Madhya Gujarat

મહિસાગર જિલ્લાના નિવૃત્ત શિક્ષકો સાથે વધુ વ્યાજના નામે 45 લાખની છેતરપિંડી

ગોધરા: મહિસાગર જીલ્લાના નિવૃત શિક્ષકને વીમા કંપનીઓની પોલીસીમાં નાણા રોકાણ કરીને ઉચા વળતરની લાલચ આપીને પ્રોસેસ ફીના નામે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ૪૪,૭૫,૧૭૮લાખ રુપિયાની રકમ ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરનારા બિહાર યુપી ગેંગના ચાર જેટલા ઈસમોની ધરપકડ કરીને દસ લાખ રૂપિયા તેમજ લેપટોપ તેમજ મોબાઈલ સહીતના મુદ્દામાલ જપ્ત કરીને  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ સાયબર ક્રાઈમ પોલીસ સુત્રો પાસેથી રતનકુવા ગામમાં રહેતા રમણલાલ ધુળાભાઈ પટેલ નિવૃત શિક્ષક તરીકે પોચાના પરિવાર સાથે જીવન ગુજારે છે.

તેમને એક ખાનગી લાઈફ ઈન્સુરન્સ કંપનીમાંથી  વીમા પોલીસી લીઘી હતી.જેનુ બોનસ આપવાના બહાને અજાણ્યા ઈસમોએ અલગ અલગ છ જેટલી વીમાં કંપનીઓની પોલીસીમાં કુલ ૨૮,૯૬,૬૧૪ લાખનુ રોકાણ કરાવીને નાણા પરત આપવાના બહાને અલગ અલગ મોબાઈલ નંબરોથી વાતચીત કરીને વિશ્વાસમા લઈને વધુ વળતર આપવાની લાલચ આપીને અલગ અલગ એકાઉન્ટ નંબરો મોકલી આપીને ૪૪.૭૫,૧૭૮ લાખ રુપિયા જેટલી રકમ ઓનલાઈન તથા બેંકસ્લીપની ટ્રાન્સફર કરાવી લીધા હતા આ મામલે શિક્ષક દ્વારા ગોધરા સાયબર ક્રાઈમ પોલીસ મથક ખાતે ફરિયાદ નોધાવામા આવી હતી.જેમા પોલીસ ટીમ દ્વાર તપાસ કરવામા આવતા આરોપીઓ દિલ્લી તથા નોઈડાના હોવાનુ જણાઈ આવતા પીઆઈ જે.એન.પરમારતથા પોલીસની ટીમ ગાજીયાબાદ ખાતે જઈને ગુનામાંસંડોવાયેલા આરોપીઓ (૧) સચીનવ તારાચંદ રહે ગાજીયાબાદ યુપી,(૨) દાનીશ શાબ રફફન ખા  (૩) સંકેત કુમાર જીતેન્દ્રસિંહ રહે જમસિકરી બીહાર (૪) સચીન જે ભગવાન રહે દિલ્લીની અટકાયત કરી છે.

Most Popular

To Top