Editorial

જય હો! વિશ્વ પર રાજ તો ભારતીય મૂળના સીઇઓનું જ ચાલશે

માઈક્રોસોફ્ટ, એડોબ, આલ્ફાબેટ (ગૂગલ), આઇબીએમ (ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન), વિમીઓ, પેપ્સિકો, ટવીટર, માઈક્રોન ટેકનોલોજી, સેનડિસ્ક, સ્ટારબક્સ, ચેનલ, પાલો અલ્ટો, વીએમવેર, ફેડએક્સ, ઓગિલવી, ગૂગલ ક્લાઉડ, નેટએપ આ બધી દુનિયાની એવી જાયન્ટ મલ્ટિનેશનલ કંપનીઓ છે, જેના ઉચ્ચપદે અત્યાર સુધી ભારતીય મૂળના લોકોનો કબજો હતો. હવે આ ગર્વ ભરેલી યાદીમાં યૂ ટ્યૂબનું નામ જોડાઈ ગયું છે! તમે કહેશો કે હું વોટ્સએપ યુનિવર્સિટીમાં વારંવાર ફોરવર્ડ થતાં મેસેજની વાત કરી રહ્યો છું! એમાં નવું શું છે? વેલ, આ વાત એટલે નીકળી છે કે, દિવસે ન વધે એટલું રાત્રે અને રાત્રે ન વધે એટલું દિવસે જે આપણા દેશમાં વધી રહ્યું છે એ યૂ ટ્યૂબના સીઈઓ પદે પણ હવે એક ભારતીય મૂળની વ્યક્તિની નિમણૂક થઈ છે! જી, હાં, લાગે છે હવે કાંઈ બાકી રહ્યું નથી! બધે જ ભારતીય મૂળના લોકો છવાઈ ગયા છે.

ઇવન, હવે તો બ્રિટનના વડાપ્રધાન પણ ભારતીય મૂળના જ છે. ખબર નહીં, પણ વિશ્વમાં બ્રેઈન તો ભારતીય ડીએનએનું જ ચાલે છે! માઈક્રોસોફ્ટના સીઈઓ છે – સત્ય નડેલા. તેઓ 2014માં કંપનીના CEO બન્યા હતા અને ત્યારે પછી 2021માં એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા હતા. એડોબના સીઈઓ શાંતનુ નારાયણ 2007માં સીઈઓ બન્યા હતા અને 2017માં ચેરમેન. આલ્ફાબેટના સીઈઓ (ગૂગલ) સુંદર પિચાઈ છે, જે આપણે બધા જાણીએ છીએ. સુંદર પિચાઈ 2015માં ગૂગલના અને પછી 2019માં આલ્ફાબેટના સીઈઓ બન્યા હતા.

આઇબીએમ (ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન)માં અરવિંદ કૃષ્ણા 2020માં CEO બન્યા, પછી 2021માં તેઓ કંપનીના ચેરમેન બન્યા હતા. અંજલિ સૂદ વિમીઓમાં 2021માં સીઈઓ બન્યા હતા. આવી જ રીતે પેપ્સિકોના સીઈઓ ઈન્દ્રા નૂયી 12 વર્ષ સુધી આ પદ પર રહ્યા પછી 2018માં રાજીનામું આપ્યું હતું. ટવીટરના સીઈઓ પરાગ અગ્રવાલ નવેમ્બર 2021માં સીઈઓ બન્યા હતા. જોકે, ઇલોન મસ્ક દ્વારા ટવીટર ખરીદાયા પછી તેમને રાજીનામું આપ્યું હતું. સંજય મેહરોત્રા 2017માં માઈક્રોન ટેકનોલોજીના સીઈઓ બન્યા હતા. અગાઉ તેઓ સેનડિસ્કના સીઈઓ હતા.
આ ઉપરાંત સ્ટારબક્સ (લક્ષ્મણ નરસિમ્હન), ચેનલ (લીના નાયર), પાલો અલ્ટો (નિકેશ અરોરા), વીએમવેર (રઘુ રઘુરામ), ફેડએક્સ (રાજ સુબ્રમણ્યમ), ઓગિલવી (દેવિકા બુલચંદાની) અને ગૂગલ ક્લાઉડ, નેટએપના સીઈઓ કુરિયન બ્રધર્સ છે.


