સુરત: શહેર જિલ્લામાં આજે સવારે ચાર કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરપાડામાં સાડા છ ઇંચ વરસાદ પડતા નદી-નાળામાં પૂર આવ્યા હતાં....
આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આરટીઓ અને પોલીસની વિવિધ ડ્રાઇવ દરમિયાન ટ્રેક્ટર રજીસ્ટ્રેશન વગર જ દોડતા હોવાનું બહાર...
શહેરા: શહેરા તાલુકાના કવાલી ગામના મલેક ફળિયામાં આવેલ વણાંકબોરી પાણી પુરવઠા યોજના ના સંપ માંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે....
આણંદ : આણંદ જિલ્લામાં શુક્રવારે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ એવા ખંભાત, પેટલાદ અને બોરસદમાં સુરક્ષાની...
સુરત: સુરતમાં વહેલી સવારથી વરસાદ (Rain) વરસી રહયો હતો બપોરે વરસાદે વિરામ લીધા બાદ ફરી તડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો....
અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા કરતાં કહ્યું હતું કે ‘‘લોકશાહી લોકો દ્વારા, લોકો માટે ચાલતી લોકોની સરકાર છે.’’મહારાષ્ટ્રમાં જે રીતે મહાવિકાસ અઘાડી સરકારનું...
કોરોનાના ભયંકર દિવસો કોઈ ભૂલી નહીં શકે. આ ભયંકર બનેલી બીમારીએ લોકોને ઔષધીય વનસ્પતિઓનું મહત્વ સમજાવી દીધું હતું. કોરોનાનામાં ઉકાળનું મહત્વ વધી...
ડોક્ટરને ધરતી પરના ભગવાન કહેવાય છે. તે દર્દીની સેવામાં એટલા ઓતપ્રોત થઈ જાય છે કે તેમને સમયનું પણ ભાન નથી રહેતું. કોરોના...
ભાગળ ચાર રસ્તા કોર્નર પર 128 વર્ષ પહેલાં છગનભાઇ નારણભાઈ હલવાવાલા દ્વારા મીઠાઈની દુકાન શરૂ કરવામાં આવી હતી. ત્યારે માત્ર બરફી અને...
ગાંધીનગર: કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ (Department) ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન BRAP 2020ના જાહેર થયેલા રેન્કીંગમાં...
ગાંધીનગર: “નલ સે જલ યોજના” અંતર્ગત રાજ્યના 96.50 ટકા ઘરોને નળથી જોડાણ આપીને દેશના મોટા રાજ્યોમાં ગુજરાત (Gujarat) અગ્રેસર છે. રાજ્યના કુલ...
જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે. આ રથયાત્રાનો મહોત્સવ 10 દિવસનો હોય છે. જે શુક્લપક્ષની અગિયારસનાં દિવસે પૂર્ણ થાય...
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પરંતુ શું તમે જાણો છો...
સુરત : સુરત (Surat) શહેરમાં આજે બે વર્ષ પછી રથયાત્રા (Rathyatra) નીકળશે ત્યારે પોલીસે (Police) કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાંપતો...
સુરત: (Surat) એ.કે. રોડ પર રહેતા અને કરિયાણાના દુકાનદારની (Shopkeeper) પત્ની સાથેના પરિવારના ફોટો ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી પર બિભત્સ લખાણ સાથે મુકતા...
બર્મિંઘમ : પહેલીવાર કેપ્ટનશિપની (Captain) જવાબદારી સંભાળી રહેલા જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ (Cricket Team) શુક્રવારથી અહીં શરૂ થઇ રહેલી પાંચમી...
બારડોલી : બારડોલીના (Bardoli) ભંડારીવાડમાં એક શખ્સે યુવકને ચપ્પુ (Knife) મારી ઇજા પહોંચાડતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો હતો. પોલીસે...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરમાં અષાઢી બીજ 1લી જુલાઈ-2022ના રોજ અભેદ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવાન (God) જગન્નાથની 145મી રથયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર...
વ્યારા: વ્યારા (Vyara) નગરમાં આશરે સાત વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી રથયાત્રા (Rathyatra) આ વર્ષે પણ પરંપરાગત રીતે નગરનાં માર્ગોને (Road) દીપાવશે....
વલસાડ, નવસારી, બીલીમોરા : વલસાડ (Valsad) અને નવસારી (Navsari) જિલ્લા માટે હવે ખરા અર્થમાં ચિંતા વધી રહી છે. ગઇકાલે વલસાડમાં કોરોનાના (Corona)...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) રાજકારણમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલનો આખરે ગુરુવારે (Thursday) અંત આવ્યો હતો. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ ગુરુવારે શપથ...
સુરત: (Surat) શહેરમાં સરકારી યોજના હેઠળ બીઓબી સહિતની બેંકોમાંથી (Bank) કરોડોની લોન (Loan) લઈ ભરપાઈ નહીં કરી છેતરપિંડી કરનાર 57 સામે સીઆઈડીમાં...
ભરૂચ: સરકારી શાળાઓ ઘણી વખત શિક્ષણની ગુણવત્તા, અપૂરતી સુવિધાઓ અને શિક્ષકોના કારણે ચર્ચા કે વિવાદોનો વંટોળ ઊભો થાય છે. ભરૂચમાં આવો વધુ...
