SURAT

કામ શરૂ થયું પરંતુ સુરતના ટેક્સટાઇલ માલિકો હજી પણ આ કારણે ચિંતામાં મુકાયા

કોરોનામાં શીપિંગ કંપનીઓની કેન્ટનર્સની વ્યવસ્થામાં વિક્ષેપ પડતા આયાત-નિકાસ પર સીધી અસર પડી છે. વિદેશોમાં નિકાસ કરવામા પણ મુશ્કેલી નડી રહી છે જ્યારે ત્યાંથી આયાત કરવામાં આવતી મશીનરી અને વસ્તુઓમાં પણ વિલંબ થઇ રહ્યો છે. જેને લીધે સુરત સહિત દેશભરમાં તમામ પ્રકારની મશીનરીઓની આયાતમાં વિલંબ થઇ રહ્યો છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં આશરે 5000 મશીનરીઓના ઓર્ડરની ડિલિવરીમાં વિંલબ થતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

શીપિંગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ કોવિડના લીધે ચાઈના સહિત અનેક દેશોના બંદરો પર હજારોની સંખ્યામાં શિપિંગ કન્ટેઈનર્સ અટવાઈ પડ્યા હતા, જેના લીધે શિપીંગ કંપનીઓ પાસે કન્ટેઈનર્સની અછત સર્જાઈ હતી. બીજી તરફ મોટા પ્રમાણમાં ઈન્ડસ્ટ્રીઓ તરફથી આયાત-નિકાસના ઓર્ડર મળવા લાગ્યા હતા, જેના લીધે શિપિંગ કંપનીઓએ ચારથી પાંચ ગણા ભાડા વધારી દીધા હતા. 700 ડોલરના 3700 ડોલર ચૂકવવા છતાં કંપનીઓ બે-ત્રણ મહિના સુધી માલ કે મશીનરીની ડિલવરી કરી શકતા નથી.

હાલમાં પણ ચાઈના, જાપાન, કોરિયા સહિતના દેશોમાંથી મશીનરી આયાત કરવામાં આવે છે. એક એજન્ટ પાસે 500 મશીનના ઓર્ડર છે. એ મુજબ અંદાજે 5000 મશીનોના ઓર્ડર પેન્ડીંગ છે, જેની કિંમત કરોડોમાં થાય છે. પહેલાં ચાઈનાથી એક મશીનને ભારત લાવવામાં 20 દિવસનો સમય લાગતો હતો તે હવે બે-ત્રણ મહિને પણ આવી શકતા નથી.

કન્ટેનર્સ ટ્રેસ કરવામાં થતી મુશ્કેલી
ઉદ્યોગકારોનું કહેવુ છે કે મશીન મેન્યુફેક્ચરીંગ કંપનીઓની ફેક્ટરીમાંથી મશીન નીકળી ગયા બાદ બંદર પર 2થી 3 અઠવાડિયા સુધી પડી રહે છે. વળી, પહેલાં બિલ ઓફ લેડીંગની કોપી મળ્યા પછી ગ્રાહકો કન્ટેઈનર ક્યાં પહોંચ્યું તેનું સ્ટેટસ ટ્રેક કરી શકતા હતા પરંતુ હવે કરી શકાતું નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top