Vadodara

સીસીસીના ૧૦૦ કરોડના પ્રોજેક્ટ ધૂળ ખાય રહ્યા છે

વડોદરા : શહેરના બદામડી બાગ ખાતે ઇન્ટરગ્રેટેડ ઓપરેશન સેન્ટર એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનાવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્ઘાટન 22 ઓક્ટોબર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સ્માર્ટ સીટી અતર્ગત 100 કરોડનો પ્રોજેક્ટ પણ શંકાના દાયરામાં છે. જો 1000 સિસિટીવી કેમેરા કાર્યરત કરાયા હોય તો એક કેમેરાની એવરેજ કિંમત 10 લાખ પડી ગણાય તો સ્માર્ટ ઓફિસરોના સ્માર્ટ ભ્રષ્ટાચાર નો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત ૫૪ જેટલા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે એ બધા પ્રોજેક્ટ માં લોલમલોલ સામે આવી રહી છે.

વડોદરા જે કલાનગરી અને સંસ્કારી નગરી છે અને બદામડી બાગ ખાતે સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી તથા જન્મ-મરણ શાખા કચેરી આવેલી હતી. આ જગ્યા ઉપર વડોદરા સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તથા તેના પહેલા માળ ઉપર આઠ ગેલેરી કરવાનો સાથે આયોજન કરાયું હતું.ઇન્ટરગ્રેટેડ ઓપરેશન સેન્ટર એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પ્રોજેક્ટનું 22 ઓક્ટોબર 2017 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજકેટ ને ઉદ્ઘાટન કરે 4 વર્ષ થવા જઈ રહ્યા છે. .સ્માર્ટ સિટી મિશન હેઠળ ૧૦૦ કરોડના પ્રોજેક્ટ માં સીસીટીવી કેમેરા, સ્માર્ટ ટ્રાફિક સોલ્યુશન એન્વાયરમેન્ટ સેન્સર, ઇમરજન્સી કોલ બોક્સ, પબ્લિક ટ્રાંજીગ મેનેજમેન્ટની સુવિધા વડોદરાવાસીઓને મળશે તેવી જાહેરાત કરાઇ હતી. તે સિવાય પબ્લિક વાઇફાઇ, ઇ આર પી, જી આઈ એસ, સ્માર્ટ મોબિલીટી,વોટર્સ સ્કાડા વગેરે આ સેન્ટર સાથે જોડાયેલી રહેશે તેવી જાહેરાત કરાઇ હતી.

વડોદરા શહેરને 1000 સીસીટીવી કેમેરા નું નેટવર્ક ઉભું કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઇ હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કેટલીક એજન્સીઓ જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના આધારે તપાસ ચાલુ છે. આપો જે અધૂરા છે કે પૂરો થઈ ગયો એ માહિતી કોઈ અધિકારી આપતા નથી.પાલિકાના ગમે તેટલા વખાણ કરે મળતી આ પાસે એવોર્ડ મળે પણ સત્ય શું છે એ જનતા સમજી ગઈ છે. આઈટીના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર બદામડી બાગના સીસીસી સેન્ટરની પાછળ સીસીટીવી ના કેમેરનો સમાન છેલ્લા એક વર્ષથી ખુલ્લામાં પડી રહ્યો છે અને આઈટી ડીપાર્ટમેન્ટના મનીષ ભટ્ટ દ્વારા જણાવ્યું હતું કે આ સમાન જ્યાં લાગે છે ત્યાં પણ ખુલ્લી જગ્યા જ હોય છે તેથી આ સામાન સીસીસી સેન્ટરની પાછળ પડેલ છે અને તે સામાનનું કોઈ નુકશાન થશે તો તેની સમગ્ર જવાબદારી જીએનએફસીની રહે છે

Most Popular

To Top