નવી દિલ્હી: બિહારની (Bihar) રાજધાની પટનાથી (Patna) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીબીઆઈની (CBI) ટીમ સોમવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના (Rabri Devi) ઘરે પહોંચી હતી. સીબીઆઈ રાબડી દેવીની પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે IRCTC કૌભાંડ (Scam) એટલે કે જમીનના બદલામાં રેલવેમાં નોકરી આપવાના મામલામાં તપાસ એજન્સી પૂર્વ મુખ્યમંત્રીની પૂછપરછ કરી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈની 12 સભ્યોની ટીમ રાબડી દેવીની પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન તેમના પુત્રો તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ પણ આ આવાસમાં હાજર છે. સીબીઆઈએ રાબડી દેવીને પૂછપરછ માટે નોટિસ આપી હતી. અગાઉ આ તપાસ સીબીઆઈ ઓફિસમાં થવાની હતી. પરંતુ બાદમાં તેમને રાહત આપતા સીબીઆઈએ તેમની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરવાનો નિર્ણય લીધો હતો. રાબડી દેવીના વકીલો પણ તેમના ઘરે પહોંચી રહ્યા છે.
કોર્ટે લાલુ, રાબડી સહિત 14 લોકોને મોકલ્યા સમન્સ
આ અગાઉ IRCTC કૌભાંડ કેસમાં કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી સહિત 14 આરોપીઓને સમન્સ જાહેર કરીને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા જણાવ્યું હતું. આ સમન એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે જ્યારે લાલુ હાલમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને સિંગાપોરથી સ્વદેશ પરત ફર્યા હતા.
CBI IRCTC કૌભાંડની તપાસ કરી રહી છે
CBI રેલવેમાં નોકરીના બદલામાં લાંચ માટે જમીન લેવાના આરોપોના કેસની તપાસ કરી રહી છે. એજન્સીએ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ કેસમાં લાલુ યાદવના નજીકના અને પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરી પણ આરોપી છે. આરજેડી નેતા લાલુ યાદવના ઓએસડી ભોલા યાદવની સીબીઆઈ દ્વારા 27 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ભોલા 2004 થી 2009 વચ્ચે તત્કાલીન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવના ઓએસડી હતા. ચાર્જશીટ દાખલ થયા બાદ તેની નોંધ લેતા, રાઉઝ એવન્યુ કોર્ટે કુલ 14 લોકોને સમન્સ મોકલ્યા છે. 15 માર્ચે કોર્ટ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?