Gujarat

એકપણ લાભાર્થી ન નોંધાતા રાજ્ય સરકારે 75 ટકા ડિસ્કાઉન્ટ સાથે ફરી શ્રવણ તીર્થ દર્શન યોજના શરૂ કરી

ગાંધીનગર: ગુજરાત (Gujarat) સરકારની શ્રવણ તીર્થ દર્શન (Shravan Tirtha Darshan) યોજનાને (Yojana) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા આ યોજનામાં સહાય વધારવામાં આવી છે. કારણ કે છેલ્લા બે વર્ષથી આ યોજનાનો લાભ એક પણ વ્યક્તિએ લીધો નથી. તેથી રાજ્ય સરકાર ચિંતામાં સરી પડી છે. શ્રવણ તીર્થ દર્શન યોજના માટે સરકારે પહેલાથી જ 50 ટકાની સહાય કરી છે. છતાં પણ કોઈ પણ લાભાર્થીઓની સંખ્યા નહિવતના કારણે સરકારે નવો રસ્તો શોધી કાઢ્યો છે.

ટુરિઝમ ક્ષેત્રની આ યોજના માટે સરકારે બજેટમાં રૂ.50 લાખ સુધીની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી એક પણ લાભાર્થીઓ નહીં નોંધાતા ગત રોજ સરકારે આ યોજનામાં સુધારા કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ વણવપરાયેલી રહેતી હોવાથી સરકારે આ યોજનામાં મળતી સહાયમાં વધારો કર્યો છે. શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ યાત્રાધામની મુસાફરી બસ મારફતે કરે તો સરકાર દ્વારા બસના ભાડામાં 50 ટકા સહાય અપાતી હતી. પરંતુ આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકો તે માટે બસના ભાડાની સહાય 75 ટકા આપવાનો નિર્ણય કર્યો છે.

આ કારણે એક પણ લાભાર્થી ન નોંધાયા
રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો લાભ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીના કારણે એક પણ લાભાર્થી ન નોંધાતા આ યોજના બંધ થઈ ગઈ હતી. ત્યારે હવે બે વર્ષ બાદ રાજ્ય સરકાર ફરીથી નવા સુધારા કરી આ યોજનો શરૂ કરવા જઈ રહી છે. કે જેથી મોટી સંખ્યામાં આ યોજનાનો લાભ લઈ શકાય.

શ્રવણ તીર્થ દર્શન યોજના શું છે?
ગુજરાત સરકાર દ્વારા આ યોજનાનો લાભા સિનિયર સિટીઝન લઈ શકે છે. રાજ્યમાં આવેલા યાત્રાધોમોના દર્શન સિનિયર સીટીઝન સરળતાથી કરી શકે તે માટે શ્રવણ તીર્થ દર્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે. 60 વર્ષ કે તેથી વધુ વયના ગુજરાતના વતની ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરી શકે છે.આ યોજનામાં ઓછામાં ઓછા 30 સિનિયર સિટીઝનનું ગ્રુપ બનાવીને પ્રવાસ કરે તો તેઓને એસ.ટી બસના, નોન એ.સી બસના, નોન એ.સી. સુપર બસ અથવા એસ.ટીની મીની બસના ભાડાની 50 ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. કોરોના મહામારી પહેલા કુલ 1799 બસો મારફતે 89,891 યાત્રાળુઓએ આ યોજનાનો લાભ લીધો હતો.

Most Popular

To Top