Vadodara

શોપિંગ કરી ઘરે જઈ મોપેડ ચાલક મહિલાને વાછરડાએ અડફેટે લીધું

વડોદરા: ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પટિલ દ્વારા મેયર કેયુર રોકડિયાને ટકોર કર્યાબાદ પણ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ હજી પણ ઓછો થયો નથી. શોપિંગ કરીને એક્ટિવા પર ઘરે પરત જઇ રહેલી મહિલાને વાછરડાએ અડફેટે લેતા ઇજાગ્રસ્ત થઇ હતી. જેથી મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાના પતિએ આ મામલે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ગોપાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ પુરવાર થઇ રહી છે. જેના કારણે અનેક લોકોને ભોગવવા નો વારો આવે છે. ગત સપ્તાહે જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરાના મેયર કેયુર રોકડિયાને રખડતા ઢોરોના મુદ્દે ટોકર કરી હતી અને કેયુર હવે તમે મિટીંગો બંધ કરો અને કામગીરી બતાવો. મને તો તમને જ્યારે મેયર બનાવ્યા ત્યારે લાગતું હતું કે, કેયુર યુવાન છે અને ઝડપથી કામ કરશે. પરંતુ, આટલું ધીમું તો નહીં ચાલે. બીજી વાર વડોદરાથી કોઈનો ફોન આવે કે રખડતા ઢોર દેખાઈ નહિ તેમ કરજો. પરંતુ ફરી એકવાર રખડતા ઢોરની અડફેટે કોઈને ભોગવવાના વારો આવ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.

શહેરના સમતા વિસ્તારમાં આવેલ આંબેડકરમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં મેઇન્ટનન્સ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા સંજયભાઇ શાંતિલાલભાઇ મકવાણાએ લક્ષ્મીપુરા મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત 28 ઓક્ટોબરના રોજ તેમની પત્ની નિલમ સિટી વિસ્તારમાં  શોપિંગ કરવા માટે ગઈ હતી. શોપિંગ કર્યા બાદ નીલમબેન  એક્ટિવા પર ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન સરદાર પટેલ હાઇટ્સ પાસે એક વાછરડુ રોડ પરથી કૂદવા જતા નીલમ બેનની એક્ટિવા સાથે અથડાયુ હતું. જેથી નીલમબેન અક્ટિવા પરથી નીચે પડી ગયા હતા અને તેમને જમણા કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને હાથ અને પગના ભાગો પર પણ ઇજાઓ થઇ હતી.

ત્યારે નીલમે તેઓને ફોન કરી બનાવ અંગે જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પત્નીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યારબાદ તેમણે બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં તેમની પત્નીને અડફેટે લેનાર વાછરડાના અજાણ્યા ઢોર માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અજણ્યા ગોપાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા  મધુબેન સોલંકી 5 દિવસ પહેલા જ ગાયના હુમલાનો ભોગ બની હતી. મધુબેને ઘરની બહાર ગાયને જમવાનું ખવડાવવા જતી હતી ત્યારે ગયે શિગડુ માર્યુ હતું. જેથી મહિલાના પગના થાપાનો ગુટકો તૂટી ગયો હતો. ત્યારે મધુબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

Most Popular

To Top