મગરો અને પશુઓના વસવાટવાળી નદીમાં જોખમી કચરો ઠાલવાતા પર્યાવરણ સામે ખતરો: જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ વડોદરા: શહેરના પાદરે આવેલા જાંબુઆ ગામ...
ડ્રગ્સ મૂકીને બે ભાઈઓને ફસાવવાના કાવત્રામાં મહત્વની ભૂમિકા હોવાનો આક્ષેપ સરકાર તરફે એડવોકેટ હિતેશ એલ. ગુપ્તાની ધારદાર દલીલોપ્રતિનિધિ, વડોદરા તા. 3વર્ષ 2006ના...
કરમસદ – આણંદ મહાનગરપાલિકા દ્વારા આશિષ ચાઇનીઝ કિંગ અને અલ – હબીબી ફાસ્ટ ફૂડ હબ સામે કાર્યવાહી આણંદ.કરમસદ – આણંદ મહાનગરપાલિકાના કમિશનરની...
મંગળવારે સાંજે કોમ્પ્લેક્સમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા રહીશોમાં ફફડાટ, ફાયર બ્રિગેડની બે ગાડીઓએ ભારે જહેમત બાદ આગ ઠારી વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યું છે. તેમના અધિકૃત યુટ્યુબ એકાઉન્ટે 30 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સનો આંક પાર કર્યો...
ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન સૈયદ માજિદ ઇબન અલ-રેઝાના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન...
અમેરિકા અને ઇઝરાયલે શનિવારે ઇરાન સામે સંયુક્ત સૈન્ય કાર્યવાહી શરૂ કરતાં પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સંઘર્ષ દરમિયાન ઇરાનના સર્વોચ્ચ...
અમેરિકા-ઈરાન તણાવ અને સંભવિત સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઉછળ્યા છે અને બ્રેન્ટ ક્રૂડ 82 ડોલર પ્રતિ બેરલને પાર ગયો...
મિડલ ઇસ્ટમાં વધી રહેલા સંઘર્ષ અને હુમલાઓની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાડી ક્ષેત્રના અગ્રણી નેતાઓ સાથે સતત સંપર્ક સાધ્યો છે અને હાલ...
અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓ અને નીચલી અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળમાંથી ઝડપી લીધો છે. ‘ખાલિસ્તાન’ના...
Board of Secondary Education Andhra Pradesh દ્વારા AP SSC 10મા ધોરણની બોર્ડ પરીક્ષા 2026 માટે હોલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. નિયમિત,...
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત પ્રકરણમાં કાયદાકીય કાર્યવાહી વધુ ગતિમાન બની છે. કેસમાં મુખ્ય આરોપી ગણાતી Poonam Bhadoriya દ્વારા દાખલ કરાયેલી...
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલી સેના લેબનોનમાં પ્રવેશી છે. સતત બીજા દિવસે ઈઝરાયલે લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહને નિશાન બનાવીને અનેક...
પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સતત ગંભીર બનતો જઈ રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાઓ પછી પરિસ્થિતિ સંપૂર્ણ યુદ્ધની કગાર પર પહોંચી ગઈ...
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધસમાન તણાવ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વમાં ફસાયેલા 580 ભારતીય નાગરિકોને...
મિડલ ઇસ્ટ ભડકે બળી રહ્યું છે, ઇરાન -ઇઝરાઇલ વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિએ હવે વૈશ્વિક હવાઈ મુસાફરીને સીધી અસર કરી છે. ઇઝરાયલ...
વેડ રોડ પર પાંચ ટન યાર્ન ભસ્મ, બીજો માળ પૂરો ખાક:Surat શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી લૂમ્સ ફેક્ટરીમાં ગત મોડી રાત્રે ભીષણ...
મિડલ ઇસ્ટમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા ધમાસાણ યુદ્ધ અને એમાંય આ યુદ્ધમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના હવાઈ હુમલામાં મોત...
ગાંધીનગર : મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે અનેક દેશોમાં એરસ્પેસ બંધ...
સુરત : ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનાની તથા તેમની સાથે અન્ય લોકોના થયેલ મોતને લઈ ભાવનગર ખોજા શિયા સમાજ દ્વારા...
અમદાવાદ : તીર્થધામ સાળંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો....
ગાંધીનગર: હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ...
ગાંધીનગર : રાજ્યને જીએસટી હેઠળ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન ૭,૫૯૮ કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષની સમાન અવધિ દરમિયાન મળેલ રૂ. ૬,૩૯૬...
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ઈરાનમાં પરમાણુ કિરણોત્સર્ગની સંભાવના અંગે ચિંતાઓ ઉભી થઈ રહી છે. બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકમાં આંતરરાષ્ટ્રીય...
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના નોટિફિકેશન અને મહેસૂલ વિભાગના નિયમોને ધ્યાને રાખીને આગામી તા. ૧૧ મેથી ૭ જૂન, ૨૦૨૬ દરમિયાન ઉનાળું વેકેશન જાહેર કરવામાં...
અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલએ હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી...
ગાંધીનગર: રાજકોટમાં રવિવારે સૌરાષ્ટ્ર રિજનની મહત્વપૂર્ણ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજકોટ,...
મુવાલ ગામના દેવ પટેલ અને કૃપાલી રાઠોડનો અકસ્માતમાં દુઃખદ અંતકારની ટક્કરથી ફંગોળાયેલું બાઇક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઘુસ્યુંઆણંદ :આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલા...
પ્લોટ મુદ્દે દબાણ અને ધમકી: ચિરાગ ગોટી સહિત ત્રણે આરોપી વિરુદ્ધ ફરિયાદ સુરત શહેરમાં માથાભારે ગણાતા ચિરાગ ગોટી વિરુદ્ધ ફરી એકવાર ધમકી...
ખેડૂતોના હિત માટે બનેલી સેવા સહકારી મંડળી આજે વટવૃક્ષ બની છે બુટવાડા જેવા નાનકડા ગામમાં જ્યારે ખેડૂતોને ગામમાં જ સરળતાથી ખાતર અને...
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
દાહોદના ગોડી રોડ પર પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ
આજે RCB vs GT વચ્ચે ટક્કર, પાટીદાર-ગિલની કેપ્ટનશીપ પર નજર
વડોદરામાં ‘વન ડે વન રોડ’ અભિયાન હેઠળ નીલાંબર સર્કલથી યશ કોમ્પ્લેક્સ સુધીનો માર્ગ કરાયો ચકાચક
વડોદરા જિલ્લામાં ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ
હવે સાઇબર કેસથી કોર્ટ સુધી એક જ છત હેઠળ ઉકેલ, 63SATS અને PDA વચ્ચે મોટી ભાગીદારી
બંગાળમાં બમ્પર મતદાન બાદ અમિત શાહનો દાવો: ‘દીદી જઈ રહી છે, ભાજપ આવી રહી છે’
સાવલીમાં કેતન ઈનામદાર વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ, રાત્રે 12 વાગ્યા સુધી ગજવી સભાઓ
મગરો અને પશુઓના વસવાટવાળી નદીમાં જોખમી કચરો ઠાલવાતા પર્યાવરણ સામે ખતરો: જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ


વડોદરા: શહેરના પાદરે આવેલા જાંબુઆ ગામ પાસેથી પસાર થતી નદીમાં અજાણ્યા શખ્સો દ્વારા મોટા પાયે મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભય સાથે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. નદીમાં વપરાયેલી સિરીંજ, ગ્લુકોઝની બોટલો, પાટા-પિંડી અને અન્ય જોખમી બાયો-મેડિકલ વેસ્ટના કારણે જાહેર આરોગ્ય અને પર્યાવરણ સામે મોટું જોખમ ઊભું થયું છે.
જાંબુઆની આ નદી મગરો માટે કુદરતી આશ્રયસ્થાન ગણાય છે. આ ઉપરાંત, ગામના પશુપાલકો પોતાના ઢોર-ઢાંખરને પાણી પીવડાવવા માટે આ જ નદી પર નિર્ભર છે. નદીના પટમાં ફેલાયેલા આ ઝેરી કચરાને કારણે જળચર જીવો અને પશુઓના જીવ જોખમમાં મુકાયા છે. જો કોઈ પશુ ભૂલેચૂકે આ કચરાના સંપર્કમાં આવે અથવા દૂષિત પાણી પીએ, તો ગંભીર બીમારી ફેલાવવાની દહેશત વર્તાઈ રહી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, કોઈ હોસ્પિટલ કે એજન્સી દ્વારા રાત્રિના અંધકારનો લાભ લઈને આ કચરો અહીં નાખવામાં આવ્યો હોઈ શકે છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે મેડિકલ વેસ્ટના નિકાલ માટે ચોક્કસ નિયમો હોવા છતાં તેનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
ખુલ્લામાં આવો કચરો ફેંકવો એ ગુનાહિત બેદરકારી છે. ચોમાસા પહેલા અથવા વહેતા પાણીમાં આ કચરો ભળશે તો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે.
“અમારી નદીમાં અચાનક આટલો બધો મેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો તેની તપાસ થવી જોઈએ. અમારા ઢોર અહીં પાણી પીવે છે અને અહીં મગરો પણ રહે છે. આ ગંદકીથી આખું ગામ બીમાર પડી શકે છે.”
ઘટનાની ગંભીરતાને જોતા ગ્રામજનોએ માંગ કરી છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસ કરે. નદીમાંથી આ કચરો સત્વરે દૂર કરવામાં આવે અને જે પણ હોસ્પિટલ કે લેબોરેટરી આ ગેરકાયદેસર કૃત્યમાં સામેલ હોય, તેમના લાયસન્સ રદ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.