Gujarat Main

ધો. 9થી 12ની પ્રિલીમ પરીક્ષાના શિડ્યુલમાં મોટો ફેરફાર, હવે આ તારીખથી શરૂ થશે પરીક્ષા

સુરત : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં ધોરણ-9થી 12ની પ્રિલિમનરીનરી પરીક્ષા આગામી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે યોજાનારી છે. પરંતુ 27મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) પરીક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha) કાર્યક્રમ યોજાનારો છે. આમ, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અને પ્રિલિમનરી પરીક્ષા (Preliminary Exam) બંને સાથે આવતા વિદ્યાર્થીઓને (Student) તકલીફ પડી રહી હતી. જેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રિલિમનરીનરી પરીક્ષાની તારીખ બદલી છે.હવે સ્કૂલોએ પ્રિલિમનરી પરીક્ષા 28 જાન્યુઆરીથી છઠ્ઠી ફેબ્રુઆરી દરમિયાન લેવાની રહે છે.

  • પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને કારણે સ્કૂલોએ પ્રિલિમ પરીક્ષા 27ને બદલે 28 જાન્યુઆરીથી લેવાની રહેશે
  • પ્રિલિમનરી પરીક્ષાને કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ છોડે તેવી સ્થિતિમાં હતાં

માર્ચમાં બોર્ડની પરીક્ષાનો દોર શરૂ થાય, એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરીએ બાળકો સાથે પરીક્ષા પે ચર્ચા કરશે. એટલું જ નહીં, શિક્ષકો અને વાલીઓ સાથે સાથે પણ વાત કરશે. આ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ જૂએ તેવી વ્યવસ્થા સ્કૂલોએ કરવાની રહેશે. પરંતુ આવી વ્યવસ્થા વચ્ચે જ એક સમસ્યા ઊભી થઈ છે. આગામી 27 જાન્યુઆરીથી ચોથી ફેબ્રુઆરી દરમિયાન જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-9થી 12ની પ્રિલિમનરી પરીક્ષા શરૂ થનારી છે. આમ પરીક્ષા પે ચર્ચા અને પ્રિલિમનરી પરીક્ષા બંને સાથે શરૂ થતા વિદ્યાર્થીઓને તકલીફ પડે એમ હતું.

વિદ્યાર્થીઓ પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ છોડે તે સ્થિતિમાં હતા. જેથી સ્કૂલ સંચાલક મંડળો, વાલી મંડળો, આચાર્ય મંડળો અને શિક્ષક મંડળોની રજૂઆતને જોતા ગુજરાત શિક્ષણ બોર્ડે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી હતી કે, 27 જાન્યુઆરીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હોવાને કારણે સ્કૂલોએ ધોરણ-9થી 12ની પ્રિલિમનરી-દ્વિતીય પરીક્ષા આગામી 28 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરીની વચ્ચે લેવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી તારીખ પ્રમાણે પ્રિલિમનરી-દ્રિતિય પરીક્ષા લેવાની રહેશે.

Most Popular

To Top