વલસાડ શહેરમાંથી મોબ લિંચિંગની (Mob Linching in Valsad ) એક ઘટના સામે આવી છે. અહીં લોકોના ટોળાંએ એક મહિલાને ઢોર માર માર્યો...
રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા લોકોને શેરી ગરબાનું (SheriGarba) આયોજન કરવાની છૂટ આપવામાં આવી છે. 400 લોકોની મર્યાદામાં લોકોને ગરબા રમવાની છૂટ...
શાહરૂખ ખાન (Shah rukh khan)ના પુત્ર આર્યન ખાન (Aryan khan)ના ભાવિનો નિર્ણય આજે મુંબઈ (Mumbai)ના મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્રૂઝ પાર્ટી...
રામ રહીમ ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાના (Ranjeet Sinh Murder) કેસમાં બાબા રામ રહીમ સહિત 5 આરોપીઓને CBI ની વિશેષ કોર્ટે દોષિત...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક ચીમકીભર્યો પત્ર મળ્યો છે. (Gujarat CM Bhupendra Patel) આ પત્ર તેમના જ પક્ષ ભાજપના નેતાઓએ મોકલ્યો છે....
ડીસા-પાલનપુર નેશનલ હાઈવે (Disa-Palanpur National Highway) પરથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીં બનાસકાંઠા પાસે મળસ્કે 4 વાગ્યે વિચિત્ર અકસ્માત (Accident near Banaskantha)...
નજીકના ભવિષ્યમાં ભારતીય રસ્તાઓ પર પણ વિદેશની જેમ ટેસ્લા (Tesla)ની ઈલેક્ટ્રીક કાર (Electric Cars) દોડતી જોવા મળે તો નવાઈ નહીં. ભારત સરકાર...
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટની સુરત (Surat Airport)થી કોઇમ્બતુર (Coimbatore) અને ઇન્દોર (Indore)ની ફલાઇટ (Flight)ની માંગણી જે સમર સિડ્યુલ (summer schedule)થી કરવામાં...
વડોદરા : આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.વડોદરામાં માત્ર શેરી ગરબાઓ યોજવા પરવાનગી આપવામાં આવી છે.ગતવર્ષે કોરોનાના કારણે તહેવારો ઉત્સાહ...
વડોદરા : શહેરની ક્રાઈમ બ્રાંચને 19 દિવસથી હંફાવતાં બળાત્કારી અશોક જૈનને આખરે પાલીતાણાથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચ અને સાઈબર ક્રાઈમના સંયુક્ત...
વડોદરા: શહેરના છાણી જકાતનાકા પાસે રહેતી પરિણીતાના વર્ષ 2018માં દેવ ઉર્ફે રોહિત ગોપાલસિંઘ ચૌધરી (રહે ઓલપાડ સુરત) સાથે લગ્ન થયા હતા. લગ્ન...
વડોદરા : શહેરના પોસ વિસ્તારમાં ઠેર ઠેર ઢોરને બિન વરસી હાલતમાં ગોપાલકો છોડી દેતા કોર્પોરેશનના ઢોર ડબ્બા વિભાગે શહેરના ત્રણ વિસ્તારમાંથી 4...
વડોદરા : જન આશીર્વાદ યાત્રા અકોટા વિધાનસભા મતવિસ્તારમાં યોજાઇ હતી.જેમાં પદભાર સંભાળ્યા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના પ્રવાસની શરૂઆત કરી...
વડોદરા : વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના વહીવટી તંત્રની વધુ એક બેદરકારી છતી થઈ છે.શહેરમાં એક તરફ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોએ માથું...
સુરત: સુરત કાપડ માર્કેટના (Surat Textile Market) વેપારીઓ 100 નંબર પર ફોન કરી કોઈની વિરુદ્ધ ફરિયાદ આપશે તો હવે પોલીસ સીધી કાર્યવાહી...
વડોદરા: શહેરના માણેજા વિસ્તારમાં અનાજ કરીયાણાની ડિલિવરી સમયે અજાણ્યો શખ્સ તકનો લાભ ઉઠાવીને ગાડીમાંથી કલેક્શનના રોકડા રૂપિયા 59,900 ભરેલું પર્સ તથા 3000...
વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બંગલૉઝમાં રહેતી પરણીતાનો બિલ્ડર પતિ અન્ય બે સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ રાખતો હતો. આટલું જ નહિ...
ગાંધીનગર: નવરાત્રિ (Navratri)માં ગુજરાત (Gujarat)માં તેલીયા રાજાઓ બેફામ થઈ ગયા છે. ખાસ કરીને પેટ્રોલ – ડિઝલ (Petrol -Diesel) આમેય 100નો ભાવ પાર...
વડોદરા : વડોદરા શહેર આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 16 કેસ મળી...
આણંદ : કરમસદ ગામમાં દેશી દારૂ બનાવી તેને છેક અમદાવાદ સુધી સપ્લાય કરવાનું મસમોટું નેટવર્ક ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે પકડી પાડ્યું છે....
નડિયાદ: ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરાની પરિણીતા પાસે દહેજમાં રૂપિયા ૨૦ લાખ રોકડા તેમજ જમીનની માંગણી કરી ઘરેથી કાઢી મુકનાર અમદાવાદના સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા...
નડિયાદ: મહેમદાવાદમાં રહેતી પરણિતાને લગ્નજીવનના દોઢ વર્ષમાં જ અસહ્ય ત્રાસ આપીને આપઘાત કરવા મજબુર કરનારા નણંદના જામીન કોર્ટે ફગાવ્યાં છે. મહેમદાવાદની રાધેક્રિષ્ણ...
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા ૨૪ કલાક આપવામાં આવતી વિજળીના વિભાગીય ગામોમાં મીટર રિડિંગ કરીને બિલ આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટ કર્મીઓને...
દાહોદ: દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આવેલ રેલ્વે હોસ્પિટલમાં ફિઝીયોથેરાપિસ્ટની જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યું સ્થીગત કરી દેવામાં આવતાં તબીબોએ...
સિંગવડ: સીંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી બે ડોક્ટરથી આખુ દવાખાનુ ચાલી રહ્યું છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૪ એમબીબીએસ ડોક્ટર હોવા...
ગોધરા: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેશના વિવિધ રાજ્યોમાં પી.એમ.કેર અંતર્ગત વિવિધ સ્થળોએ પી.એસ.એ. પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે હેઠળ પંચમહાલ જિલ્લામાં...
નવરાત્રી એવો તહેવાર છે, જેમાં ટોપ ટુ બોટમ તૈયાર ન થાઓ તો લૂક અધૂરો લાગે. નવરાત્રીના પહેરવેશમાં યુવતીઓને ટિકાથી લઈને મોજડી સુધીની...
આવી નોરતા ની રાત…હાલો ગરબે રમવા… હમણાં તો તમે બે વર્ષ બાદ ગરબે રમવાની મજા લેતા હશો, અને એમાંય વળી ફક્ત શેરી...
ગુજરાતમાં રખડતાં ઢોરોની સંખ્યા વધીને ૨.૯ લાખ પર પહોંચી ગઈ છે. પશુ વસતિ ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ ૨.૭૧ કરોડ પશુઓ છે,...
નાગાલેન્ડના તમામ પક્ષોએ એક થઇને રાજયમાં વિપક્ષરહિત સરકારની પહેલ કરી છે. નાગાલેન્ડના તમામ રાજકીય પક્ષો હવે સરકારનો વિરોધ કરવાના બદલે નાગાલેન્ડના વિકાસ...
