Dakshin Gujarat

બારડોલીમાં યુવકે ગાળો બોલવાની ના પાડી તો પેટમાં ચપ્પુ હુલાવી દીધું

બારડોલી : બારડોલીના (Bardoli) ભંડારીવાડમાં એક શખ્સે યુવકને ચપ્પુ (Knife) મારી ઇજા પહોંચાડતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો હતો. પોલીસે (Police) જીવલેણ હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલીના ભંડારીવાડમાં રહેતો અક્ષય મનોજ ભંડારી બુધવારે રાત્રે બે મિત્રો કૃણાલ મહેન્દ્રભાઈ ભંડારી અને પ્રશાંત પટેલ સાથે બુટની (Shoes) ખરીદી કરવા માટે ગયો હતો. તે સમયે પ્રશાંતની માતાએ (Mother) ફોન (Call) કરીને જણાવ્યુ હતું કે તેમના ફળિયાનો જતિન ભંડારી ઘર પાસે ગાળાગાળી કરે છે. આથી અક્ષયે ફોન કરતાં તેની સાથે પણ જતિનને ગાળાગાળી કરી હતી. રાત્રિના નવેક વાગ્યે અક્ષય તેના બંને મિત્રો (Friends) સાથે ફળિયામાં પહોંચતા જતિનને ગાળાગાળી ન કરવા જણાવ્યું હતું. ઉશ્કેરાય ગયેલા જતિને ચપ્પુ કાઢી અક્ષયના પેટમાં (Stomach) મારી દીધું હતું. જતીનને પકડવા જતાં પ્રશાંત પટેલને પણ હાથમાં ચપ્પુ માર્યુ હતું. અક્ષયને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અક્ષયના મિત્ર કૃણાલ ભંડારીની ફરિયાદના આધારે જતિન સામે જીવલેણ હુમલાનો (Attack) ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ડેડિયાપાડાના સોરાપાડામાં માતા સાથે આડા સંબંધનો વહેમ રાખી યુવાનની હત્યા
રાજપીપળા : ડેડિયાપાડાના સોરાપાડા ગામમાં માતા સાથે આડા સંબંધ હોવાના વહેમે એક યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારતાં બે શખ્સ સામે ગુનો દાખલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિલમ આશિષ કોટવાડિયા (રહે., સોરાપાડા, નિશાળ ફળિયું)એ આપેલી ફરિયાદ મુજબ એમના પતિ આશિષભાઈ ઘરમાં સૂતા હતા. ત્યારે પોતાની માતા સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી દીપકભાઇ એમના મિત્ર રવિન્દ્રભાઈ સાથે એમના ઘરમાં આવી પહોંચ્યા હતા. અને દીપકભાઈએ આશિષભાઈને છાતીના ભાગે લાકડીના સપાટા માર્યા હતા. જ્યારે રવિન્દ્રભાઈએ ગડદા પાટુનો માર માર્યો હતો. પતિને બચાવવા વચ્ચે પડેલાં નીલમબેનને પણ એ લોકોએ માર માર્યો હતો. આ ઘટના બાદ નીલમબેન પોતાના પતિ આશિષભાઈને ડેડિયાપાડાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયાં હતાં. જ્યાં હાજર તબીબોએ આશિષભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં નીલમબેનની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસે દીપક તેના મિત્ર રવિન્દ્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top