Vadodara

શહેરમાં ઠેર ઠેર શરૂ થયો ચૂંટણીનો બહિષ્કાર

વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામોની જાહેરાત સાથે જ પક્ષમાં બળવાખોરી બહાર આવી છે. પાયાના કાર્યકરોને ટિકિટ નહીં ફાળવીને સ્કાયલેબ ઉમેદવારો ઉભા કરવામાં આવતા પક્ષમાં નારાજગી ફેલાઈ ગઈ છે ત્યારે હવે મતદારોએ પણ પાંચ વર્ષમાં કોઈ કામ નહીં કરીને ફકત વાયદા આપતી રાજકીય પાર્ટીઓ સામે લોકજુવાળ ફાટી નીકળ્યો છે. ઉભો થયો છે. અને ઠેકઠેકાણે ચૂંટણી બહીષ્કારના બ્યુગલ વાગ્યા છે.

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરતા જ પાયાના કાર્ય ટિકિટના દાવેદારોએ પક્ષ સાથે છેડો ફાડી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવીને પાર્ટીને ડેમેજ કરવાનું શરૂ કર્યું છે. આની સાથોસાથ શહેરમાં પાંચ વર્ષ સુધી શાશન કરીને િવકાસના નામે ઉલ્લુ બનાવનાર રાજકીય પક્ષો સામે હવે મતદારો મેદાનમાં આવ્યા છે. અને પ્રાથમિક સુિવધા નહીં મળવાના કારણે મતદારોએ ચૂંટણી બહીષ્કારની ચીમકી આપી છે.

ભાજપના પાંચ વર્ષના શાસનમાં ભાજપીઓએ િવકાસની વાતો કરીને પોતાનો િવકાસ કર્યો છે.  તે મતદારો સારી રીતે જાણે છે. ચૂંટણી વખત બે હાથ જોડીને મત માંગતા ઉમેદવારો જીતી ગયા પછી મત માંગવા માટે ઉઠેલા બે હાથ મતદારોની ઉપેક્ષા માટે ઉઠે છે.

શહેરની વાઘોડીયા ચોકડી, સયાજીપુરા, ટાઉનશીપ, વોર્ડ નં. 2 તથા િવસ્તારમાં મતદારોએ ચૂંટણી બહીષ્કારનું બ્યુગલ વગાડી દેતાભાજપીઓએ મતદારોે મનાવવા માટે ફરી બોલબચ્ચનની ભુમીકા અપનાવવાની શરૂઆત કરી છે. જો કે આ વખતની ચૂંટણીમાં ભાજપને મતોનો મોટો ફટકો પડી શકે છે અને હરીફ ઉમેદવારની સામે ઓછી સરસાઈથી જીત મેળવે તેવુ લાગીરહયું છે.

‘પાણી નહીં તો વોટ નહીં’ તક્ષ સોસા.ના રહિશોએ માટલા ફોડયા

પાણી નહીં તો વોટ નહીં ની માંગણી સાથે વાઘોડીયા બાયપાસ નજીક તક્ષ ગેલેકસી સોસાયટીના રહીશોએ તો રીતસર માટલા ફોડનો કાર્યક્રમ યોજીને તંત્રને જાગૃત કરવા ધરણા કર્યા હતા.

પાિલકા તંત્રને મલાઈ ખાવા ગ્રામ્ય િવસ્તારને કોર્પોરેશનમાં સમાવેશ તો કરે છે પરંતુ રોડ રસ્તા પાણી ડ્રેનેજ કઈક જરૂરયાતોમાંથી કઈક તો બાકી રાખીને પ્રજાને હેરાન પરેશાન કરે જ છે. સરકારી તંત્ર તો ઠીક ચૂંટણી ટાંકણે તમામ સેવાની ગુલબાંગો પોકારતા નેતાઓ પણ જીત મેળવીને મલાઈદાર લાગતી હોય તેવી સેવાઓમાં જ કાર્યરત થતા હોવાથી પ્રજા પારાવાર સમસ્યાઓનો સામનો કરે છે.

વાઘોડીયા બાયપાસ નજીક તક્ષ ગેલેકસી સોસાયટીમા્ં આજે આવા જ એક લોકજુવાળ ઉભરાતા 160 મકાનોના રહીશો સોસાયટીના ગેટ પર એકત્ર થઈ ગયા હતા. પાિલકામાં વેરો ભરવા છતાં બે વર્ષથી પાણી મળતું જ નથી. સોસાયટીના ખર્ચે ટેન્કર દ્વારા વપરાશનું પાણી અને જગ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.

ઉચ્ચ સ્તરે વારંવાર રજુઆત કરી છતાં કોઈ નક્કર પરીણામ આવ્યા નહીં. જેથીઉશ્કેરાયેલા રહીશોએ ચૂંટણીનો જ બહીષ્કાર કરીને લોકમીજજનો પરચો દાખવ્યો હતો. ધરણા પ્રદર્શન કરીને જાહેરમાં માટલાફોડી તંત્રની કામગીરી સામે રોષ પ્રગટ કર્યો હતો.

