Sports

પાકિસ્તાની કેપ્ટન બાબરનાં પ્રાઈવેટ વીડિયો અને ફોટો થયા શેર! છોકરી સાથે…

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) કેપ્ટન બાબર આઝમ છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓમાં હતાં જો કે આજરોજ આજે બીજું એક કારણ આમાં સામેલ થયું છે. જણાવી દઈએ કે બાબરના મેચમાં (Match) ખરાબ પ્રદર્શનના કારણે તે છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં હતો. જયારે આજરોજ બીજી તરફ તે કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ બાબરના કેટલાય ખાનગી વીડિયો તેમજ ફોટો સોશિયલ મીડિયામાં લીક થયા છે. એક વીડિયોમાં તે છોકરી સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને જોતા જ બાબર પણ સ્તબધ થઈ ગયો છે. જાણકારી મુજબ એક ટ્વિટર પોસ્ટમાં બાબર એક છોકરી સાથે સંબંધ બનાવતો હોય તેવો વીડિયો તેમજ ફોટા સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ રહ્યાં છે. જો કે આ અંગે પુષ્ટિ થઈ નથી.

સોમવારના રોજ વાયરલ થયેલા આ વીડિયો પાકિસ્તાની ટીમમાં હલચલ મચાવી છે. કેટલાક ચાહકોએ આ ધટના અંગે જણાવ્યું હતું કે બાબરનું ચરિત્રને ખરાબ બતાવવા માટે આવું કરવામાં આવ્યું છે. જેના કારણે ચાહકોએ #WeStandWithBabar તેમજ #StayStrongerBabarAzam જેવા હેશટેગને પણ ટ્રેંડમાં લાવ્યા છે. ધણાં લોકોનું કહેવું છે કે આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને મોર્ફ કરવામાં આવ્યો છે. કારણકે વીડિયોમાં બાબરના હોઠોની કાઈ મૂવમેન્ટ જોઈ શકાતી નથી.

ધણાં લોકોએ કહ્યું કે આવી અફવાઓથી સાવધાન રહેવું જોઈએ. કોઈ સબૂત વગર આવા વીડિયોને શેર ન કરવા જોઈએ. જયારે અન્ય ચાહકોએ કહ્યું કે અમને ખબર છે કે બાબર ખૂબ જ સારા માણસ છે. તે આવી હરકત કયારેય પણ ન કરી શકે. જયારે ધણાં યુઝર્સનું કહેવું છે કે કોઈ પણ સબૂત વગર કંઈક બોલવું તેમજ કોઈની પર્સનલ લાઈફ અંગે બોલવું ન જોઈએ. આ એક એડિટ કરેલો વીડિયો છે. જે બાબરને હેરાન કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

Most Popular

To Top