ગાંધીનગર: નવસારી (Navsari) અને વલસાડ, ડાંગ સહિતના રાજ્યના છ જિલ્લા કલેક્ટરો સાથે મુખ્યપ્રધાન (CM) ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સથી વાત કરી પૂરની (Flood)...
નવી દિલ્હી: માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાણકારી આપી છે કે સરકાર દેશની રાજધાની દિલ્હી (Delhi) અને મુંબઈ (Mumbai) વચ્ચે ઈલેક્ટ્રિક...
સુરતઃ દક્ષિણ ગુજરાતની (Soth Gujarat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં (Ukai Dam) ચાલુ વર્ષે વરસાદના (Rain) પ્રથમ સ્પેલમાં જ પાણીનો મોટો જથ્થો આવવાનું...
ગાંધીનગર: છેલ્લા ૨૪ કલાકમાં અતિભારે વરસાદને (Heavy Rain) પરિણામે એકલા નવસારી (Navsari) જિલ્લાનાં વિવિધ ગામોમાંથી ૮૧૧ લોકોને રેસ્ક્યુ (Rescue) કરી તમામના જીવ...
દમણ : સંઘપ્રદેશ દમણના (Daman) દરિયા કિનારે (Seashore) 3 નંબરનું સિગ્નલ (Signal) લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની ચેતવણી અનુસાર આગામી સમયમાં અરબી...
મુંબઈ: મુંબઈના (Mumbai) 17 વર્ષીય સગીરે વીમાના (Insurance) પૈસા લેવા માટે કુરિયર પાર્સલમાં (Parcel) બોમ્બ (Bomb) મૂક્યો હતો. સગીરની દલીલ એવી હતી...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના (Jammu and Kashmir) પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયા સઈદે જેકેએલએફના વડા ((JKLF Head)) યાસીન મલિકને પોતાના...
ભરૂચ: ભરૂચના (Bharuch) એક અંડરપાસ પાસે એક બાળક (Child) એવું કામ કરી રહ્યો હતો કે ચારેતરફ તેની વાહવાહી થઇ ગઈ. હાલ તેનો...
સુરતઃ સુરત(Surat) જિલ્લા(District)માં સવારે 6 વાગ્યાથી લઈ સાંજના 4 વાગ્યા દરમિયાન જિલ્લામાં છુટો છુવાયો વરસાદ નોંધાયો હતો. જેમાં પલસાણા(Palsana) તાલુકામાં 22 મી.મી.,...
સુરત(Surat) : ચીખલી નજીક ગુજરાત-મુંબઈ નેશનલ હાઈવે (Gujarat Mumbai National Highway) પર પૂર્ણા નદીના પાણી ભરાઈ જવાના લીધે ગુરૂવારે બંધ થઈ ગયેલા...
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન(Sushmita Sen) હાલમાં પોતાની લવ(Love) લાઈફ(Life)ને લઈને જબરદસ્ત ચર્ચામાં છે. સુષ્મિતા સેન પ્રખ્યાત બિઝનેસમેન(Businessman) લલિત કુમાર મોદી(Lalit Modi)ને...
ગીર-સોમનાથ: ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદની (Heavy Rain) આગાહી અનુસાર ગીર-સોમનાથ (Gir Somnath) જિલ્લામાં મેઘરાજા મૂશળધાર વરસ્યા હતા. ગત રાત્રિથી લઈને સવાર સુધીમાં...
નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (SBI) તેના માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે....
સુરત(Surat): શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (Veer Narmad South Gujarat University) કુલપતિ (Chancellor) કે.એન.ચાવડાને હવે ચીટર (Cheater) ગેંગ (Gang) નિશાન બનાવી...
સુરત: વર્ષ 2022માં લેવાયેલી ઓલ ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતની સૃષ્ટિ સંઘવીએ દેશભરમાં ત્રીજો ક્રમ મેળવીને...
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના અલીપોર(Alipore)માં સ્થિત એક વેરહાઉસની દિવાલ ધરાશાયી(Wall Collapsed) થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત(Accident)માં 5 મજૂરો(worker)ના મોત(Death)...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) સરકારની શ્રવણ તીર્થ દર્શન (Shravan Tirtha Darshan) યોજનાને (Yojana) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા આ...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા(Team India) હાલ ઈંગ્લેન્ડ(England)માં છે અને ત્યાં વનડે શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ ઉપરાંત BCCIના વરિષ્ઠ અધિકારીઓ...
