2014થી ભાજપના એજન્ડામાં પક્ષના પ્રભાવને વધારવા માટે ચૂંટણીની દ્રષ્ટિએ નવા અને અજાણ્યા વિસ્તારો કબજે કરવા તે ટોચ પર રહ્યું છે, જેમાં સાધન કરતાં સાધ્ય એટલે કે પરિણામ ગમે તે આવે બસ જીત મેળવવી વધુ મહત્વની રહી છે. જો કે પક્ષે તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં એક નિર્ણાયક જીત નોંધાવી છે, જે અત્યાર સુધી આ ભગવા પક્ષ માટે એક અજાણ્યો વિસ્તાર હતો, જો કે ચૂંટણીમાં ગેરરીતિઓના આક્ષેપો અને ફરિયાદો વચ્ચે આ આખી વાર્તા હજી પણ સામે આવી રહી છે, પરંતુ તે જ સમયે કેરળ અને તમિલનાડુમાં આ સફળતાનું પુનરાવર્તન કરવામાં તે નિષ્ફળ રહ્યો.
એક સમયે એક જ! ઘણા લોકોને લાગે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની શક્તિશાળી જોડીએ ભાજપના વર્ચસ્વ ધરાવતા હિન્દી અને હિન્દુત્વના એજન્ડાને કારણે ભાજપના વિરોધી એવા ત્રણ વિસ્તારોને એકસાથે સંભાળવાનું મોટું જોખમ લીધું હોત. એવું બની શકે કે, પરિસ્થિતિઓને જોતા દક્ષિણ ભારતને વધુ નારાજ કરવા કરતાં પશ્ચિમ બંગાળની પસંદગી સૌથી શ્રેષ્ઠ હતી. તેથી, પશ્ચિમ બંગાળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું કારણ કે પૂર્વ ક્ષેત્રમાં પક્ષનો પહેલેથી જ મજબૂત પ્રભાવ છે.
2027 માં આવનારી વિધાનસભા ચૂંટણીઓમાં પંજાબ સામેલ છે જેણે ભાજપને નકારી દીધો છે, જો કે ભૂતકાળમાં દિવંગત પીઢ નેતા પ્રકાશ સિંહ બાદલના નેતૃત્વમાં શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન કરીને તેણે પંજાબમાં કેટલોક પગપેસારો કર્યો હતો, પરંતુ પોતાના દમ પર એકલા લડવાના પ્રયાસોમાં તેણે માત્ર ગૌણ ભૂમિકા ભજવીને જ સંતોષ માનવો પડ્યો હતો. ભાજપના વર્તમાન સ્વરૂપના રાજકીય શબ્દકોશમાં આવો કોઈ શબ્દ નથી, અને એકમાત્ર મજબૂત પ્રેરક બળ એ છે કે રીલે રેસની જેમ એકબીજાના હાથમાં લાકડી બદલીને દોડવાને બદલે એકલા જ રેસ કેવી રીતે જીતવી.
પ્રથમ તો પંજાબ સાથે કેવી રીતે વ્યવહાર ન કરવો તે અંગે ચેતવણીનો એક શબ્દ! પંજાબ સાથે અતિશય નરમાશથી વ્યવહાર ન કરો અને એવા રાજકીય અને ચૂંટણીલક્ષી પ્રયોગોથી દૂર રહો જે આ રાજ્યને ફરીથી કટોકટીના આરે ધકેલી શકે છે. એ ભૂલવું ન જોઈએ કે પંજાબે ભારે મુશ્કેલીથી અને મોટી કિંમત ચૂકવીને આતંકવાદના લોહિયાળ દિવસોમાંથી પોતાની જાતને બહાર કાઢી હતી. એ પણ ન ભૂલવું જોઈએ કે, તે હાલમાં ચિંતાજનક નશાખોરીના દૂષણ અને રસ્તા પર આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે ખેતી ક્ષેત્રની મુશ્કેલીઓની પકડમાં છે.
કોઈ પણ પ્રકારના બળપ્રયોગના પ્રયાસ વિના મુક્ત અને ન્યાયી ચૂંટણી થવા દો. ચૂંટણીના જંગને પંજાબના લોકોની મુક્ત ઈચ્છા સાથે તેના કુદરતી માર્ગે ચાલવા દો.દરેક રાજકીય પક્ષને ચૂંટણીની વ્યૂહરચના બનાવવાનો પૂરો અધિકાર છે અને ભાજપને પણ છે. પક્ષ 2014થી પંજાબમાં પોતાની હાજરી નોંધાવવા માટે જોરદાર પ્રયાસો કરી રહ્યો છે પરંતુ તેમાં લગભગ કોઈ સફળતા મળી નથી.
આ હારી જવાની નિરાશાને અન્ય તમામ બાબતો પર હાવી થવા ન દો. કોઈ પણ વિશ્વસનીય સ્થાનિક નેતૃત્વ વિના હાઈ-પ્રોફાઈલ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાથી ભાજપને પોતાના પગ જમાવવામાં કોઈ ફાયદો થયો નથી. આ સમગ્ર સમય દરમિયાન તેમનો શહેરી આધાર (મોટાભાગે આરએસએસના સમર્થકો) ભાજપ-અકાલી દળના ગઠબંધન અને કોંગ્રેસ વચ્ચે ઝોલા ખાતો રહ્યો. કટોકટીના સમયે સ્થાનિક પરિબળોને કારણે ભાજપ અથવા અકાલી દળ સામેના ગુસ્સામાં તેઓએ વૂહરચના પૂર્વક કોંગ્રેસને મત આપ્યો હતો.
