Vadodara

કોડીયા બનાવવાનું કામ કરતા પરિવારો આજે પણ માટી કારીગરીમાં અડીખમ

વડોદરા : દિવાળીના તહેવારોમાં વર્ષોથી ચાલતી આવતી માટીના કોડિયા,દીવડા બનાવવાની પરંપરા આજે પણ વડોદરાના માટીકામ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોએ જાળવી રાખી છે.જોકે ચાઈનીઝ દિવડા અને કંદિલની વધતી જતી માંગ વચ્ચે શહેર અને ગામમાં માટીના કોડીયા બનાવવાનું કામ કરતાં કારીગરો આજે પણ અડીખમ છે. આજના કહેવાતા વિકાસ, ભૌતિકવાદ વચ્ચે પરંપરાગત કળા કારીગરોને અનેક સમસ્યાઓ નડી રહી છે.

કોરોનાના સમયમાં દરેક ક્ષેત્રના કારીગરોને આર્થિક સંકટથી ઝઝૂમવું પડયું છે. માટીના કોડીયા બનાવવા અને વેચાણ સામે મોટા પડકાર હોવા છતાં આ પરિવારો પોતાના વ્યવસાય સાથે હિન્દુ ધર્મની પરંપરા જીવંત રાખવા માટે માટીના કોડીયા બનાવવાની કામગીરી કરી રહ્યા છે.  આ કોડીયા ખરીદનારાનો ખાસ વર્ગ છે.પરંતુ જોઈએ એટલું માર્કેટ મળતું નથી.જેના કારણે માટીના કોડીયા બનાવતા કારીગરોની સંખ્યા હવે ધીમેધીમે ઘટી રહી છે.માટીકામના વ્યવસાય માટે અનેક પડકારો આવી રહ્યા છે.

પરંતુ તેમના બાપદાદાનો વ્યવસાય હોવાથી તે છોડવા માંગતા નથી અનેક પડકારો છતાં આ કારીગરો અડીખમ હોવાથી હજુ પણ શહેરમાં માટીના કોડીયા દિવાળીમાં પ્રગટેલા જોવા મળે છે.છેલ્લા બે વર્ષમાં કોરોના ના કારણે પણ માટી કારીગરોને આર્થિક નુકસાન થયું છે.જોકે આ વર્ષે નિયમો હળવા થતાં હવે તેમનામાં દિવાળી સારી જશે તેવો આશાવાદ દેખાઈ રહ્યો છે.તેમને લાગી રહ્યું છે કે હવે આ વર્ષે લોકો માટીના દિવડાની ખરીદી કરશે અને દિવાળીમાં ઉજવણી કરશે.

શહેરના માટીકામના કલાકાર નરસિંહભાઈ કરસનભાઈ પ્રજાપતિ  , તથા વિપુલભાઈ દ્વારા આ માટીકામના વ્યવસાયમાં પડતા પડકારો સંદર્ભે ચોમાસા દરમિયાન તેમના ત્યાં સંગ્રહીત કરેલ માટીનું ધોવાણ થતાં તેમને આર્થિક ફટકો પડ્યો છે.સાથે હવે લોકો ચાઈનીઝ દીવળા સામે ટક્કર ઝીલી રહેલા માટી કામના કારીગરોને સપોર્ટ કરી તેમની પાસેથી દીવડા લેય તેવી અપીલ કરી હતી.પોતાના વ્યવસાય સાથે હિન્દુ સંસ્કૃતિના દીવડાની પરંપરા આજના વિકાસશીલ યુગમાં જાળવી રાખનાર આવા કલાકારો પાસે લોકો દીવડા લેય અને તેમને સપોર્ટ કરે.જેથી આ માટી કલા કારીગરીની પરંપરા પણ જળવાઈ રહેશે.

Most Popular

To Top