સુરત (Surat): સુરતના પૂણા (Puna) વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા (School) નં. 300 ફરી એકવાર વિવાદમાં (Controversy) આવી છે. હજુ...
નવસારી: નવસારી(Navsari) જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ(Heavy Rain)ને કારણે નવસારી જિલ્લામાં પૂર્ણા(Purna), અંબિકા(Ambika), અને કાવેરી(Kaveri) નદી(River)માં પુર(Flood) આવતા ભારે તારાજી સર્જાય છે....
વડોદરા : શહેરના બદામડી બાગ ખાતે ઇન્ટરગ્રેટેડ ઓપરેશન સેન્ટર એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્ઘાટન 22 ઓક્ટોબર 2017ના...
વડોદરા : રાજ્યમાં ભારે વરસાદને પગલે વડોદરાના છેવાડે આવેલા પોર પાસે ભારે વરસાદને પગલે પોર પાસેથી વડોદરા તરફ જવાના રોડ નેશનલ હાઈવેની...
છોટાઉદેપુર : છોટાઉદેપુર સ્ટેશન તથા વસેડી વિસ્તારમાં ગેરકાયદે ચાલતા કતલખાના તંત્ર દ્વારા ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. છોટાઉદેપુર સ્ટેશન તથા વસેડી વિસ્તારમાં...
નવી દિલ્હી(New Delhi): છેલ્લા એક વર્ષ દરમિયાન ભારતીય ચલણ(Indian Currency)ની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન રૂપિયો સતત...
વડોદરા: વડોદરા શહેરમાં બુધવારના આખા દિવસના વિરામ બાદ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકેલા વરસાદે આખા શહેરને જળબંબાકાર બનાવી બનાવી દીધું...
હાલોલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે કાર્યરત રોપ-વે સેવા પિરીયોડીક મેઇન્ટેનન્સને અનુલક્ષીને આગામી ૧૮મી જુલાઈ થી ૨૨મી જુલાઇ સુધી બંધ રાખવા માટે નિર્ણય...
હાલોલ: હાલોલ નગરના રણછોડ નગર સોસાયટી અને ગુરૂકૃપા સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી એક ખૂંખાર જંગલી કપિરાજે આંતક મચાવી માનવ...
આણંદ : આણંદ નગરપાલિકા પાસે આવેલો વરસો જુનો તોતિંગ લીમડો ગુરૂવારના રોજ જમીનદોસ્ત થયો હતો. આ તોતિંગ ઝાડ પડતાં જ તેના નીચે...
આણંદ : ઉમરેઠમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અષાઢ વદ એકમ 2078 ગુરુવારનાં રોજ અષાઢી પંચ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા તોલવામાં આવી...
સુરત(Surat): સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા (Hazira) પટ્ટીના ગામોમાં વરસાદની (Rain) ગંભીર અસરો પડી છે. હજીરા વિસ્તારમાં ઠેરઠેર સરોવર જેવો માહોલ જોવા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
ગાંધીનગર: નવસારી (Navsari) અને વલસાડ, ડાંગ સહિતના રાજ્યના છ જિલ્લા કલેક્ટરો સાથે મુખ્યપ્રધાન (CM) ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સથી વાત કરી પૂરની (Flood) સ્થિતિની સમીક્ષા કરી હતી. એટલું જ નહીં સમગ્ર સ્થિતિનો કયાસ કાઢવા માહિતી મેળવી હતી. વિડીયો કોન્ફરન્સ દરમિયાન સીએમ પટેલે છ જિલ્લાના કલેક્ટરોને કહ્યું હતું કે, વરસાદનું (Rain) જોર હળવું થતાં જ આપણી અગ્રતાક્રમે નુકસાનીનો સરવે કરી સહાય આપવાની તથા ખાસ કરીને માર્ગો-રસ્તાઓની મરામત કરી તેને પુન: ઝડપભેર પૂર્વવત બનાવવાની પ્રાયોરિટી હોવી જોઇએ.
