ચાંગા: ચારૂસેટ કેમ્પસના અગ્રણી દિલાવર દાતા અને અમેરિકા સ્થિત સ્વ. પનુભાઈબી. પટેલ (મહેળાવ/USA) ની શ્રધ્ધાંજલિ સભા ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં...
બોરસદ: આણંદની જીલ્લા પંચાયત સહિત વિવિધ તાલુકાઓમાં યોજાનાર પંચાયતીરાજની ચુંટણી સંદર્ભમાં વિવિધ બેઠકો માટે રોટેશન પધ્ધતિથી અનામત સહિત વિવિધ પ્રકારની બેઠક વ્યવસ્થા...
શહેરા: શહેરામાં સ્થાનીક સ્વરાજયની ચુટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ચુંટણીના દિવસે મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને સરકારી આર્ટ્સ સ્કૂલ ખાતે...
લુણાવાડા: સંતરામપુર તાલુકાનાં લીમડી ગામે 13.4.2018 ના રોજ સાંજના સમયે રૂપાભાઈ ધુળાભાઈ બામણીયા એ તેની હાથમાં પહેરવાની ચાંદીની ચૂડી કનુભાઈ અખમાભઈ...
સુરત : સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં બન્ને મુખ્યપક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે, તેમાંથી કોણ ચૂંટાઇને સુરત મનપના સામાન્યસભાના...
surat : સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 6 તારીખે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. બંને પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી મોડી જાહેર કરવામાં આવતા...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામોની જાહેરાત સાથે જ પક્ષમાં બળવાખોરી બહાર આવી છે. પાયાના કાર્યકરોને ટિકિટ નહીં ફાળવીને સ્કાયલેબ...
વડોદરા : અત્યાર સુધી સાયબર અપરાધીઓ સર્ચ એન્જિન ઉપર ફેક વેબસાઈટ ને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન નો ફાયદો ઉચકીને તેમજ વેબસાઈટ નું રેન્કિંગ...
વડોદરા: જર ,જમીન અને જોરૂ છે કજીયાના છોરું ને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમા બે મિલકતો માટે અગાઉ આર.આર.કે.પ્રોપર્ટીઝ નામની...
વડોદરા: શહેરના અટલાદરા કેનાલ રોડ પર પ્રથમ રીવેરા ગાર્ડન એન્ડ ફલોરેન્સ પ્રોજેકટના બીલ્ડરે મકાન માલીકો પાસેથી મેઈન્ટેનન્સ પેટે તીસ હજાર રૂિપયા ઉઘરાવ્યા...
વડોદરા: MSU ના લેટરહેડ જેવો જ બોગસ સર્ક્યુલર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 7 મી તારીખ પહેલા બોયફ્રેન્ડ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભાને સંબોધન કર્યું હતું. કૃષિ કાયદાઓના મુદ્દે ચાલી રહેલા આંદોલન અંગે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું...
આપણા દેશમાં આરોગ્યકર્મીઓને અને ફ્રન્ટલાઈન વર્કરોને કોરોનાની વેક્સિન આપવાનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે. રસી લેનારી દરેક વ્યક્તિને એક ફેક્ટશીટ વાંચવા માટે...
લાયબ્રેરીમાં, હોસ્પિટલમાં, સાયન્સ સેન્ટરમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, ઓફિસોમાં , પ્રવચનો દરમ્યાન, મિટિંગ દરમ્યાન “ મોબાઇલ સાયલન્ટ મોડ પર રાખો , શાંતિ જાળવો , ...
ઇરાનથી પોતાના જરથોસ્થી ધર્મના રક્ષણ માટે ભારતમાં આવીને સંજાણ બંદરે ઉતરેલા અને દેશના ગામડા-શહેરોમાં વસ્યા છે, પારસીઓ રમુજી, દિલાવર, નેક સ્વભાવના છે....
