Feature Stories

અષાઢી બીજ માટે તૈયાર કરવામાં આવેલા રથ અંગેની આ વાતો શું તમે જાણો છો?

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પરંતુ શું તમે જાણો છો કો આ રથ કેવી રીતે બનાવવામાં આવે છે. જગન્નાથ પૂરીના રથનું નિર્માણ અખાત્રીજના દિવસે શરૂ કરવામાં આવે છે. આ રથ દર વર્ષે નવો બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે ઘણાં કારીગરો ઉમટી પડે છે. આ રથને તૈયાર કર્યા પછી આ રથને શણગારવામાં આવે છે. રથમાં સવાર ભગવાન શ્રી કૃષ્ણ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામનો રથ અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે.

ભગવાન શ્રી કૃષ્ણનો રથ
જાણકારી મુજબ આ રથ 45 ફૂટ ઉંચો હોય છે. તેમાં 16 પૈડા હોય છે. જેનો વ્યાસ 7 ફૂટનો હોય છે. આખો રથ લાલ અને પીળા કલરના કપડાથી શણગારવામાં આવે છે. આ રથની રક્ષા ગરૂડ કરે છે. આ રથને દારૂકા ચલાવે છે. રથ ઉપર જે ઝંડો લહેરાય છે તેને ત્રૈલોક્ય મોહની કહે છે. તેમા ચાર ઘોડા હોય છે. આ રથમાં વર્ષા, ગોવર્ધન, કૃષ્ણા, નરસિંહા, રામ, નારાયણ, ત્રિવિક્રમ, હનુમાન અને રુદ્ર બિરાજમાન રહે છે. તેને જે દોરડાથી ખેંચે છે, તેને શંખચુડા કહેવાય છે.

બલરામજીનો રથ
આ રથ 43 ફૂટ ઉંચો હોય છે. તેમાં 14 પૈડા હોય છે. તેને લાલ, આસમાની અને લીલા રંગના કપડાથી શણગારવામાં આવે છે. તેની રક્ષા વાસુદેવજી કરે છે. તેને મતાલી નામનો સારથી ચલાવે છે. તેમા ગણેશ, કાર્તિક, સર્વમંગલા, પ્રલામ્બરી, હટાયુદ્ધ, મૃત્યુંજય, નાતામ્વારા, મુક્તેશ્વર, શેષદેવ બિરાજમાન હોય છે. તેના ઉપર જે ઝંડો લહેરાય છે તેને ઉનાની કહે છે. આ રથને જે દોરડાથીં ખેંચવામાં આવે છે તેને વાસુકીનાગ કહે છે.

સુભદ્રાજીનો રથ
આ રથના 12 પૈડા હોય છે. તે 42 ફૂટ ઉંચો હોય છે. તેને લાલ અને કાળા રંગના કપડાથી શણગારવામાં આવે છે. આ રથની રક્ષા જયદુર્ગા કરે છે. આ રથનો સારથી અર્જૂન હોય છે. તેમાં નંદ્વિકા ઝંડો લહેરાય છે. આ રથમાં ચંડી, ચામુંડા, વનદુર્ગા, ઉગ્રતારા, શુલિદુર્ગા, વારાહી, શ્યામકલી, મંગળા, વિમલા બિરાજમાન હોય છે. તેને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને સ્વર્ણચુડા નાગ કહે છે.

વિદેશમાં ઈસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે
વિદેશમાં ઈસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. 100થી વધુ વિદેશી શહેરોમાં આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ડલબિન, લંડન, મેલબર્ન, પેરિસ, ન્યૂયોર્ક, સિંગાપોર, ટોરેન્ટો, મલેશિયા, કેલિફોર્નિયા જેવા શહેરોમાં આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય બાંગ્લાદેશમાં પણ રથયાત્રાનું મોટું આયોજન કરવામાં આવે છે.

Most Popular

To Top