World

યુએસ: કેલિફોર્નિયા અને ફ્લોરિડામાં ફાયરિંગ, 1 બાળક સહિત 6ના મોત

નવી દિલ્હી: અમેરિકાના (America) કેલિફોર્નિયા (California) સિવાય ફ્લોરિડામાં (Florida) ફરી એકવાર ફાયરિંગની (Shootings) ઘટના સામે આવી છે અને તેમાં એક બાળક સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લોરિડામાં હુમલાખોરોએ માર્ટિન લ્યુથર કિંગ ડેની ઉજવણી કરી રહેલા લોકોને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો હતો, જ્યારે કેલિફોર્નિયામાં, તુલારે કાઉન્ટીના ગોશેનમાં ગોળીબારમાં 6 લોકોના મોત થયા.

મળતી માહિતી અનુસાર કેલિફોર્નિયા અને ફ્લોરિડામાં જાહેરમાં ગોળીબારની ઘટના બની હતી. આ બંને ઘટનામાં 6 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી ઘટના સ્થળ પર જ પાંચ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન એકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. અચાનક ગોળીબાર થતા લોકોમાં ગભરાઈ ગયા હતા અને દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલ પોલીસ તેમજ એમ્બ્યુલસ ઘટનાસ્થળે પહોંચી ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

કેલિફોર્નિયામાં ગોળીબારમાં એક મહિલા સહિત છના મોત
સેન્ટ્રલ કેલિફોર્નિયામાં ગોળીબારના પીડિતોમાં એક 17 વર્ષની માતા અને છ મહિનાનું બાળક સામેલ છે. ગોશેનમાં હાર્વેસ્ટ રોડના 6800 બ્લોકમાં સ્થાનિક સમય અનુસાર સોમવારે સવારે 3:30 વાગ્યા પછી ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ ડેપ્યુટીઓને ઘરે બોલાવવામાં આવ્યા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર ફાયરિંગની તપાસ કરવામાં આવી રહી છે.

જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
અહેવાલ જણાવે છે કે ઘટનાસ્થળે પહોંચ્યા પછી, ડેપ્યુટીઓએ બે લોકો શેરીમાં અને ત્રીજા ઘરના દરવાજા પર મૃત જોયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. સત્તાવાળાઓ માને છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા બે શંકાસ્પદ સંડોવાયેલા છે.

ફ્લોરિડામાં માર્ટિન લ્યુથર કિંગ ડેની ઉજવણી કરી રહેલા લોકો પર ફાયરિંગ
અમેરિકાના ફ્લોરિડામાં હુમલાખોરોએ માર્ટિન લ્યુથર કિંગ ડેની ઉજવણી કરી રહેલા લોકોને નિશાન બનાવ્યા હતા અને ઘટનામાં સામેલ આઠ લોકોને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ લોકો ભયભીત થઈ ગયા હતા અને જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ફાયરિંગ બાદ લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળી રહ્યા છે.

Most Popular

To Top