2013માં બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patna) બીજેપી (BJP) નેતા નરેન્દ્ર મોદીની (Narendra Modi) હુંકાર રેલી દરમિયાન ઐતિહાસિક ગાંધી મેદાન અને પટના જંકશન...
આજે રમા એકાદશીની સાથે દીપાવલી (Diwali) પર્વનો પ્રારંભ થયો છે. આ વર્ષે રમા એકાદશી અને વાઘ બારસની તિથિ સોમવારે એટલે આજે એક...
સુરતઃ (Surat) ખાણીપીણીના શોખીન સુરતીઓને હવે દમણ સુધી જવાની જરૂર નહીં પડે. હરવા-ફરવા સાથે જલસા કરવાની પ્રકૃત્તિ ધરાવતા સુરત અને દક્ષિણ ગુજરાતના...
સુરત: (Surat) પોલીસ કમિશનર અજય તોમરના (Police Commissioner Ajay Tomar) આક્રમક વલણને કારણે હાલમાં અંડર વર્લ્ડ ડોન લપાઇ ગયા છે. અલબત અમરોલી...
દિવાળી પ્રકાશપર્વ તરીકે ઓળખાય છે. દિવાળીમાં લોકો લાઈટીંગની સજાવટ કરતા હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતીઓને લાઈટ્સનો ઝગમગાટ કરવાનું મોંઘું પડશે. દિવાળીના...
સુરત: (Surat) પાંચ હજાર કરોડના કૌભાંડમાં (Scam) હવે નવી ફરિયાદો દાખલ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે. જેમાં કૌભાંડી ભાવિક કોરાટ (Bhavik...
T-20 વર્લ્ડકપ 2021માં (T-20 World Cup) ભારતીય ટીમની (India) શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી છે. 24 ઓક્ટોબરના રોજ પહેલી મેચ પાકિસ્તાન (Pakistan)...
શારજાહ: (Sharjah) જોરદાર રિધમમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડની ટીમ આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં (T 20 World Cup) ગ્રુપ એકની મેચમાં સોમવારે અહીં જ્યારે શ્રીલંકા...
સુરત: ભારત સરકાર (Indian Governmet) દ્વારા ટેક્સટાઇલ ઉદ્યોગને (Textile Industry) પ્રોત્સાહન આપવા માટે દેશમાં 7 મેગા ટેક્સટાઇલ પાર્ક (Mega Textile park) નિર્માણ...
સુરતઃ શહેરમાં (Surat) પહેલી વખત દેશના સૌથી નાની ઉમરના બ્રેઈનડેડ (Brain dead) બાળકના (Child) બંને હાથોનું દાન (Hand Transplant) કરાયું હતું. ૧૪...
આ વખતે ધનતેરસનો (Dhanterash) તહેવાર 2 નવેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવશે. હિંદુ (Hindu) કેલેન્ડર (Calendar) મુજબ, ધનતેરસ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજ પર...
ટી-20 વર્લ્ડ કપમાં (T-20 World cup) ન્યૂઝીલેન્ડના (New zealand) હાથે મળેલી દિલધડક હાર બાદ ટીમ ઈન્ડિયાના (India) ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit...
વધતી જતી મોંઘવારીએ (Inflation) સામાન્ય લોકોની કમર તોડી નાખી છે અને દિવાળી (Diwali) પહેલા લોકોને ફરી એકવાર મોંઘવારીનો ભારે ફટકો પડ્યો છે....
મુંબઈ હાઈકોર્ટે (Mumbai Highcourt) જામીન આપ્યા બાદ આર્યન ખાન જેલમાંથી (Aryan Khan Bail) છૂટી મન્નતમાં પહોંચી ગયો છે, પરંતુ શું અહીં આર્યન...
સુરત: ગુટખા ખાવાની તલબમાં એક પિતાએ (Father) 12 વર્ષના પુત્રને (Son) મક્કાઇપુલની પાળી પર બેસાડતા આ પુત્ર નદીમાં પડી ગયો હતો. આ...
વિશ્વભરમાં ભારત એક એવો દેશ છે જ્યાં વધુ ને વધુ વ્રત, ઉત્સવો અને તહેવારો ઉજવાય છે. આ વ્રત, ઉત્સવોનું સ્વરૂપ નાનું કે...
