Top News

More Posts

   The Latest

Most Popular

ઓપરેશન પરાક્રમ” હેઠળ મોટી કાર્યવાહી


શિનોર:
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત શિનોર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. માલસર ગામે બનેલા ગુનામાં ચૂઈ ગેંગ તથા GUJCTOCના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો સામે સખત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. માલસર ગામે બનેલા બનાવમાં આરોપીઓએ ગેરકાયદેસર ટોળકી બનાવી ફરીયાદી સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

શિનોર પોલીસને મળેલી બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચૂઈ ગેંગ સાથે સંકળાયેલા અરૂણ જયેશભાઈ માછી અને રવિ ઉર્ફે કાળીયો સુભાષભાઈ માછીને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

પોલીસ રેકોર્ડ મુજબ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, મારામારી, દારૂના ગુનાઓ, અપહરણ સહિત GUJCTOC હેઠળના અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે જણાવ્યું હતું કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આવા અસામાજિક તત્વો સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: અમિત સોની

To Top