આજવા રોડની આવાસ યોજનાના 240 લાભાર્થીનો ચૂંટણી બહિષ્કાર

સયાજી ટાઉનશીપ મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને બબ્બે ચૂંટણી સુધી આવાસ ફાળવણીના થતા સ્થાનિક રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

આશરે છ વર્ષથી મુખ્યમંત્રી આવાસ યોજનાની જે કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. રાજકીય ઈશારે આવાસ યોજનાના લાભાર્થીઓને ભાડા તો માલેતુજારો બીલ્ડરો ચુકવી શકતા નથી. પરંતુ મકાન સુધ્ધા ફાળવવા બાબતે ઠાગાઠૈયા કરી રહયા છે. દુભાયેલા લાભાર્થીઓ અવારનવાર પાિલકા તંત્ર અને રાજકીય અગ્રણીઓ સમક્ષ રજુઆતો કરવા છતાં સરકારી તંત્ર આંખ આડા કાન કરતા જ લાભાર્થીઓમાં ચંટણી ટાણે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

ચુંટણી અંગે મત માંગવા નીકળનાર રાજકીય પક્ષોનો સંપુર્ણ બહીષ્કાર કરવાની ચીમકી આપતા સ્થાિનક આગેવાનોએ જણાવ્યું હતું કે છ-છ વર્ષોથી મકાન ફાળવણીના થતા લાભાર્થીઓમાં રોષની લાગણી ફાટી નીકળી છે.

આગામી િદવસોમાં ચૂંટણી બહીષ્કાર કરીને રસ્તા પર ચક્કાજામના પ્રયાસ આદરીશું આવાસથી વંચીત 240 લાભાર્થીઓએ સંપુર્ણ કીંમત ચુકવી દીધી હોવા છતાં મકાન ફાળવણી કરાતી નથી. પજેશન માટે જરૂરી એનઓસી મળી જવા છતાં મકાન મળી શકતા નથી અને તંત્ર બહેરૂં બની ગયું હોય તેમ સાંભળતું જ નથી.

પ્રાથમિક સુિવધાના અભાવને લીધે વોર્ડ નં.-2ના મતદારો વિફર્યા

મહાનગર સેવાસદનની ચૂંટણીઓ જાહેર થયા બાદ ભાજપમાં વોર્ડ નંબર-16,17.18 માં ડખા ઉભા થયા બાદ આજે વોર્ડ નંબર-2 માં મતદારોએ ચૂંટણીનો િવરોધ કર્યો છે.

વોર્ડ નં. 2 માં પ્રાથમિક સુિવધાના કામો કરવાના બદલે ચૂંટણીના ટાણે નેતાઓ માત્ર લુખ્ખા આશ્વાસનો આપી જતા રહે છે. પછી પાંચ વર્ષ દેખાય છે. તેવો આક્રોશ મતદારોએ ઠાલવ્યા હતા.

ભાજપમાં ટિકિટોની વહેંચણીમાં ભારે અસંતોષ વ્યાપેલો છે. ઉમેદવારોના નામોની યાદી જાહેર થયા બાદ રોષ ભભુકી ઉઠયો છે. કયાંક સગાવાદ તો કયાંક લાગવગશાહીના જોરે ટિકિટ મેળવનારાઓ સામે સંગઠનના જૂના કાર્યકરો નારાજ થયા  છે. પાંચ વર્ષ પક્ષ માટે મજુરી કરી ચપ્પલ ઘસાઈ ગયા છતાં ટિકિટ વહેંચણી ટાણે સગાવાદ અને લાગવગથી ટિકિટો ફાળવી આપવામાં આવી હતી એટલે મજુરીયા કાર્યકરો િનરાશ થઈ ગયા છે.

વોર્ડ નં. 2 માં સંખ્યાબંધ સોસાયટી
ઓમાં રસ્તાઓ બન્યા નથી. પાણી ઓછા પ્રેસરથી આપવામાં આવે છે. વરસાદનું  પાણી ભરાઈ જાય છે. તેવા ગંભીર અનેક પ્રશ્નો હેરાન પરેશાન મતદારોએ સમુહમાં નારાજગી વ્યકત કરી છે. ચુંટણીનો  બહીષ્કાર કરવા એલાન કર્યું છે. ભાજપના નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવા દોડધામ હાથ ધરી છે. પરંતુ રહીશો એટલુ જ સમજી ચુકયા છે કે નેતાઓ ચૂંટણી વખતે આવા ઠાલા વચનો આપી જતા રહે છે પછી દેખાતા નથી એટલે અમે મત આપતા સાત વખત િવચાર કરીશું તેવો સૂર વ્યકત કર્યો હતો.

‘પાણી નહીં તો વોટ નહીં’ વોર્ડ નં.2માં વર્ષોથી રોડ-રસ્તા અવિકસિત

પાિલકાના  ઉત્તર ઝોનના વોર્ડ નં. 2 માં આજની તારીખે પણ રોડ રસ્તાના િવકાસના થતા સ્થાિનક રહીશોએ રોડ નહીં તો વોટ નહીં ના નારા સાથે ચૂંટણી બહીષ્કારનું રણશીંગું ફુંકયું હતું. અત્યંત િશક્ષીત મનાતા ન્યુ સમા રોડની અનેક સોસાયટીઓમાં વર્ષોથી રોડ રસ્તાની કામગીરી ટલ્લેચડાવવાના તંત્ર સામે રહીશો લાલઘુમ બની ગયા હત. ચૂંટણી ટાણે જ લોલીપોપ જેવી મીઠી વાણીમાં પ્રજાના મત મેળવવા માટે વચનોની લહાણી કરતા નેતાઓને સ્થાિનક રહીશોએ ખુલ્લી ચીમકી આપી હતી. વર્ષોથીરોડ રસ્તાના કામગીરી પ્રત્યે દુર્લક્ષ સેવાતં હોવાથી રોડ નહીં તો વોટ નહીં નું રહીશોએ શસ્ત્ર ઉગામ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top