Dakshin Gujarat

ઓલપાડ: 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાતે 18 બોલમાં 41 રન કરનાર યુવાનનું હાર્ટ એટેકથી મોત

ઓલપાડ ટાઉન: (Olpad) ઘલુડી ગામના ક્રિકેટરનું સેલુત ગામમાં ક્રિકેટ મેચ (Cricket Match) રમતી વખતે હૃદયરોગનો (Heart Attack) હુમલો થતાં સારવાર દરમિયાન મોત (Death) નિપજ્યું હતું આ ઘટનાને હજુ શાહી સુકાઈ નથી, ત્યાં ફરીવાર આજે નરથાણ ગામના આહીર યુવાનને ક્રિકેટ મેચ રમતી વખતે હદય રોગનો હુમલો તથા તેને તાત્કાલિક સુરત (Surat) ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ એનું મોત નિપજ્યું હતું. ઓલપાડના નરથાણ ગામે 32 વર્ષીય યુવક સવારે ક્રિકેટ રમવા માટે ગયો હતો. જ્યાં તેની બતિયત લથડી હતી.

  • ઘલુડી ગામના ક્રિકેટરનું સેલુત ગામમાં ક્રિકેટ મેચ રમતી વખતે હૃદયરોગનો હુમલો થતાં સારવાર દરમિયાન મોત
  • સારવાર મળે તે પહેલા જ એનું મોત નિપજ્યું હતું
  • ૧૮ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા. જેમાં ૩ ચોગ્ગા અને ૪ સિક્સર ફટકારી ધૂંઆધાર બેટિંગ કરી હતી

ઓલપાડ તાલુકાના નરથાણ ગામ ખાતે KNVSS એકતા કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ ગામો પૈકી નરથાણ, વેલુક, કાછોલ, કાસલાખુર્દ, કાસલાબુજરાંગ સરસ કુદિયાણા કુવાદ સહિત આઠ ગામો વચ્ચે યુવા સંગઠન વધુ મજબૂત બને એવા શુભ આશયથી સીઝન બોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકીની આજે નરથાણ અને વલુક ગામ વચ્ચે ૨૦-૨૦ ઓવરની મેચ યોજાઈ હતી. જેમાં નરથાણની ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લઈ ૨૦ ઓવરમાં ૨૦૮ રન બનાવ્યા હતા. નરથાણ ગામની ટીમમાંથી 32 વર્ષીય નિમેષ આહિર નામનો નવયુવાન ખેલાડી પણ પણ રમી રહ્યો હતો. નિમેષ સમગ્ર તાલુકામાં તેની ડાઈનેમિક બેટિંગથી ખુબ જ જાણીતો હતો. આજે પણ તેણે વેલૂક ગામની ટીમ સામે ૧૮ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા. જેમાં ૩ ચોગ્ગા અને ૪ સિક્સર ફટકારી ધૂંઆધાર બેટિંગ કરી અણનમ રહી ગુડ પરફોર્મન્સ બતાવ્યું હતું.

જોકે ત્યારબાદ વેલુકની ટીમ દાવ પર આવી ત્યારે નિમેષ આહિર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. જોકે પ્રથમ ઓવરની બીજી બોલ નંખાઈ હતી ત્યારે નિમેષને અચાનક ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તે આરામ લેવા ઘરે ગયો હતો. જોકે ત્યારબાદ ઘરના સ્વજનો દ્વારા તેને સુરત ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતો. જ્યાં યુનાઈટેડ ગ્રીન હોસ્પિલમાં તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. નિમેષ આહિરના અચાનક અવસાનથી તાલુકાના ક્રિકેટરો અને આહિર સમાજમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી.

Most Popular

To Top