શાસનકર્તા અને ખેડૂત સંસ્થા વચ્ચે ચાલતુ આંદોલનનો સુખદ અંત લાવવા માટે અન્ય પક્ષો કે ગુણવાન સંત મહાત્માઓ મધ્યસ્થી કરવા આવતા નથી એ...
‘મન કી બાત’માં વડાપ્રધાન મોદીએ કહયું છે કે ભારત વિશ્વની સમસ્યાઓનું સમાધાન પૂરું પાડે છે. ચોક્કસ આ બાબતે આપણે ગર્વ લેવો જોઇએ...
ક્રિકેટરસિયાઓએ ૫૦ ઓવરની વન – ડે મેચ,૨૦ – ૨૦ અને ટેસ્ટ મેચનું નામ સાંભળ્યું હશે, પરંતુ ૧૦૦ બોલની મેચ સાંભળ્યું ન હોય....
સમાચારપત્ર રિપોટ પ્રમાણે સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઇટર્સ ટીમે તાજેતરમાં જ સુરતના અશ્વિનીકુમાર સ્થિત લબ્ધી મિલમાં આગ લાગતા પોતાના જાનને જોખમે 25 જેટલા...
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) 2021 માં તેના પ્રથમ મિશન ( MISSION) માટે 28 ફેબ્રુઆરીએ બ્રાઝિલિયન સેટેલાઇટ એમેઝોનીયા -1 ( AMEZONIA) અને...
7 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ આ ગ્લેશિયરની ચેતવણી આપી હતી, જેના કારણે આટલો મોટો વિનાશ થયો છે. તેમણે કહ્યું કે...
સ્થાનિક શેરબજારમાં છેલ્લા સપ્તાહમાં ઉછાળો રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 4445.86 અને નિફ્ટીમાં 1289.65 પોઇન્ટનો વધારો થયો છે. આજે, સપ્તાહના પ્રથમ...
પૂર્વ નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ પ્રધાન ઉમા ભારતીએ રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઘટેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું...
ઉત્તરાખંડના ચમોલી ખાતે આજે સવારે દશ વાગ્યે ગ્લેશિયલ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ કરૂણાંતિકામાં આશરે 170 યુવકો જેઓ ઋષિગંગા પ્રોજેક્ટ...
ગો-એર એરલાઇન્સ દ્વારા 2020ના પ્રારંભમાં સુરતથી વારાણસી,લખનઉ,પટના,ગોવા અને જયપુર સહિત સાત શહેરોને જોડતી ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી દર્શાવામાં આવી હતી. પરંતુ કોરોનાને...
બીજી ફેબ્રુઆરીથી શરૂ કરેલી સુરત- વલસાડ- સુરત મેમુ પાસધારકો વગરની અને કસમયની ટ્રેન છે. જે વલસાડમાં ચાર કલાક અને સુરતમાં સળંગ ૧૫...
ગુજરાતમાં આદિવાસીઓની જમીન પચાવી પાડવામાં આવે છે. આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરી નાખવામાં આવે છે. દેશમાં સૌથી વધુ સ્થળાંતર આદિવાસીઓએ કર્યા છે. સિડ્યૂલ્ડ...
અંહી રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે બનાવેલા 578 રનના વિશાળ સ્કોરની સામે ટોપ ઓર્ડરના ધબડકા પછી ઋષભ પંત અને ચેતેશ્વર...
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, કોવિડ -19 રસીના ડોઝની સંખ્યાના સંદર્ભે ભારત વિશ્વનો ત્રીજો ક્રમનો દેશ બન્યો છે. ભારતથી આગળ...
કોરોનામાં શીપિંગ કંપનીઓની કેન્ટનર્સની વ્યવસ્થામાં વિક્ષેપ પડતા આયાત-નિકાસ પર સીધી અસર પડી છે. વિદેશોમાં નિકાસ કરવામા પણ મુશ્કેલી નડી રહી છે જ્યારે...
