Columns

પરીક્ષા માટે ઉપયોગી પ્રયોગ

ભણતી વખતે એક વિદ્યાર્થી સમક્ષ માત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ (પાસ)થઇ જવું જ સર્વોપરિ ઉદ્દેશ હોયછે. એટલા માટે તે બધા જ સંભવિત પ્રયાસ કરે છે. અનેક વિદ્યાર્થીઓ યંત્ર-મંત્ર-તંત્રના તાવીજનો ઉપયોગ કરતા જોવા મળે છે. દેવી-દેવતાઓને ભોગ, પ્રસાદ ચઢાવો, નારિયેળ, દાન-દક્ષિણ ચઢાવતા અને આપતાં જોવા મળે છે. જે સમય ભણવામાં કાઢવો જોઈએ તે સમય તે વ્યર્થ કાર્યોમાં પસાર કરે છે.

હું એક સરળ ઉપાય આ હેતુ માટે સ્પષ્ટ કરી રહ્યો છું. વિદ્યાર્થી તેનો ઉપયોગ કરે, અવશ્ય સફળતા તેના પગ ચૂમશે. પરંતુ ભણવામાં સંપૂર્ણ મનોયોગ લગાડવો પણ આવશ્યક છે. પરીક્ષાથી લગભગ એક મહિનો અથવા 20-25 દિવસ પહેલા જે પણ બુધવાર આવે, તે દિવસે સવારે નિત્ય ક્રિયાથી પરવારીને સ્નાનાદિ કરી પુજા- અર્ચના કરી, સ્વચ્છ ધોયેલાં વસ્ત્ર પહેરી લેવાં. આસપાસ કે દૂર કયાંયે જયાં ગણપતિ કે સરસ્વતીનું મંદિર હોય ત્યાં અગરબત્તી પ્રગટાવવી, ધૂપ-દીપ કરીને પૂર્વાભિમુખ બેસીને નીચેના મંત્રની પાંચ માળા જપ કરવી:-
ઓમ એકદન્ત મહાબુદ્ધિ: સર્વસૌભાગ્યદાયક :
સર્વસિદ્ધિ કરી દેવા, ગૌરીપુત્રો વિનાયક:

પરીક્ષામાં પાસ થવા સુધી તેને નિયમિત રાખવું, જે સમયે પ્રશ્નપત્ર કરવા બેસો, ત્યારે 5 વાર આ મંત્રનું ઉચ્ચારણ કરી લેવું. પરીક્ષામાં ચોક્કસ સફળતા મળશે.
ઉપરોકત સાધનાની જેમ જ પરીક્ષાના રદ દિવસ પૂર્વે મંગળ કે શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં અગરબત્તી પ્રગટાવવી. શુદ્ધ થઇને પવિત્ર મનથી મંત્રની એક માળા રોજ નીચેના મંત્રની ફેરવવી. એવું તમે ત્યાં સુધી કરતા રહો જયાં સુધી તમોને પરીક્ષા ફળ ના મળે.
પરીક્ષા પ્રશ્ન પત્ર પ્રારંભ કરતા પહેલાં પાંચ વાર મનમાં ને મનમાં જ નીચેના મંત્રનું ઉચ્ચારણ કરવું:-
ઓમ બુદ્ધિ હીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર.
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ કલેશ વિકાર..

Most Popular

To Top