ગતાંક થી આગળ …. ગયા અઠવાડિયાનો લેખ વાંચ્યા પછી, ઘણા મિત્રો સાથે જે ચર્ચા થઈ તેમાં મુખ્યત્વે બે સવાલ સામે આવ્યા....
દિવાળીનો તહેવાર શરૂ થઇ ગયો હતો. વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ આમ સતત છ દિવસ ચાલતું આ પર્વ હવે માત્ર...
મહર્ષિ પતંજલિએ માનવીને તેનું જીવન સાર્થક કરવા જે અનોખું દર્શન આપ્યું છે એની વાત આપણે જોઈ. જીવન સાર્થક પુરુષાર્થ દ્વારા જ થઈ...
આ લખાઇ રહ્યું છે ત્યારે એક સમાચાર ‘ટ્રેન્ડિંગ’ છે. આ સમાચાર છે શીબા ઇનુ વિશે જે એક ક્રિપ્ટો કરન્સી છે અને તેમાં...
સીંગવડ : સીંગવડ તાલુકાના મામલતદાર ઓફિસમાં લોકો જાતિના તથા આવક ના દાખલા કઢાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો જ્યારે...
ગોધરા: મહિસાગર જીલ્લાના નિવૃત શિક્ષકને વીમા કંપનીઓની પોલીસીમાં નાણા રોકાણ કરીને ઉચા વળતરની લાલચ આપીને પ્રોસેસ ફીના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં...
વડોદરા : દિવાળીના તહેવારોમાં વર્ષોથી ચાલતી આવતી માટીના કોડિયા,દીવડા બનાવવાની પરંપરા આજે પણ વડોદરાના માટીકામ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોએ જાળવી રાખી છે.જોકે...
વડોદરા: સ્ટર્લિંગ હોસ્પિટલના સંત્તાવાળાઓએ કોરોના કાળામાં કાયદાને ઘોળીને કરોડો રૂપિયાની ચલાવેલી ઉઘાટી લૂંટનો પર્દાફાશ ખુદ હોસ્પિલટલમાં ફરજ બજાવી ચૂકેલા તીબે જ કર્યોહોય...
વડોદરા : વડોદરા શહેર નજીક ઉંડેરા ગામના તળાવમાં કેમિકલ યુક્ત પાણી આવી જવાને કારણે અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ મચ્યો છે.આસપાસ આવેલા ઔદ્યોગિક...
વડોદરા: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પટિલ દ્વારા મેયર કેયુર રોકડિયાને ટકોર કર્યાબાદ પણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હજી પણ ઓછો થયો નથી....
આસો માસની અમાસની રાતને દિવાળી તરીકે ઓળખવામાં આવે છે અને અમાવસ્યા એ કાળરાત્રિ ગણાય છે એવી ઘણાં લોકોના મનમાં ગેરમાન્યતા ઘર કરી...
કોંગ્રેસના સમયમાં થોડીઘણી મોંઘવારી વધતી ત્યારે દેશમાં ઉહાપોહ મચી જતો. આજે આવા પ્રત્યાઘાત રહ્યા નથી. આથી જ ભાવવધારા વડે પડતી તકલીફો તરફ...
આપણા વડાપ્રધાન ઘણી વાર દેશવાસીઓને એવી અપીલ કરતા હોય છે કે સ્વદેશી એટલે કે આપણા દેશમાં ઉત્પાદિત થયેલા માલનો ઉપયોગ કરો. આ...
રમેશ ઓઝાએ વાત પાછળની વાત કોલમમાં ચીનની વિસ્તારવાદી દાનત અને આર્થિક મહાસત્તા સાબિત થવામાં તે ઉઘાડી નાગાઇ આચરી રહ્યું છે તેમાં ખરેખર...