નવી દિલ્હી: સમગ્ર દેશમાં હવે મંજુરી વગર(Without permission) બોરમાંથી પાણી નહિ લઇ શકાય. કેન્દ્ર સરકાર આ માટે મહત્વનો નિર્ણય લીધો છે. દેશભરમાં...
મુંબઈ: હવે મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે બનશે. આજે સાંજે 7 વાગ્યે જ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા...
મુંબઈ: હાલમાં મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય સંકટ (Political Crisis) ચાલી રહ્યું છે. રાજકારણનાં આ ભૂકંપ વચ્ચે શિવસેના (Shivsena)ના ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદેથી...
પ્રિયંકા ચોપરા માટે જુલાઇ મહિનો ખાસ છે. 18મી જુલાઇએ તેનો જન્મ દિવસ આવી રહ્યો છે. હમણાં તેને હોલીવુડની નવી ફિલ્મ પણ મળી...
આજકાલ એવો નિયમ બની ગયો છે કે હિન્દી ફિલ્મમાં હીરોઈન તરીકે તક મેળવવી હોય તો પહેલા સાઉથની ફિલ્મોમાં સ્ટાર બની જાઓ. સાઉથના...
જો હીરોઇન હોય તો તેની કારકિર્દી 35 – 40ની ઉંમરથી બદલાવા માંડે છે. પ્રેક્ષકોને યુવાન, બ્યુટીફૂલ હીરોઇન જ વધારે ગમે છે. જો...
બનાસકાંઠા: ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ(Kanaiyala) હત્યાકાંડ(Murder case)ને લઈ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હત્યા કાંડની ગુજરાત(Gujarat)માં પણ દેખાઈ રહી છે. ગુજરાત...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
સુરત: શહેર જિલ્લામાં આજે સવારે ચાર કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરપાડામાં સાડા છ ઇંચ વરસાદ પડતા નદી-નાળામાં પૂર આવ્યા હતાં. આ સિવાયના તમામ તાલુકામાં પણ અડધો ઇંચથી લઈને ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.
શહેરના નીચાણવાળા જ નહી, એમજી રોડ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાતા ભારે ખાનાખરાબી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાની લોકલ રેઈનફોલ સિસ્ટમને કારણે જિલ્લામાં સર્વત્ર વરસાદ જામ્યો છે. હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ સુધી આ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. ગઈકાલે સવારે વરસાદ વરસ્યા બાદ બપોરે તડકો અને અસહ્ય બફારાથી લોકો પરેશાન થયા હતા. આજે સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું. સવારે 8 પછી બપોરે 12 સુધીમાં શહેરના અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડામાં સૌથી વધારે સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગઈકાલે રાત્રે તો તાપમાનનો પારો અઢી ડિગ્રી વધી જતા અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વહેલી સવારથી વરસાદી માહોલ જામતા ઉકળાટથી રાહત મળી હતી.
વલસાડ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના મોટા મોટા બણગા ફૂંકાયા હતા. જોકે, પાલિકા દ્વારા એમજી રોડ અને બજાર વિસ્તારની ગટરની સફાઇ થઇ ન હતી. જેના કારણે આજે મળસ્કે વલસાડ તાલુકામાં પડેલા 140 મિમિ (5.6 ઇંચ) વરસાદના કારણે પરિસ્થિતિ બગડી ગઇ હતી. આ ભારે વરસાદના કારણે દર વર્ષની જેમ મોગરાવાડી અને છીપવાડના રેલવે અન્ડર પાસ, તિથલ રોડ, છીપવાડ, હાલર રોડ પર તો પાણી ભરાયા જ હતા, પરંતુ એમજી રોડ, નાની ખત્રીવાડમાં પણ પાણી ભરાઇ ગયા હતા. જેમાં એમજી રોડની અનેક દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોની પરિસ્થિતિ કથળી ગઇ હતી.
વલસાડ જિલ્લામાં બુધવારે રાત્રે 12 કલાકથી વરસાદ શરૂ થયો હતો. જેમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ વલસાડ તાલુકામાં અને સૌથી ઓછો 0.8 ઇંચ વરસાદ કપરાડા તાલુકામાં પડ્યો હતો. વલસાડમાં મહત્તમ 6 ઇંચ વરસાદ મળસ્કે પડી ગયો હતો. ત્યારબાદ દિવસભર ફરીથી તડકો પડતાં ભારે બફારાની અનુભૂતિ થઇ હતી.
વરાછામાં ઠેર-ઠેર પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
સુરત: દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી થઈ ગઈ હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ શહેરમાં જરાક વધારે વરસાદ આવી જાય તો ઠેર-ઠેર પાણી ભરાઈ જતા હોય છે. ગુરૂવારે શહેરમાં સવારે વરસાદની ધમાકેદાર બેટીંગ થઈ હતી. જેમાં ખાસ કરીને વરાછામાં વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
વરાછામાં ગણતરીનાં કલાકોમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અને મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. વરાછા, કતારગામ, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં તો ગણતરીનાં કલાકોમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણીયા સુધી પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને લોકો પણ અટવાયા હતા.
રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીમાં શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં 6 ઇંચ વરસાદ, એલપાડમાં દોઢ ઇંચ, ચોર્યાસીમાં બે ઇંચ, માંગરોળમાં ૩ ઇંચ અને કામરેજમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.