SURAT

સુરતમાં રથયાત્રાના રૂટ પર આકાશમાંથી 2 ડ્રોન અને ભીડમાંથી 5 વજ્ર બાંજ નજર રાખશે, પોલીસ પણ સજ્જ

સુરત : સુરત (Surat) શહેરમાં આજે બે વર્ષ પછી રથયાત્રા (Rathyatra) નીકળશે ત્યારે પોલીસે (Police) કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર બે ડ્રોન (Drones) બાંજ નજર રાખશે. તો નીચે પાંચ વજ્ર વાહનો (Vehicle) ભીડમાં વોચ (Watch) રાખશે. કોરોનાકાળના (Corona) બે વર્ષ બાદ આ વર્ષે શહેરમાં ધામધૂમથી ભગવાન જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવશે. જેથી આ વર્ષે રથયાત્રાને લઇને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે શહેરના જુદા જુદા છ સ્થળેથી આ વખતે રથયાત્રા નીકળવાની છે. જેને લઇને આયોજકો તેમજ ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

  • કુલ બે એડી. સીપી, 9 ડીસીપી, 19 એસીપી, 47 પીઆઈ, 150 થી વધારે પીએસઆઈ સહિત 4000 પોલીસ કર્મીની ચાંપતી નજર
  • શહેરમાં આજે બે વર્ષ પછી 6 સ્થળેથી નીકળનાર રથયાત્રા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત
  • દરેક પોલીસ સ્ટેશનની હદમાં સતત ફુટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ યોજવામાં આવી રહી છે
  • પોલીસ કંટ્રોલરૂમમાંથી પણ શહેરના દરેક રસ્તાઓ ઉપર સતત નજર રહેશે, ક્વીક રીસ્પોન્સ ટીમ પણ એક્ટિવ રહેશે

પોલીસ માટે સૌથી મોટો પડકાર રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેમજ કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતી જળવાઇ રહે અને કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે છે. તમામ પાસાઓ ચકાસી પોલીસ સજ્જ થઈ ગઈ છે. બે દિવસથી આ માટે રિહર્સલ પણ કરી રહી છે. ત્યાં બીજી બાજુ દરેક પોલીસ સ્ટેશનની હદમાં સતત ફુટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ યોજવામાં આવી રહી છે. સમગ્ર રથયાત્રા પર બે ડ્રોન આકાશમાંથી બાંજ નજર રાખશે. આ સિવાય 5 વજ્ર વાહનો ભીડમાં લોકો પર નજર રાખવાના છે. પોલીસ કંટ્રોલરૂમમાંથી પણ શહેરના દરેક રસ્તાઓ ઉપર સતત નજર રહેશે. ક્વીક રીસ્પોન્સ ટીમ પણ એક્ટિવ રહેશે.

બંદોબસ્તમાં કેટલી પોલીસ કાર્યરત રહેશે
એડીશનલ સીપી – 2
ડીસીપી – 8
એસીપી – 16
પીઆઈ – 35
પીએસઆઈ – 120 થી વધારે
એસઆરપી – 5 કંપની (એક કંપનીમાં 70 કર્મી)
હોમગાર્ડ – 1000
પોલીસ સ્ટાફ – 2200

ટ્રાફિક પોલીસ પણ સજ્જ
ડીસીપી – 1
એસીપી – 3
પીઆઈ – 12
પીએસઆઈ – 22
પોલીસ – 320
હોમગાર્ડ – 234
ટીઆરબી – 295
ક્રેન – 14
ઇન્ટરસેપ્ટર – 4

Most Popular

To Top