અમેરિકા ભારત પર રાખી રહ્યું છે નજર, શું છે અમેરિકાની ચિંતા? ભારત ફરી વોચ લિસ્ટમાં સામેલ
LPG ભાવવધારાના વિરોધમાં કેરળ હોટેલ એસોસિએશને હોટેલ-રેસ્ટોરન્ટ 6 મેના રોજ બંધ રાખવાનો નિર્ણય લીધો
મમદાની પછી વધુ એક મૂળ ભારતીય અમેરિકામાં ચર્ચાનો વિષય: લોસ એન્જલસના સંભવિત મેયર નિત્યા રમન
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર સુરત ગ્રામ્ય પોલીસના SOG કોન્સ્ટેબલે કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો
ઈરાનની ચેતવણી: અમે અમેરિકાના દરેક ખોટા કૃત્યનો કડક જવાબ આપીશું, તેના વાયદા ખોટા હોય છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે
વાયબ્રન્ટ સુરત મેંગો ફેસ્ટિવલમાં આફૂસ-કેસરની ધૂમ, ‘ફાર્મ ટુ ફોર્ક’ પહેલથી ખેડૂતોને ફાયદો
વાનખેડે 12 વર્ષ જૂનો વિવાદ ફરી વાયરલ, ACPએ કરી સ્પષ્ટતા, SRKના ગુસ્સાનું કારણ બહાર આવ્યું
પ્લેઓફની આશા જીવંત રાખવા આજે CSK અને MI ટકરાશે, ‘કરો યા મરો’ મેચમાં આમને-સામને
SC એ TMC ને ફટકો આપ્યો: મત ગણતરી માટે કેન્દ્રીય કર્મચારીઓની તૈનાતીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર
સરકારની તિજોરી ભરાઈ: જીએસટી આવકમાં 8.7%નો ઉછાળો, એપ્રિલમાં રૂ. 2.43 લાખ કરોડની આવક
રાંચીના 7 વર્ષના બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: 10 કલાકમાં એક દેશથી તરીને બીજા દેશ પહોંચ્યો
એલપીજી ભાવ વધારા વચ્ચે રાહતના સંકેત: 45,000 ટન LPG ભરેલું ટેન્કર ‘સર્વ શક્તિ’ ભારત તરફ રવાના
પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન 15 બૂથ પર ઘર્ષણ, TMC અને ભાજપ કાર્યકરો આમને-સામને
પાકિસ્તાન માટે કેમ મહત્વપૂર્ણ છે F-16 અપગ્રેડ? શું આ અપગ્રેડથી પાકિસ્તાની વાયુસેના થશે વધુ મજબૂત ?
દેશભરમાં લાખો મોબાઇલ ફોન પર એક સાથે ચેતવણી સંદેશ મળ્યો: સાયરનનો અવાજ સંભળાયો
અમેરિકાએ ભારતને પરત કરી 657 પ્રાચીન મૂર્તિઓ, કરોડોનો ઐતિહાસિક વારસો વતનમાં
GSEB ધો.10-12ના પરિણામ અંગે મોટું અપડેટ: આવતા સપ્તાહે જાહેર થશે પરિણામ
હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઇરાનનું વલણ નરમ? ઈરાનની શાંતિ યોજના અમેરિકાને મોકલાઈ, પરંતુ ટ્રમ્પ અસંતુષ્ટ
24K-22K ગોલ્ડના ભાવ સ્થિર, ચાંદીમાં ઉછાળો: જાણો આજના લેટેસ્ટ રેટ
સુરત ભાજપમાં નિરીક્ષકોનો ધમધમાટ
સુરત મનપાનાં ₹11,000 કરોડના વહિવટ માટે ‘જો અને તો’નાં રાજકીય સમીકરણ
વડોદરામાં નાટ્યજગતમાં ખળભળાટ: સ્ક્રિપ્ટ ચોરીના આક્ષેપ સાથે દિગ્દર્શક સામે કોર્ટમાં ફોજદારી અરજી
કરજણ ડી-માર્ટ વેરહાઉસમાં કામદારોનો ઉગ્ર વિરોધ: વેતન મુદ્દે હડતાળ યથાવત, કંપનીએ રાતોરાત તાળા મારતાં રોષ
T20 ક્રિકેટમાં વિરાટનું વર્ચસ્વ, એશિયામાં 12,000 T20 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન તરીકે ઉપાધિ મેળવી
પાવાગઢ માચી પર ભક્તોને મોટી રાહત: ૯ કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ શરૂ, હવે ૬૫૦થી વધુ વાહનો પાર્કિંગની સુવિધા
દાહોદમાં BU પરમિશન વગરની હાઈરાઈઝ બિલ્ડિંગ સામે પાલિકા એક્શનમાં: 29થી વધુ મિલકતધારકોને નોટિસ
ટીકા કરવી ગુનો નથી: અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, રાહુલ ગાંધીને મળી મોટી રાહત
દિલ્હીમાં મજૂરો માટે મોટું ગિફ્ટ: લેબર ચોક્સ બનશે આધુનિક સુવિધાઓ સાથે સજ્જ
રાજા શિવાજીનો ધમાકેદાર ઓપનિંગ,પહેલા જ દિવસે 11.35 કરોડની કમાણી, રિતેશનો ઐતિહાસિક દાવ સફળ
