National

હવે બોરવેલ ખોદવા માટે લેવી પડશે મંજુરી, ચુકવવા પડશે આટલા રૂપિયા

નવી દિલ્હી: સમગ્ર દેશમાં હવે મંજુરી વગર(Without permission) બોરમાંથી પાણી નહિ લઇ શકાય. કેન્દ્ર સરકાર આ માટે મહત્વનો નિર્ણય લીધો છે. દેશભરમાં ભૂગર્ભ જળ સ્તર(Groundwater level)ને લઈને ચિંતા વધી રહી છે. જેથી સરકાર નવી પોલીસી અમલમાં લાવવા જઈ રહી છે. જેમાં હવે સોસાયટી હોય કે એપાર્ટમેન્ટ, નવો બોરવેલ(BoreWell) હોય કે જૂનો, તમામ માટે નોંધણી ફરજિયાત છે. આ નોંધણી કરવાની સાથે 10 હજાર રૂપિયા પણ ચુકવવા પડશે. હાલમાં જે સોસાયટી અને એપાર્ટમેન્ટમાં બોરવેલ છે તેએએ પણ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ ફરજીયાત લેવું પડશે. તેમજ નવું બોરવેલ બનાવવા માટે ચાર્જ પણ ભરવો પડશે. નવા બોરવેલ માટે સરકાર દ્વારા 10 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જમીનમાં જળ સ્તર જે રીતે ઊંડા જઈ રહ્યા છે તેના પગલે આ પોલીસી અમલમાં લાવવામાં આવી છે.

ખેતી આ પોલીસીમાંથી બાકાત
આ પોલીસી ખેતી માટે લાગુ પડતી નથી. સિંચાઈ માટે વપરાતા બોરવેલને એનઓસીમાંથી મુક્તિ અપાઈ છે. સિંચાઈ માટે ભૂગર્ભ જળ મહત્વનો સ્ત્રોત છે. જેથી જે લોકો સિંચાઈ માટે કૂવો ખોદતા હોય, બોર બનાવતા હોય છે તેઓ એટલે કે કૃષિ સિંચાઈક્ષેત્રને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવી છે. ભારતીય ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે, દેશમાં એવું આયોજન નથી કે દરેક સ્થળે કેનાલ હોય કે નદી વહેતી હોય, જેથી પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે.

નવી પોલિસીના અમલીકરણ માટે પત્ર લખાશે
કેન્દ્ર સરકાર આગામી સમયમાં આ પોલિસી અમલી બનાવવા જઈ રહી છે. ત્યારે દરેક રાજ્યમાં આ પોલિસી અમલી બને એ માટે આગામી સમયમાં કેન્દ્રીય જળ સંપત્તિ વિભાગ તમામ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને માહિતગાર કરશે. કેન્દ્ર સરકારની આ પોલિસી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લાગુ પડશે.

30 સપ્ટેમ્બર સુધીમાં બોરવેલ પાણીના ઉપયોગ માટે અરજી કરવી પડશે
આ યોજનામાં અરજી કરવાની મુદત 30 સપ્ટેમ્બર, 2022 નક્કી કરવામાં આવી છે. તમામ રાજ્યનાં રહેણાક એપાર્ટમેન્ટ્સ, ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ, શહેરી વિસ્તારની સરકારી જળ વિતરક એજન્સીઓ, જથ્થાબંધ જળ વિતરકો, ઔદ્યોગિક, માળખાગત, માઈનિંગ પરિયોજનાઓ, સ્વિમિંગ પૂલ માટે તેમજ પીવા તથા ઘરેલુ વપરાશમાં લેનારા સહિત તમામ ભગર્ભ જળ વપરાશ કરનારાઓ માટે આ પોલિસી અમલી બનશે.

Most Popular

To Top