Dahod

દાહોદના ગોડી રોડ પર પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ

નૂર સ્ક્વેર એપાર્ટમેન્ટ પાછળ ખુલ્લા પ્લોટમાં લાગી આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો
સ્વીફ્ટ સહિત બે કાર બળી ખાખ, અંદાજે ₹14 લાખનું નુકસાન

દાહોદ, તા. 23
દાહોદ શહેરના ગોડી રોડ વિસ્તારમાં બપોરના સમયે અચાનક લાગેલી આગની ઘટનામાં પાર્ક કરેલી બે કાર બળી જતાં અંદાજે ₹14 લાખનું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં દાહોદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ ગોડી રોડ પર આવેલા નૂર સ્ક્વેર એપાર્ટમેન્ટ પાછળના ખુલ્લા પ્લોટમાં બપોરે આશરે 3:45 વાગ્યે અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતાં ત્યાં પાર્ક કરેલી બે કાર તેની ઝપેટમાં આવી ગઈ હતી.

આ બનાવમાં જીજે-20 એક્યુ-5239 નંબરની સ્વીફ્ટ કાર તથા જીજે-23 બીડી-2908 નંબરની બીજી કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ આકસ્મિક હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top