2013માં બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patna) બીજેપી (BJP) નેતા નરેન્દ્ર મોદીની (Narendra Modi) હુંકાર રેલી દરમિયાન ઐતિહાસિક ગાંધી મેદાન અને પટના જંકશન પર થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં (Serial Bomb Blast) સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની વિશેષ અદાલતે ચાર દોષિતોને ફાંસીની (Hanging) સજા સંભળાવી હતી. આજીવન કેદ અને બે આરોપીઓને 10 વર્ષની કેદ અને એક આરોપીને 7 વર્ષની કેદનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
આ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા 9 આરોપીઓને આજે સવારે કડક સુરક્ષા વચ્ચે પટનાની બેઉર જેલમાંથી વિશેષ ન્યાયાધીશ ગુરવિંદર સિંહ મલ્હોત્રાની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટની કામગીરી શરૂ થતાની સાથે જ કોર્ટે સજાના મુદ્દે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. NIAના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર લાલન પ્રસાદ સિન્હાએ ગુનેગારોને કડકમાં કડક સજાની માંગ કરી હતી, જ્યારે બચાવ પક્ષના વકીલ સૈયદ ઈમરાન ગનીએ કેસના સંજોગો અને આરોપીઓની આર્થિક અને સામાજિક સ્થિતિને ટાંકીને નમ્રતા અને ઓછી સજાની માંગ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે દોષિતોને સજા સંભળાવી હતી.
27 ઓક્ટોબર 2013ના રોજ ગાંધી મેદાન અને પટના જંક્શન ખાતે શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા અને 89 લોકો ઘાયલ થયા હતા. આઠ વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે. બુધવારે, કોર્ટે મુખ્ય છ આરોપીઓને રાજદ્રોહ, ગુનાહિત કાવતરું, હત્યા, હત્યાનો પ્રયાસ, UAPA એક્ટની કલમો હેઠળ દોષિત ઠેરવ્યા હતા. જ્યારે અન્ય ત્રણ દોષિત ઠર્યા હતા. એકને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.

રાંચી અને રાયપુરમાં બોમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું
નરેન્દ્ર મોદીની હુંકાર રેલી દરમિયાન રાંચી અને રાયપુરમાં ગાંધી મેદાન સિરિયલ બોમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. 7 જુલાઈ, 2013ના રોજ બોધ ગયા વિસ્ફોટ પછી જ પટનાના ગાંધી મેદાનમાં થયેલા વિસ્ફોટનું પ્લાનિંગ ઈન્ડિયન મુજાહિદ્દીનના (Indian Mujahiddin) જેહાદીઓએ કર્યું હતું. બોધ ગયા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ હૈદર અલી અને મોજીબુલ્લાહ હતા. બોધગયા બોમ્બ વિસ્ફોટોમાં (Bomb Blast) હૈદરે બૌદ્ધ સાધુ તરીકે બોમ્બ મૂક્યા હતા. આ પછી ગાંધી મેદાનમાં મોદીની રેલીમાં બ્લાસ્ટ કરવા માટે આતંકવાદીઓએ વિસ્ફોટકો એકત્ર કરીને રાંચીમાં જમા કરાવ્યા હતા.
આ ઘટનાને અંજામ આપવા માટે આઠ આતંકીઓ સવારે જ બસ દ્વારા રાંચીથી પટના પહોંચ્યા હતા. તેઓ તેમની યોજના મુજબ અલગથી કામ કરવા લાગ્યા. આ દરમિયાન પટના જંકશનના પ્લેટફોર્મ નંબર દસના ટોયલેટમાં માનવ બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. મોહમ્મદ પટના જંકશન પર બ્લાસ્ટ કરતા ઝડપાયો. ઈમ્તિયાઝની પૂછપરછમાં રાંચી સાથે સંબંધિત વાયરો મળી આવ્યા હતા. આ પછી NIAએ રાંચીના હિંદપીરી અને સિથિયોમાં દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત આરોપીઓએ રાયપુરમાં ટ્રેનિંગ પણ લીધી હતી. ઉમર સિદ્દીકી અને અઝહરુદ્દીનની રાયપુરમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને વિસ્ફોટ કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. રાંચીમાં તેને અમલમાં મૂકવા માટે એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો.