મહત્તમ ભાગીદારી પણ જોવા મળશે. મહિલા ક્રિકેટ માટે આ એક નવી શરૂઆત છે.

મહિલા IPL ક્યાં ટેલિકાસ્ટ થશે?
23,758 કરોડ રૂપિયામાં પુરૂષોની IPLના ડિજિટલ અધિકારો ખરીદનાર Viacom18એ મહિલા IPLના સંપૂર્ણ અધિકારો પોતાના હાથમાં લઈ લીધા છે. હવે તમે વિચારતા હશો કે તમને મહિલા IPL ક્યાં જોવા મળશે. તો જાણી લો કે મહિલા IPLનું ટેલિકાસ્ટ વાયકોમ 18ની સ્પોર્ટ્સ ચેનલ સ્પોર્ટ્સ 18 પર થશે. બીજી તરફ, ડિજિટલ પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો, ચાહકો Voot એપ અને Jio TV અને Jio સિનેમા જેવા પ્લેટફોર્મ પર મહિલા IPLનો આનંદ માણી શકશે. જો કે ડિજિટલને લઈને સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. બીજી તરફ, ટીવી પર સ્પોર્ટ્સ 18 દ્વારા પ્રસારિત થવું લગભગ નિશ્ચિત છે.

પુરુષોની IPL ફ્રેન્ચાઇઝીઓ મહિલા IPLમાં રસ દાખવ્યો
તમને જણાવી દઈએ કે પુરુષોની IPLની 10માંથી 8 ટીમોએ મહિલા IPL માટે પણ ટીમો ખરીદવામાં રસ દાખવ્યો છે. આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ જેવી ફ્રેન્ચાઈઝીના નામ સામેલ છે. આ યાદીમાં માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સના નામ જ આવ્યા નથી. આ સાથે જ આઠ આઈપીએલ ટીમો સિવાય કે જેણે રસ દર્શાવ્યો છે, અન્ય લોકો પણ મહિલા આઈપીએલ ટીમ માટે ટેન્ડર ખરીદી શકે છે, જેનું વેચાણ 3 જાન્યુઆરીથી શરૂ થયું હતું. જ્યારે આમાંથી માત્ર પાંચને જ સફળતા મળી શકે છે. 

BCCI દ્વારા 25 જાન્યુઆરીએ જાહેરાત કરવામાં આવશે કે પાંચ ટીમોના માલિકી હક્ક કોને આપવામાં આવ્યા છે. BCCIએ મહિલા IPL ટીમો માટે 10 શહેરોની યાદી જાહેર કરી છે, જેમાંથી પાંચ શહેરોની પસંદગી કરવામાં આવશે. મહિલા IPL ટીમોની બોલી માટે કોઈ આધાર કિંમત રાખવામાં આવી નથી. ફક્ત તે જ કંપનીઓ અથવા પેઢીઓ બોલી લગાવી શકે છે, જેમનું 31મી માર્ચ 2022ના રોજ ઓડિટેડ મૂલ્ય ઓછામાં ઓછું 1000 કરોડ છે. આ બોલી 10 વર્ષ (2023 થી 2032) માટે માન્ય રહેશે.

માર્ચમાં મહિલા આઈપીએલ શરૂ થઈ શકે છે
તમને જણાવી દઈએ કે હવે ટૂંક સમયમાં જ મહિલા આઈપીએલ 2023 સીઝન માટે પણ ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. જો કે તેની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. મહિલા આઇપીએલની આગામી સિઝનનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે આ ટૂર્નામેન્ટ આ વર્ષે 3થી 26 માર્ચ વચ્ચે યોજાઈ શકે છે. આ સિઝનમાં ફાઇનલ સહિત કુલ 22 મેચ થઇ શકે છે.

.

Most Popular

To Top