આ ઉપરાંત, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન 70 વખત પંજાબની મુલાકાત લીધી છે. પાઘડી પહેરીને (જે શીખ ધર્મનું પ્રતીક છે), અહેવાલો મુજબ તેઓ પંજાબી પણ શીખી રહ્યા છે, તેઓ 31 ટકા વસ્તી ધરાવતા અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસીમાં ભાજપની સ્થિતિ મજબૂત કરવા માટે નીકળ્યા હોય તેવું લાગે છે. જો કે તેઓ પોતે ઓબીસી વર્ગના છે પરંતુ પંજાબમાં તેમનો કોઈ મોભો કે વજૂદ નથી.
જો કે, ત્યારથી ભાજપ એક અલગ જ માર્ગ પર આગળ વધ્યો છે, જે મહારાષ્ટ્રમાં અને હવે પશ્ચિમ બંગાળમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે, જ્યાં અન્ય સ્થાપિત પક્ષોમાંથી નેતાઓની આયાત કરીને બહુમતીની હેરાફેરી કરવામાં આવે છે. આની શરૂઆત બે વર્ષ પહેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતા કેપ્ટન અમરિન્દર સિંહ તેમના નજીકના સહયોગીઓ સાથે ભાજપમાં જોડાયા ત્યારે થઈ હતી. પાછળથી, લુધિયાણાના ભૂતપૂર્વ કોંગ્રેસના સાંસદ અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહ (જેમની હોદ્દા પર હતા ત્યારે આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી) ના પૌત્રનો પણ ભાજપના મોવડીઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને રાજ્યસભાના માર્ગે કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
વાસ્તવિક સ્તરે આવા પગલાંથી ભાજપના નસીબમાં કોઈ ફેરફાર થયો નથી અને તેના બદલે તેઓ લોકોથી વધુ વિમુખ થયા છે. કેપ્ટન અમરિન્દર સિંહનો સુવર્ણકાળ હવે વીતી ગયો છે અને ભાજપના નેતૃત્વ દ્વારા તેમને નારાજીમાં જ છોડી દેવામાં આવ્યા છે. બિટ્ટુએ પંજાબના લોકોની નજરમાં પોતાની છબી ખરાબ કરી છે, જેઓ માત્ર મહાન બલિદાન આપવા માટે જ નહીં પરંતુ શહીદોનું સન્માન કરવા માટે પણ જાણીતા છે. કોંગ્રેસ, અકાલી દળ કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા અન્ય તમામ પરચૂરણ નેતાઓ પણ એક જ હોડીમાં સવાર છે એટલે કે બધાની સ્થિતિ સરખી જ છે.
આ સંજોગોમાં ગૃહમંત્રી અમિત શાહની એ જાહેર જાહેરાતને ગંભીરતાથી લેવી પડશે કે ભાજપ તમામ 117 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખીને એકલા હાથે ચૂંટણી લડશે. આવા નિવેદનો સામાન્ય રીતે તેમના મનોવૈજ્ઞાનિક યુદ્ધનો એક ભાગ હોય છે, પરંતુ તે પશ્ચિમ બંગાળ જેવી જ કોઈ સંભવિત વ્યૂહરચનાનો સંકેત પણ આપે છે. આ ચૂંટણી ઝડપથી બદલાતા સામાજિક અને ધાર્મિક વાતાવરણ વચ્ચે યોજાઈ રહી છે. રાજ્ય ધર્માંતરણના મુદ્દાઓ અને ગ્રામીણ, પંથક તેમજ શહેરી વસ્તી વચ્ચે બદલાતા સત્તાના સમીકરણોનો સામનો કરી રહ્યું છે. પંજાબના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને લઘુમતી સમુદાયો, અનુસૂચિત જાતિઓ અને વિશાળ શીખ વસ્તીની ચિંતાઓને દૂર કરતું સંતુલન શોધવું એ લાંબા ગાળાની શાંતિ અને સૌહાર્દ માટે એક વ્યૂહાત્મક જરૂરિયાત છે.
મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી પોતાનો ગઢ બચાવવા માટે સખત સંઘર્ષ કરી રહી હોવાથી તમામ 117 બેઠકો પર એક અનોખો બહુકોણીય જંગ જોવા મળવાની સંભાવના છે. ચારેબાજુથી થતા હુમલાઓ સામે પોતાના શાસન મોડેલનો બચાવ કરતી આમ આદમી પાર્ટીનો સામનો પોતાનો પરંપરાગત ગઢ પાછો મેળવવાના દ્રઢ સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલી કોંગ્રેસ સામે છે.
આ જ સમયે, શિરોમણી અકાલી દળ પોતાના રાજકીય પુનરુત્થાન માટે લડી રહ્યું છે, જ્યારે ભાજપ આ ખેતીપ્રધાન રાજ્યમાં પોતાનો પ્રભાવ વધારવા માગે છે. આ ચૂંટણી ગંભીર આર્થિક પડકારો, કૃષિ ક્ષેત્રના મુદ્દાઓ અને આમ આદમી પાર્ટીની કલ્યાણકારી યોજનાઓ તેને સતત બીજી ટર્મ અપાવી શકે છે કે નહીં તેના પર ટકેલી છે. વર્તમાન પરિસ્થિતિઓમાં કોઈ પણ પ્રકારની હેરાફેરી કે કાવાદાવા માટે બહુ ઓછી અથવા બિલકુલ જગ્યા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.