વડોદરા જિલ્લામાં ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ
હવે સાઇબર કેસથી કોર્ટ સુધી એક જ છત હેઠળ ઉકેલ, 63SATS અને PDA વચ્ચે મોટી ભાગીદારી
સાવલીમાં કેતન ઈનામદાર વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ, રાત્રે 12 વાગ્યા સુધી ગજવી સભાઓ
‘ભારત મહાન દેશ’, વિવાદ બાદ ટ્રમ્પનો યુ-ટર્ન, હેલહોલ વિવાદ શાંત કરવાનો પ્રયાસ
હેપ્પી બર્થડે સચીન! માસ્ટર બ્લાસ્ટર આજે થયા 53ના, એક સલાહે બનાવી દીધા ક્રિકેટના લેજેન્ડ, આવો જાણીએ
બાલાજી રોડ અને બાલાજી મંદિર સાથે જોડાયેલું અમર નામ: કૃષ્ણ અર્જુન ત્રવાડી
ડભોઇ–વેગા રોડ પર અકસ્માત: નોકરી પરથી ઘરે ફરતા યુવકની બાઈક કન્ટેનર સાથે અથડાઈ
SMC પહેલાં સુરત સુધરાઈ ઓળખાતી,તેનો ઇતિહાસ છે રસપ્રદ
અહા….1000 પ્લાન્ટ્સથી આ સ્કૂલ તો બની ગઈ ગાર્ડન
રેલીના કારણે સુરતમાં લોકો ગરમી અને ટ્રાફિક જામથી અકળાયા, ધનમોરા-માધવબાગ વિસ્તારમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો
સ્ટડી સાથે બિઝનેસ કરી આત્મનિર્ભર બન્યા સ્ટુડન્ટ્સ
ઝાલમુરી બાદ પીએમ મોદીએ હુગલીમાં માણી નૌકાવિહારની મોજ, કેમેરા સાથે દેખાયા અનોખા અંદાજમાં
દુનિયાભરમાં તેલની રિફાઈનરીઓનો નાશ કરવાનું કોઈ ષડ્યંત્ર ચાલી રહ્યું છે?
એસએસજી હોસ્પિટલમાં મધરાતે ચોરીનો પ્રયાસ નિષ્ફળ! સતર્ક સિક્યુરિટી જવાનોએ ચોર ટોળકી રંગેહાથ ઝડપી
ત્રિરંગી પ્રકૃતિ
સંભવામિ યુગે યુગેનું વચન પ્રભુ કયારે પાળશે?
માનવોનું મહાયુદ્ધ મહાવિનાશ
ભારતે ફરી બતાવી મિત્રતા, સંકટમાં માલદીવ્સને ભારતે 30 અબજ રૂપિયાની આર્થિક મદદ કરી
શૈક્ષણિક સંસ્થાઓ કોર્મશિયલ બની રહી છે
મુંબઈના ભાંડુપમાં નિર્માણાધીન ઈમારત ધરાશાયી, એકનું મોત, 10 સારવાર હેઠળ
લોકશાહી પર્વ ની ઉજવણી
ઓઇલના ભાવ ઉછળતાં બજાર દબાણમાં, સેન્સેક્સ 300 પોઇન્ટ તૂટ્યો
ગામડાંઓ જીવવાલાયક રહે તો એ જીતવાલાયક રહે
ઈઝરાયલ-લેબેનોન સીઝફાયર 3 અઠવાડિયા લંબાયું, ટ્રમ્પની મધ્યસ્થતાથી મોટો નિર્ણય
મહિલાઓ નારાજ છે જ
અવિચારી વિકાસકાર્યોને કારણે હિમાલયન વિસ્તારોમાં હોનારતોનું પ્રમાણ વધ્યું છે
બંગાળ ચૂંટણીમાં ઊંચું મતદાન: કોને મળશે સ્પષ્ટ બહુમતી? ભાજપ અને ટીએમસીના જુદા જુદા દાવા
બંગાળમાં મતદાનનો રેકોર્ડ: 92.14% વોટિંગ, તમિલનાડુના ઇતિહાસમાં સૌથી વધુ 84.98% મતદાન
ટ્રમ્પે કહ્યું- હોર્મુઝ હમારા કબજામાં, માઈન બિછાવનાર જહાજોને જોતા જ ગોળી મારવાનો આદેશ
વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો રોડ-શો યોજાયો
ચાંગા: ચારૂસેટ કેમ્પસના અગ્રણી દિલાવર દાતા અને અમેરિકા સ્થિત સ્વ. પનુભાઈબી. પટેલ (મહેળાવ/USA) ની શ્રધ્ધાંજલિ સભા ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૧ને શનિવારે યોજાઈ હતી.
