Charchapatra

બચતો પરના વ્યાજદર ઘટાડી સરકારે જીવનનિર્વાહ મુશ્કેલ કર્યો

તાજેતરમાં કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓના વ્યાજના દરમાં વધારો ર્યો છે, પરંતુ તેમાંથી પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાને બાકાત રાખવામાં આવ્યા છે. આ બંને યોજનાના વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મધ્યમવર્ગીય નોકરીયાત વર્ગ પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મોટા પાયે રોકાણ કરે છે. પરંતુ સરકારે તેના વ્યાજના દરમાં વધારો નહીં કરતાં તેમને બેવટો માર પડ્યો છે. કેમકે એક તરફ રીઝર્વ બેંક સતત રેપોરેટમાં વધારો કર્યા કરે છે તેથી બેંક લોનના વ્યાજના દર વધી ગયા છે. અને હોમલોન અને વ્હીકલ લોનના હપ્તા વધી ગયા છે, તો બીજી તરફ બચતના વ્યાજના દર વધતા નથી. દેશમાં તમામ પ્રકારની બચત યોજનાના વ્યાજના દર એટલા તો હોવા જ જોઈએ કે જેથી વૃદ્ધા અને વ્યાજની આવક ઉપર જ જીવન નિર્વાહ કરનારાઓ સન્માનીય રીતે જીવન ગુજારી શકે.
પાલનપુર. – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

જોશી મઠ અને તેના નિવાસીઓને બચાવો
ભારતનું નંદનવન, આસ્થાનું કેન્દ્ર અને ખૂબસુરત કુદરત સાથે તાદાત્મ્ય ધરાવતું જોશીમઠ આજે સંકટની ધાર પર ખડું છે. પહાડોના ઢળાવ પર બનેલા મકાનો આજે ક્ષતિ પામી રહ્યા છે. આજે જોખમકારક થઈ ગયું છે.  આમ પણ હિમાલય જળકૂત ખડકનો બનેલો છે. ધરતીનો ભાગ સમુદ્રમાંથી ઉપસી આવેલો તે હિમાલય. આજે પણ ત્યાંની જમીન એટલી સખત કે મજબૂત નથી પણ ભભરી છે. પશ્ચિમ ઘાટ કે દક્ષિણના લાવા જેવા ખડકો અહીં નથી. તળપદી પ્રજા સાથે હરિ અને હર નો નિવાસ છે. ધાર્મિક આસ્થાનું કેન્દ્ર પણ છે. તિકરીબંધ જ્યારે બંધાતો હતો ત્યારે પર્યાવરણ પ્રેમીઓએ આનો વિરોધ કરેલો. આજે આધુનિક મકાનો-પુલ-બંધ વગેરેની ભરમાર વધી રહી છે. નિસર્ગ સાથે છેડછાડ થઈ રહી છે. વૃક્ષો કપાતા જાય છે. જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. જેથી મકાનોમાં તરાડ પડી રહી છે. કેવી રીતે લોકોને બીજી જગ્યાએ ખસેડી શકીશું ? ! પોતાના ઘર સાથે સંવેદનાઓ જોડાયેલી હોય છે. તેથી માનવી બિચારો લાચાર બની જાય છે.
સુરત     – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top