કવાંટમાં પ્રસુતિ દરમિયાન સગર્ભા માતાનું મોત, આરોગ્ય તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો
100 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસથી ફસાયેલા શ્વાનને જીવતદાન, સાધલીમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન સફળ
36 વર્ષ બાદ સ્કોટલેન્ડની ઐતિહાસિક જીત, પરંતુ રેફરીના નિર્ણયોએ સર્જ્યો વિવાદ
સુખસરમાં તલાટીઓની અનિયમિતતાથી અરજદારો પરેશાન
મેરાકુવામાં 19 સરદાર આવાસો પર જેસીબી ફેરવાયું, જવાબદાર કોણ? ગેરકાયદે ડિમોલેશન મામલે તપાસ તેજ
બંગાળ ભાજપ પ્રભારીના ઘરે TMCના બળવાખોર સાંસદોની બેઠક: 22 સાંસદોના સમર્થનનો દાવો
‘હું ગે નથી’, મૌની રોયનો ટ્રોલ્સને સણસણતો જવાબ, અંગત જીવન અંગે કરી સ્પષ્ટતા
સોના-ચાંદી થયા સસ્તા: ઓલ ટાઈમ હાઈથી ભાવમાં મોટો ઘટાડો નોંધાયો
આરડી બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર બનશે ‘પંચમ દા’? ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરી ચેલેન્જિંગ રોલમાં દેખાશે
બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત
ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ ડૂબ્યું, US નેવીએ બચાવી 14 ક્રૂ સભ્યોની જાન
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
વલસાડ શહેરમાંથી મોબ લિંચિંગની (Mob Linching in Valsad ) એક ઘટના સામે આવી છે. અહીં લોકોના ટોળાંએ એક મહિલાને ઢોર માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ભીખ માંગતી આ મહિલા પર લોકોએ બાળક ચોરી કરવાનો આરોપ મુક્યો છે. હિંસક બનેલા ટોળાંથી મહિલાને પોલીસે બચાવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
આ ઘટના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામની છે. મહિલા ઘરે ઘર જઈને ભીખ માગી રહી હતી. મહિલાની ઉંમર 50 વર્ષ છે. જ્યારે મહિલા ગામમાં ભીખ માગી રહી હતી તો ત્યાં ઉપસ્થિત લોકોએ મહિલાને બાળક ચોર કહીને પકડી લીધી અને મારી હતી. એ જ સમયે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસના જવાન ત્યાં પહોંચ્યા અને મહિલાને લોકોને પકડમાંથી છોડાવી. મહિલાને પોલીસે બચાવીને હૉસ્પિટલમાં દાખલ કરી હતી. તેની સારવાર ચાલી રહી છે. મહિલાને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલા નવસારીની રહેવાસી છે. તે ભીખ માગવા માટે વલસાડ આવી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થાય બાદ અજાણ્યા લોકો વિરુદ્વ મૉબ લિંચિંગનો કેસ દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં લાગી છે.

પોલીસ વીડિયો દ્વારા આરોપીઓની ઓળખ કરવામાં લાગી છે જેમણે મહિલાને બાળક ચોર કહીને તેની સાથે મારામારી કરી. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં દોષીઓ પર ઉચિત કાર્યવાહી કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ નવસારીના કબીલપોર વિસ્તારમાં રહેતી 50 વર્ષીય રંજનબેન જોગી વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા પરિયા ગામના માહ્યવંશી ફળિયામાં ઘરે ઘર જઈને ભીખ માગી રહી હતી. જે દરમિયાન જયેશભાઈ ઉર્ફે મહેશભાઇએ માહ્યવંશી ફળિયામાં રંજનબેન બાળક ચોરી કરવા માટે આવી હોવાનો આક્ષેપ સાથે રંજનબેનને પકડીને માર મારવાની શરૂઆત કરી હતી.
સ્થાનિક મહિલાઓ અને સ્થાનિક લોકોએ પણ રંજનબેનને બાળક ચોર સમજીને માર માર્યો હતો. ત્યારે પારડી પોલીસના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન લોકોનું ટોળું ભેગું થયેલું જોઈને ચેક કરતા લોકો મહિલાને બાળક ચોર સમજીને માર મારી રહ્યું છે. પોલીસે મહિલાને બચાવીને પ્રાથમિક સારવાર કરાવી. મહિલાની પૂછપરછ કરતા લોકોએ તેને બાળક ચોર સમજીને ખોટી રીતે માર માર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મહિલાના નવસારીના રહેણાંકના મકાનની તપાસ કરાવતા મહિલા સાચું બોલતી હોવાનું જાણવા મળતા રંજનબેનની NC ફરિયાદ નોંધી બાળક ચોરી કરવા આવી હોવાનો આક્ષેપ કરીને માર મારનારા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.