National

દિલ્હીમાં નિર્માણાધીન વેરહાઉસની દિવાલ ધરાશાયી થતા 5 મજુરોના મોત

નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના અલીપોર(Alipore)માં સ્થિત એક વેરહાઉસની દિવાલ ધરાશાયી(Wall Collapsed) થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત(Accident)માં 5 મજૂરો(worker)ના મોત(Death) થયા છે. અત્યાર સુધીમાં 14 ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે વેરહાઉસમાં 20 થી 25 મજૂરો કામ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં હજુ વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.

દુર્ઘટનામાં 5નાં મોત, 7 ઘાયલ
પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. 14 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 7 ઘાયલ ખતરાની બહાર છે. જ્યારે 2ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસ તંત્રએ બચાવ કાર્ય હાથ ધર્યું છે. ઘાયલ લોકોને સારવાર માટે રાજા હરીશ ચંદ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદ મળવા છતાં ડીએમ અને એસડીએમ ઓફિસ દ્વારા ગેરકાયદે ગોડાઉનનું નિર્માણ અટકાવવામાં આવ્યું ન હતું.

રેસ્ક્યુ ઓપરેશન શરુ
અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ક્રેન અને બુલડોઝરની મદદથી બચાવ કાર્ય ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ગોડાઉન નરેલાના ધારાસભ્ય શરદ ચૌહાણનું છે. અકસ્માતને જોતા માનવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે. દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, અલીપોરમાં નિર્માણાધીન ગોડાઉનની દિવાલ ધરાશાયી થયા બાદ અનેક લોકો ફસાયા હોવાની આશંકાથી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

સીએમ અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આલીપુર દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, “આલીપોરમાં એક દુ:ખદ અકસ્માત થયો. જિલ્લા વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે. હું વ્યક્તિગત રીતે રાહત કાર્ય પર નજર રાખી રહ્યો છું. મૃતકોની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું.”

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
અલીપોર ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, દિલ્હીના અલીપુરમાં થયેલા અકસ્માતથી હું દુખી છું. મારી સહાનુભૂતિ એ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.

Most Popular

To Top