Vadodara

સયાજીગંજના આનંદ કોમ્પલેક્ષમાં એટીએસની
રેઇડ : 1 કિલો ડ્રગ્સ-કેમિકલના 12 બેરલ ઝડપાયાં

વડોદરા: સિંધરોટ ગામમાંથી ઝડપાયેલા એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ નવા થયેલા ખુલાસામાં અ્ન્ય ત્રણ આરોપીને ઝડપ્યા હતા. ત્યારે સોમવારે આરોપીઓની સાથે રાખીને એટીએસની ટીમ, એસઓજી અને એફએસએલની ટીમ સાથે સયાજીગંજના આનંદ કોમ્પલેક્ષમાં તપાસ શરૂ કરી હતી. જેમાં એક કિલો એમડી ડ્રગ્સ અને કેમિકલના 12 બેરલ મળી આવ્યા હતા. જે બેરલ સહિત અન્ય સામાન પણ કબજે લઇને એટીએસ દ્વારા તપાસ માટે મોકલી આપ્યા છે.

ગુજરાત એટીએસની ટીમે વડોદરા નજીક આવેલા સિંધરોટ ગામની કોતરમાં દરોડો પાડીને એમડી ડ્રગ્સ બનાવતી પતરાની ફેક્ટરી ઝડપી પાડી હતી. જેમાં પાંચ આરોપીઓ સૌમિલ સુરેશચંદ્ર પાઠક, શૈલેષ ગોવિંદ કટારિયા, વિનોદ ઉર્ફે પપ્પુ રમણ માછી અને ભરત ભીખા ચાડવાની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. એટીએસની ટીમ દ્વારા આરોપીઓની કડકાઇથી પૂછપરછ કરતા આરપી રાજુગીરી કૃપાગીરી રાજપૂત (ઉં.વ. 51 રહો પાયલ કોમ્પલેક્ષ વાકળ સેવા કન્દ્રની સામે સયાજીગંજ)ની ભાગીદારીમાં આનંદ કોમ્પલક્ષના પાંચ માળેથી શેરબ્રોકિંગની ઓફિસમાંથી એમડી બનાવવાનું યુનિટ પકડાયું હતું. જેમાં ઘણી સ્ફોટક વિગતો બહાર આવી હતી.

જેમાંથી ડ્રગ્સ સહિત કેમિકલ પણ પકડવામાં આવ્યું હતું. ત્યારબાદ એક ડ્રગ બનાવવાની લેબ સામાન સહિત પકડાઇ હતી. જેને એટીએસ દ્વારા સીલ કરાઇ હતી. આમ એટીએસની ટીમે અત્યાર સુધીમાં 700 કરોડ ઉપરાંતનું એમડી ડ્રગ્સ કબજે કરાયું હતું. સોમવારે ગુજરાત એટીએસની ટીમે ફરી 3 આરોપીઓને સાથે રાખીને સયાજીગંજની રોઝરી ટોકીજ સામે આવેલા આનંદ કોમ્પલેક્ષમાં બીજા માળના ફ્લેટમાં એસઓજી અને એફએસએલની ટીમની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ફ્લેટમાંથી એક કિલો એમડી ડ્રગ્સ અને કેમિકલના 12 બેરલ મળી આવ્યા હતા.

તાજેતરમાં ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા
ગુજરાત એટીએસની ટીમે ગત બુધવારે જ ડ્ર્ગ્સ કેસમાં આરોપીઓ રાજુ કૃપાગીર રાજપૂત, યોગેશ નંદકિશોર તડવી અને અનિલ રામજી પમરારની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ ત્રણ આરોપીઓને વધુ પૂછતાછ માટે વડોદારની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 21 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન કરેલી પુછતાછમાં સયાજીગંજના આનંદ કોમ્પલેક્ષમાં ડ્ર્ગ્સ બનાવાતું હોવાની વાતનો ઘટસ્ફોટ થતા પોલીસ ત્યાં સોમવારે તપાસ શરૂ કરી હતી.

આતંકી સંગઠનો સાથે કનેક્શન હોવાની શંકા
એમડી ડ્રગ્સ પ્રકરણમાં દિવસે દિવસે નવા સ્ફોટક ખુલાસા બહાર આવી રહ્યા છે. જેથી ડ્રગ્સ માફિયા દ્વારા દેશના યુવાધનને ખોખલુ કરી બરબાદ કરતા ડ્રગ્સનું ઉત્પાદન શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં કરાઇ રહ્યું છે. આતંકવાદી સંગઠનનું કનેકશન હોવાની શંકા નકારી શકાય તેમ નથી

Most Popular

To Top