તલાટીના અહેવાલમાં દબાણ સાબિત છતાં સરપંચનો નોટિસ પર સહી કરવાનો ઇનકાર પ્રતિનિધિ ગોધરા તા.07ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે...
જેતપુરપાવી | જેતપુરપાવી ખાતે નવીન જેતપુર ગ્રામ પંચાયત સચિવાલયના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત ધાર્મિક વિધિ સાથે કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતને વધુ...
બજેટમાં મધ્યમવર્ગને લાભ થયો નથી અને હવે આરબીઆઈએ પણ રેપોરેટ યથાવત રાખતાં લોકોના લોનના હપ્તા ઘટશે નહીં. જે રીતે બજેટ રજૂ થયું...
રૂ.5.65 લાખ ચુકવવાનો આદેશ(પ્રતિનિધિ), ડભોઈડભોઈમાં ચેક બાઉન્સના એક મહત્વના કેસમાં કોર્ટે ઝડપી અને કડક ચુકાદો આપતા આરોપીને એક વર્ષની સખત કેદની સજા...
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને પગલે મિડલ-ઈસ્ટમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આ દરમિયાન ઓમાને શાંતિ માટે પહેલ કરી છે અને રાજધાની...
દાહોદના રતલામી ચાર થાંભલાથી પ્રાંત કચેરી સુધી રેલી (પ્રતિનિધિ) સિંગવડ: દાહોદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓના...
કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પોલીસ બંદોબસ્ત સાથે તોડફોડ, તળપદા સમાજના પરિવારો રસ્તા પર(પ્રતિનિધિ), નડિયાદ. તા.7નડિયાદ શહેરના એસ.આર.પી. વિસ્તારથી પ્રગતિનગર તરફ જતા...
ગાંધીનગર,તા.6પીએમ નરેન્દ્ર મોદીની પ્રકૃતિ સંવર્ધન અને સંરક્ષણની દૂરંદેશી નીતિઓના પરિણામે કચ્છ જિલ્લાના છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક માન્યતા મળી છે. છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન...
ગાંધીનગર,તા.6ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) દક્ષિણ ગુજરાત માટે વૈશ્વિક વેપારના નવા દ્વાર ખુલ્લા કરે છે. કાપડ,...
અમદાવાદ: આધુનિક ટેકનોલોજીની વધતા નાના બાળકોમાં આંખને લગતી માયોપિયા રોગની બીમારીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. હાલમાં 5થી 15 વર્ષ સુધીના...
અમદાવાદ: ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં વ્યાપક ભેળસેળને કારણે લાખો નાગરિકોની જીંદગી ગંભીર જોખમમાં મુકાઈ રહી છે અને લોકો વિવિધ ગંભીર બિમારીઓનો શિકાર બની...
ગાંધીનગર: આજે રાજ્યમાં ઠંડીનો પારો ઘટયો અને બપોરે થોડી ગરમ હવા અનુભવાઈ રહી છે, જો કે શિયાળો હોવાની આદર્શ સ્થિતિથી અલગ છે....
ગાંધીનગર: ધોરણ -12 સામાન્ય પ્રવાહની બોર્ડ કક્ષાના પ્રાયોગિક વિષયની પરીક્ષાના ગુણ શાળાઓ દ્વારા બોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન ભરવાના રહેશે. ધોરણ- 12 સામાન્ય...
ગફલતભર્યું ડ્રાઇવિંગ, મધરાત્રે બંને લેનમાં ઘૂસી ઓવરટેક – લોકોના જીવ જોખમમાં(પ્રતિનિધિ), વડોદરા. તા.7વડોદરા શહેર અને આસપાસના હાઈવે પર અકસ્માતોની વધતી સંખ્યાએ ગંભીર...
મધ્યરાત્રિએ ખોડિયાર માતાના મંદિર પાસે લક્ઝુરિયસ કારનો કચ્ચરઘાણ, મોટી દુર્ઘટના ટળી(પ્રતિનિધિ), વડોદરા. તા.7વડોદરામાં વધતી જતી બેદરકાર ડ્રાઇવિંગ હવે ગંભીર ચિંતાનો વિષય બની...
