Sports

શું ધ્રુવ જુરેલ અને સરફરાઝના BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ફેરફાર થશે? જાણો…

મુંબઇ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બુધવારે 28 ફેબ્રુઆરીએ તેના વાર્ષિક કેન્દ્રીય કરારની (Annual central contract) જાહેરાત કરી હતી. નવા કરારમાં 30 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇશાન કિશન અને શ્રેયસ અય્યરને બોર્ડના આદેશનું પાલન ન કરવાને કારણે પરિણામ ભોગવવું પડ્યું હતું. તેમને કેન્દ્રીય કરારની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

દરમિયાન 11 એવા ખેલાડીઓ છે જેમને BCCI દ્વારા પ્રથમ વખત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમા સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ, જેમણે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, તેમને પણ બોર્ડ કોન્ટ્રાક્ટ મળવાની સંભાવના હતી. પરંતુ તેઓ માત્ર થોડા પોઇન્ટથી પાછળ રહી ગયા હતા. પરંતુ તેઓને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ 5મી ટેસ્ટ બાદ આ કોન્ટ્રેક્ટમાં સામેલ કરવામાં આવશે. સરફરાઝે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે જુરેલે 46 રન ફટકાર્યા હતા.

સરફરાઝ અને જુરેલને આ કામ કરતાની સાથે જ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળશે
સફરાઝ અને જુરેલે રાજકોટ ટેસ્ટમાં એક સાથે ડેબ્યૂ કર્યું હતું. બંને ખેલાડીઓએ અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમી છે. આવી સ્થિતિમાં તેઓ બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે યોગ્ય ન હતા. બોર્ડે વાર્ષિક કોન્ટ્રાક્ટમાં એવા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે જેમણે નિર્ધારિત સમયમાં ઓછામાં ઓછી 3 ટેસ્ટ અથવા 8 ODI અથવા 10 T20I મેચ રમી છે. આવી સ્થિતિમાં જો સરફરાઝ-જુરેલ ઈંગ્લેન્ડ સામે 7 માર્ચથી ધર્મશાલામાં શરૂ થઈ રહેલી પાંચમી ટેસ્ટમાં પ્રદર્શન કરશે તો તેમને સેન્ટ્રલ કરાર મળશે.

આ ગ્રેડમાં સમાવેશ કરવામાં આવશે
જે ખેલાડીઓ BCCI માપદંડ (3 ટેસ્ટ અથવા 8 ODI અથવા 10 T20I)ને પૂરા કરે છે તેઓ આપમેળે ગ્રેડ Cમાં સમાવિષ્ટ થાય છે. આ મુજબ સરફરાઝ અને જુરેલને ધર્મશાલા ટેસ્ટ રમવાની સાથે જ ગ્રેડ C સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળશે. આ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને BCCI વાર્ષિક 1 કરોડ રૂપિયા ચૂકવે છે.

રાંચી ટેસ્ટમાં ધ્રુવ જુરેલ હીરો તરીકે ઉભરી આવ્યો હતો
અગાઉ સરફરાઝ ખાને ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. સરફરાઝ ખાને તેની ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પચાસ રનના આંકને સ્પર્શ કર્યો હતો. તેમજ તેણે રાજકોટ ટેસ્ટના પ્રથમ દાવમાં 66 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 62 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો.

દરમિયાન રાંચી ટેસ્ટમાં ધ્રુવ જુરેલે પોતાની શાનદાર રમતથી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ધ્રુવ જુરેલે પ્રથમ દાવમાં 90 રનની ઇનિંગ રમી હતી. આ પછી તેણે બીજા દાવમાં મુશ્કેલ સમયમાં શુભમન ગિલ સાથે શાનદાર ભાગીદારી કરી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ ધ્રુવ જુરેલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top