Madhya Gujarat

વણાંકબોરી પાણી પુરવઠા યોજનાના સંપ માંથી હજારો લીટર પાણીનો વેડફાટ

શહેરા: શહેરા તાલુકાના કવાલી ગામના  મલેક ફળિયામાં આવેલ વણાંકબોરી પાણી પુરવઠા યોજના ના સંપ માંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ગામના અમુક વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત હોય તેમ છતાં આ  સંપ માંથી પાણી નો બગાડ થતા ગ્રામજનોમાં  છૂપો રોષ જોવા મળ્યો હતો. શહેરા તાલુકાના કવાલી ગામ ના ગ્રામજનોને  પાણી સમસ્યા માંથી છુટકારો મળે તે માટે આ ગામમાં આવેલ મલેક ફળિયામાં વણાંકબોરી પાણી પુરવઠા યોજના ફાળવવામાં આવી હતી. પાણીનો સંપ ભરાઈ જતા પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો હતો.

આ ગામના અમુક વિસ્તારમાં  પાણી સમસ્યા યથાવત હોય ત્યારે આ સંપ માંથી પાણીનો બગાડ થતો જોઈને ગ્રામજનોમાં પણ છુપો રોષ જોવા મળ્યો હતો.પાણી પુરવઠા તંત્ર દ્વારા સંપ માંથી પાણીનો વેડફાટ થતો અટકાવીને આ સંપનું પાણી ગ્રામજનો પીવા માટે  મળે તે માટેનુ આયોજન કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.રાજ્ય  સરકારની પાણીને લગતી અનેક યોજના હોવા છતાં સરકારી બાબુઓની  બેદરકારીને કારણે આ યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારમાં જે  મળવો જોઈએ તે નહી મળતા હોવાની અનેક બૂમો ઊઠવા સાથે પાણી સમસ્યા જોવા મળતી હોય ત્યારે પાણી પુરવઠા ના અધિકારીઓ  દ્વારા ગ્રામીણ વિસ્તારની મુલાકાત લેવામાં આવે તે પણ અત્યંત જરૂરી હોય તેમ છતાં અધિકારીઓ પોતાની ઓફિસ છોડતા ન હોય તેમ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી પાણી સમસ્યાને જોતા અનેક સવાલો લોકો માંથી ઉઠી રહયા હતા.

Most Popular

To Top