પ્રેમસબંધના બહાને ફસાવી બદનામી, નગ્ન વીડિયો અને ખોટા બળાત્કાર કેસની ધમકી આપી લાંબા સમય સુધી બળજબરીથી રૂપિયા વસૂલ્યા; શિનોર પોલીસે કલમો હેઠળ...
ભારતે છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. શુક્રવારે ટીમે ઇંગ્લેન્ડ સામે 100 રનથી વિજય મેળવ્યો. ભારતીય ટીમે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે...
ઘણા ભારતીય પ્રવાસીઓ માટે યુનાઇટેડ સ્ટેટ્સ વિઝા (ખાસ કરીને મલ્ટિપલ-એન્ટ્રી B1/B2 ટૂરિસ્ટ/બિઝનેસ વિઝા) ફક્ત યુએસ પહોંચવાના એક સાધન કરતાં વધુ છે. તે...
નકલી એપોઇન્ટમેન્ટ અને ક્રોસ લેટર આપી વિશ્વાસ જીત્યો, ₹12 લાખમાંથી માત્ર ₹5.19 લાખ પરત(પ્રતિનિધિ) વડોદરા, તા.6વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરના પુજારી...
સંજેલી કોર્ટ સંકુલમાંથી મહિલા પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ કરવાના ચકચારી બનાવમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું દાહોદ તા. 6 સંજેલી કોર્ટ સંકુલમાંથી મહિલા પોલીસ...
જેફરી એપ્સટાઇન સાથે સંકળાયેલા કેસોમાં ફરી એકવાર ગંભીર અને આઘાતજનક આરોપો સામે આવ્યા છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં સગીર છોકરીઓ અને મહિલાઓ...
કલ્લેમેટા ગામ પાસેના જંગલ વિસ્તારમાંથી આરોપી ખેતરમાં ટ્રેક્ટર ચલાવતો હતો હાઇવે પરથી ઝડપાયેલા 27 લાખ ગાંજાના કેસમાં મુખ્ય સપ્લાયર સહિત બેની ધરપકડ...
ખેતરની વાડ પાસે મળેલો આશરે 5 વર્ષનો દીપડો – મોતનું કારણ અકબંધ, ફોરેસ્ટ વિભાગે પોસમોર્ટમ હાથ ધર્યુંસાવલી: સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં આવેલા...
કોઇ વિઝા કાઢ્યા નહી અને ખોટા લેટર પધરાવી ફરાર થઇ ગઇ હતી ક્રાઇમ બ્રાન્ચે આજવા રો પરથી મહિલા આરોપીને દબોચી ગોરવા પોલીસને...
પાંચ લાખ માટે ભાઈને ભુલાવ્યો, પોલીસને દોડાવી!: ભોગ બનનાર જ નીકળ્યો માસ્ટરમાઈન્ડદાહોદ, તા.6 | વિનોદ પંચાલદાહોદના છાપરી વિસ્તારમાં 3 ફેબ્રુઆરીની રાત્રે નોંધાયેલી...
શહેરમાં અલગ-અલગ બનાવોમાં બાળક સહિત ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત, મોડી રાત સુધી દોડધામ મચી વડોદરા: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓ...
સુરતના સરસાણા ખાતે આવેલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં આજે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત ત્રણ દિવસીય...
વડોદરામાં અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં પ્રોફેશનલ મીટ, ઉદ્યોગકારો અને CA સાથે ચર્ચા(પ્રતિનિધિ), વડોદરા. તા.6કેન્દ્રીય બજેટ 2026-27ના પ્રચાર-પ્રસાર અંતર્ગત વડોદરાના આઇસીએઆઇ ભવન ખાતે કેન્દ્રીય...
બરોડા ડેરીની સત્તાનો સંગ્રામ: હાઈકોર્ટે લોકશાહી બચાવી, નેતાઓના ‘વહીવટદાર’ રાજ પર બ્રેક!18 માર્ચે મતદાન અને તે જ દિવસે ફેંસલો; સહકારી ક્ષેત્રના માંધાતાઓ...
શનિવાર 7 ફેબ્રુઆરીએ ઉબર, ઓલા અને રેપિડો જેવી એપ-આધારિત કેબ સેવાઓના ડ્રાઇવરોએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ વિરોધ જેને ઓલ ઇન્ડિયા...
સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો
ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદના જશોદાનગર રોડ પર દારૂ પાણીની જેમ વહેતો થયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર, 665 બાયોગેસ પ્લાન્ટ તૈયાર
ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ
ધો.12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ
સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ, સિંહ સંરક્ષણના ગુજરાત મોડલને વૈશ્વિક મંચ મળશે
ઇંધણ બચતનો સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રમાં સાઈકલ ચલાવી
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહિમામ
NEET મુદ્દે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ
‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં IIMની ભૂમિકા મહત્ત્વપૂર્ણ: ધર્મેન્દ્ર પ્રધાન
પેમેન્ટના બહાને કરોડોની જવેલરી ઠગાઈ
સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન
ઓય અંધેરે…તિલક વર્મા પર કમેન્ટ કરીને ફસાયા અર્શદીપ, સોશિયલ મીડિયા પર રેસિઝમના આરોપ
સુરત ના ભેસ્તાન પોલીસનું “તેરા તુજકો અર્પણ” અભિયાન
“ડાયમંડ સિટીથી ગ્લોબલ ગેટવે સુધી: સુરતને આંતરરાષ્ટ્રીય ઉડાનનું નવું સપનું”
આગામી વર્ષથી NEET ઓનલાઇન! શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત
સુરત મેટ્રોને મળી નવી ગતિ
સુરત-તાપીના પશુપાલકો માટે સુમુલની ‘બોનસ બૂસ્ટ’
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી Layoffની લહેર, સિસ્કોએ 4,000 કર્મચારીઓની છટણી કરી
NEET-UG પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
મોંઘવારીનો મેગા બ્લાસ્ટ! 48 કલાકમાં સોનું, દૂધ, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં આગ
વૃદ્ધ માણસની ખુશીનું રહસ્ય
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
તલાટીના અહેવાલમાં દબાણ સાબિત છતાં સરપંચનો નોટિસ પર સહી કરવાનો ઇનકાર
પ્રતિનિધિ ગોધરા તા.07
ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી લડત ચલાવી રહેલા 70 વર્ષના વૃદ્ધ અરજદાર કાનાભાઈ રામાભાઈ પરમારે છેવટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે. પઢીયાર ગામના મુખ્ય માર્ગ પર વગદાર તત્વો દ્વારા પાકી દીવાલો અને કોર્ટ બનાવી રસ્તો અત્યંત સાંકડો કરી દેવામાં આવ્યો હોવાથી ગામમાં એમ્બ્યુલન્સ કે ફાયર ફાઈટર જેવા ઇમરજન્સી વાહનો પણ પ્રવેશી શકતા નથી અને ગામના ચાર જેટલા મુવાડામાં જવા માટે સામાજિક પ્રસંગોમાં લક્ઝરી અને એસ.ટી. બસની સુવિધા પણ ખોરવાઈ ગઈ છે.

આ બાબતે ફેબ્રુઆરી 2025માં યોજાયેલા જિલ્લા સ્વાગતમાં પંચમહાલ કલેક્ટર દ્વારા 15 દિવસમાં દબાણ દૂર કરવા અને દબાણકર્તાઓને છાવરતા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારી ગોધરાને કડક આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, કલેક્ટરના લેખિત આદેશને 18 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. અરજદારનો આક્ષેપ છે કે ટીડીઓ ગોધરા દ્વારા “રોડ બની ગયો હોવાથી હવે દબાણ હટાવવાની જરૂર નથી” તેવો ભ્રામક બચાવ કરી કલેક્ટરના આદેશનો અનાદર કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ સરપંચ પોતાના સગાઓના દબાણ હોવાથી નોટિસ પર સહી કરવાનો ઇનકાર કરી રહ્યા છે.

આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાના દબાણોને કારણે સાઈડ સોલ્ડરનું કામ પણ થઈ શક્યું નથી જે સરકારી નાણાંનો વ્યય ગણાય. આ વહીવટી નિષ્ક્રિયતા સામે લડતા થાકેલા વૃદ્ધ નાગરિકે હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ મળીને જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા અને દબાણો ખુલ્લા કરવા લેખિત ફરિયાદ કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરી ઓનલાઇન અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
રિપોર્ટર: આશિષ બારીયા