આ શ્રધ્ધાંજલિ સભામાં ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ અને ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખ નગીન પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFના માનદ મંત્રી ડો.એમ.સી.પટેલ, ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી ઉપરાંત કેળવણી મંડળ, માતૃસંસ્થા અને CHRFનાટ્રસ્ટી – હોદ્દેદારો અને કારોબારી સભ્યો સહિતએડવાઈઝર્સ, વિવિધ કોલેજોના ડીન, પ્રિન્સીપાલ, ફેકલ્ટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા.દાતાના પત્ની ભાનુબેન અને પુત્ર હર્ષિતભાઈ અમેરિકા-ન્યુયોર્કથી ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએસ્વ. પનુભાઈપટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા તેમના ચારૂસેટ કેમ્પસ પરના અમુલ્ય યોગદાનની યાદ અપાવી હતી. ઉલ્લેખનીય છે કે પનુભાઈ પટેલ પરિવાર દ્વારા ચારૂસેટ કેમ્પસમાં ચારૂસેટ યુનિવર્સીટી અને ચારૂસેટ હોસ્પિટલ માટે રૂ. બે કરોડનું માતબર દાન પ્રાપ્ત થયું છે. પનુભાઈ પટેલ ચારૂસેટ સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીની એક વિદ્યાશાખા Upendra & Paresh U. Patel Department of Computer Engineeringના દાતા છે.
દાતા સ્વ. પનુભાઈ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ (કમ્ફી)એ અગાઉ આફ્રિકાના યુગાન્ડામાં વસતા દાતા સાથેના સંબંધો યાદ કરતાં જણાવ્યું હતું કે સ્વ. પનુભાઈના નિધનથી સમાજને મોટી ખોટ પડી છે અને ચારુસેટે એક અગ્રણી દાતા ગુમાવ્યા છે.
ભૂતપૂર્વ પ્રિન્સીપાલ શનુભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલ, માતૃસંસ્થાના ખજાનચી પ્રિ. આર. વી. પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ વી. એમ. પટેલે દાતા સાથેના સ્મરણો યાદ કરતાં જણાવ્યું હતું કે સ્વ. પનુભાઈ પટેલનું જીવન મહેનત, લગન, સાહસિકતા, ઉદારતા જેવા ઉમદા ગુણોથી ભરપુર રહ્યું હતું.
આ પ્રસંગે સ્વ. પનુભાઈ પટેલના પુત્ર હર્ષિતભાઈએ અમેરિકા-ન્યુયોર્કથી ભાવભીની અંજલી અર્પણ કરતા પિતાનું યોગદાન યાદ કરી આટલા ટૂંકા સમયગાળામાં શ્રધ્ધાંજલિ સભા યોજવા બદલ ચારુસેટ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે અમારા પરિવારનો આધાર સ્તંભ ગુમાવ્યો છે. સમાજ માટે કામ કરવું અને સમાજની પ્રગતિ માટે દાન કરવું એ સંસ્કારો અમારા પરિવારની ગળથુથીમાં છે.