આ સમીક્ષા દરમિયાન તેમણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદરના જિલ્લા કલેક્ટરોને જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે દૂર કરવા, રોગચાળો ફેલાતો ડામવા દવા છંટકાવની બાબતોને પણ અગ્રતા આપવા જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, માર્ગોની મરામત કરીને પૂર્વવત કરવા માટે જો રાજ્ય સરકારની વધારાની મદદની જરૂરિયાત હોય તો કલેક્ટરો તે અંગેનું કાર્ય આયોજન મોકલી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નવસારી જિલ્લામાં વરસાદને કારણે પાછલા ૪૮ કલાકમાં જે સ્થિતિ સર્જાઇ તેમાં જિલ્લા તંત્રએ ખડેપગે દિવસ-રાત બચાવ-રાહત કામગીરી કરી છે તેની પ્રશંસા કરી હતી.
રાજ્યના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૩૦૦ જેટલા લોકો રેસ્કયુ કરવામાં આવ્યા છે, તેમાંથી માત્ર નવસારી જિલ્લામાંથી જ એક જ દિવસમાં ૮૧૧ લોકોનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ છે. આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ, NDRF અને સ્થાનિક તરવૈયાઓએ રાતભર જહેમત કરીને સૌને સલામત બહાર કાઢ્યા છે તેની વિગતો પણ પટેલે મેળવી હતી.
નવસારીમાં એન.ડી.આર.એફ.ની ૪ અને એસ.ડી.આર.એફ.ની ૬ ટીમ તૈનાત છે અને જરૂર જણાયે વધુ ટીમ મોકલવા પણ કેન્દ્ર સાથે સંકલન સાધવામાં આવ્યું છે તેમ આ વિડીયો કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લામાં ‘ઓપરેશન નિરામયા’ અંતર્ગત વરસાદી સ્થિતિ બાદ સાફસફાઇ, કાદવ-કીચડ દૂર કરવા, દવા છંટકાવ માટે સુરત મહાનગરપાલિકાની ર૦૦ કામદારની ટીમ ૬ જેટલા જે.સી.બી., પાંચ ડી-વોટરિંગ પમ્પ, ટીપર ટ્રક, ગલ્ફર મશીન જેવા ૪૭થી વધુ અદ્યતન સાધનો સાથે મદદમાં પહોંચી ગઇ છે, એટલું જ નહીં ૪૦ આરોગ્ય ટીમ પણ નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગ અટકાયત અને નિયંત્રણ માટે કાર્યરત કરવામાં આવેલી છે તેવી માહિતી મુખ્યપ્રધાનને આપવામાં આવી હતી.
14900 લોકોના સ્થળાંતરની સમીક્ષા
વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી ૧૪,૯૦૦ જેટલા લોકોનું સલામત સ્થળે આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવેલું છે. મુખ્યમંત્રીએ આ સ્થળાંતરિત લોકોને આશ્રય સ્થાનોમાં ખાવા-પીવાની અને રહેવાની યોગ્ય સુવિધા મળી રહી છે તે અંગેની જાણકારી પણ સંબંધિત કલેક્ટરો પાસેથી મેળવી હતી. સ્થાનિક સેવા સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓનો આ હેતુસર સહયોગ મળ્યો છે તેમ પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
સાપુતારા તરફ જતો માર્ગ શરૂ કરી દેવાયો
ભૂપેન્દ્ર પટેલને ડાંગ જિલ્લાની સ્થિતિની સમીક્ષા દરમિયાન કલેક્ટરે જણાવ્યું હતું કે, વરસાદનું જોર હવે ઘટી રહ્યું છે તેમજ નદીઓમાં પાણી ઓસરવા લાગ્યા છે. સાપુતારા તરફ જતો માર્ગ જે માટી અને ભેખડ ધસી જવાને કારણે બંધ હતો તે નાનાં વાહનો માટે ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ બંદરો અને માછીમારોની સાવચેતીનાં પગલાંની વિગતો મેળવી
મુખ્યમંત્રીએ જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં વરસાદની સ્થિતિ અને બંદરો પર લગાવવામાં આવેલાં ચેતવણી સૂચક સિગ્નલ તથા માછીમારો દરિયામાં ન જાય તેની સાવચેતીના આગોતરાં પગલાંની પણ વિસ્તૃત વિગતો મેળવી હતી.