Entertainment

‘…તો શિવસેનાને શિવ પણ નહીં બચાવી શકે’,ઉદ્ધવ ઠાકરે પર કંગનાનો કટાક્ષ

મુંબઈ: હાલમાં મહારાષ્ટ્ર (Maharashtra)માં રાજકીય સંકટ (Political Crisis) ચાલી રહ્યું છે. રાજકારણનાં આ ભૂકંપ વચ્ચે શિવસેના (Shivsena)ના ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું(Resign) આપી દીધું હતું. જેના પર રાજકીય હસ્તીઓથી લઈને બોલિવૂડની હસ્તીઓ તેના પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહી છે. હવે આના પર સ્પષ્ટવક્તા અભિનેત્રી કંગના રનૌત(Kangna Ranaut)ની પ્રતિક્રિયા પણ આવી છે, જેમાં તેણે શિવસેના પર કટાક્ષ કર્યો છે. કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સંદેશ શેર કર્યો હતો જેમાં લખ્યું હતું કે, “જ્યારે પાપ વધી જાય છે, તો સર્વનાશ થાય છે અને ત્યારબાદ સર્જન થાય છે અને જીવનનું કમળ ખીલે છે,” અગાઉ પણ કંગનાએ ઉદ્ધવ ઠાકરે પણ કટાક્ષ કર્યો હતો.

શિવસેના પોતે હનુમાન ચાલીસા પર પ્રતિબંધ મૂકયો હતો: કંગના
કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, “1975 પછી, આ સમય ભારતીય લોકશાહી માટે સૌથી મહત્વપૂર્ણ સમય છે. 1975માં, રાજનેતા જે.પી. નારાયણે સિંહાસનને પડકાર્યું હતું અને સિંહાસન પડી ગયા હતા. 2020 માં, મેં કહ્યું હતું કે લોકશાહી એક ટ્રસ્ટ છે. જે કોઈ આ વિશ્વાસને ગર્વ હેઠળ તોડે છે. રાજનીતિમાં, તેમનું પોતાનું ગૌરવ કચડી નાખશે તે નિશ્ચિત છે. આ કોઈ ચોક્કસ વ્યક્તિત્વની શક્તિ નથી, આ એક સાચા પાત્રની શક્તિ છે. હનુમાનજીને શિવનો 12મો અવતાર માનવામાં આવે છે. જ્યારે શિવસેના પોતે હનુમાન ચાલીસા પર પ્રતિબંધ મૂકે છે. શિવ પણ તેમને બચાવી શકતા નથી. હર હર મહાદેવ. જય હિન્દ. જય મહારાષ્ટ્ર,”

‘મારું ઘર તૂટ્યું તારું ઘમંડ તૂટશે’
બે વર્ષ પહેલાં BMCએ કંગના રનૌતના મુંબઈના પાલી હિલ સ્થિત ઓફિસ ‘મણિકર્ણિકા ફિલ્મ્સ’ના અનેક હિસ્સાને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડ્યો હતો. BMCએ કહ્યું હતું કે કંગનાએ ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોરના ટોયલેટના ગેરકાયદેસર રીતે રૂમ બનાવ્યો છે અને રસોડું બનાવ્યું છે. આ ઉપરાંત પેન્ટ્રી, કેબિન, પૂજા ઘર સહિતના અન્ય ભાગોને ગેરકાયદેસર ગણાવ્યા હતા. BMCની કાર્યવાહી બાદ કંગનાએ કહ્યું હતું, ‘આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારું અભિમાન તૂટશે.’ આ ઘટના બાદથી કંગના શિવસેના તથા ઉદ્ધવ સરકાર પર સતત શાબ્દિક પ્રહારો કરે છે.

Most Popular

To Top