આ બધામાં કોમન શું છે, ખબર છે? આ બધા ભારતીય મૂળના ટેકનોક્રેટ અથવા તો ઓન્ત્રપીનર્સ છે. તમે કહેશો કે હું વોટ્સએપ યુનિવર્સિટીમાં વારંવાર ફોરવર્ડ થતાં મેસેજની વાત કરી રહ્યો છું! એમાં નવું શું છે? વેલ, આ વાત એટલે નીકળી છે કે, દિવસે ન વધે એટલું રાત્રે અને રાત્રે ન વધે એટલું દિવસે જે આપણા દેશમાં વધી રહ્યું છે એ યૂ ટ્યૂબના સીઈઓ પદે પણ હવે એક ભારતીય મૂળની વ્યક્તિની નિમણૂક થઈ છે! જી, હાં, લાગે છે હવે કાંઈ બાકી રહ્યું નથી! જ્યાં ભારતીય મૂળે કન્ટ્રોલ ન લીધો હોય! આપણે વાત કરી રહ્યા છીએ – નીલ મોહનની. લગભગ એક દાયકા સુધી યૂ ટ્યૂબના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રહેલા સુઝેન વોજસિકીએ તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમના પછી ભારતીય મૂળના નીલ મોહન ગુરુવારે આ વીડિયો પ્લેટફોર્મના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) બન્યા છે.

54 વર્ષીય સુઝેનનું કહેવું છે કે તે પોતાના પરિવાર, સ્વાસ્થ્ય અને અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે અને આ કારણોસર તે પોતાના પદ પરથી રાજીનામું આપી રહી છે. સુઝેનની જગ્યાએ આવેલા નીલ મોહને સ્ટેનફોર્ડમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ અગાઉ ગૂગલમાં ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે કામ કરી ચૂક્યા છે. આ પહેલા તેઓ માઇક્રોસોફ્ટમાં પણ કામ કરી ચૂક્યા છે અને બાયો-ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરતી કંપની 23 એન્ડ મીના બોર્ડમાં પણ રહી ચૂક્યા છે. નીલ મોહન વિશે મળી રહેલી જાણકારી મુજબ, તેઓ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના છે.

1996માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે 2005માં અહીંથી જ એમબીએ કર્યું હતું. આ પછી સૌપ્રથમ 1996માં તેમણે ટેક્નોલોજી કંપની એક્સેન્ચરમાં સિનિયર એનલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેમની જર્ની ઇન્ટરેસ્ટિંગ રહી છે. તેઓ ટેક કંપનીઓની અજુબાઉ જ રહ્યા છે. આ પછી તેણે થોડો સમય માઇક્રોસોફ્ટ અને પછી પાંચ વર્ષ સુધી ડબલક્લિકમાં કામ કર્યું છે. નીલ મોહન 2008માં ગૂગલમાં જોડાયા હતા. જોકે, એ વખતે ગૂગલ ડબલક્લિકને હસ્તગત કરી રહ્યું હતું.

ડબલક્લિક ગૂગલમાં જોડાયા પછી નીલ અહીં ડિસ્પ્લે અને વિડિયો એડ્સના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા હતા. 2015થી તેઓ યૂ ટ્યૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે કામ કરી રહ્યા હતા. નીલ મોહન બાયો-ટેક કંપની 23એન્ડમી અને કપડાની કંપની સ્ટીચ ફિક્સના બોર્ડમાં પણ સામેલ છે. 23એન્ડમીએ 2006માં સુઝેન વોજસિકીની બહેન એન વોજસિકી દ્વારા સ્થપાયેલી કંપની છે. એન વોજસિકી ગૂગલના સ્થાપક સેર્ગેઈ બ્રિનની ભૂતપૂર્વ પત્ની છે. બીજી તરફ, સ્ટીચ ફિક્સ કેટરીના લેકની કંપની છે, જે તેણે વર્ષ 2011માં બનાવી હતી. 2021માં નીલ મોહન યૂ ટ્યૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસર હતા ત્યારે યૂ ટ્યૂબએ ટૂંકા વર્ટિકલ વીડિયોનું શોર્ટ્સ ફોર્મેટ લોન્ચ કર્યું હતું. આ લોન્ચ કરવા પાછળ ટિક્ટોકની વધતી જતી લોકપ્રિયતા હતી. ટિક્ટોક જેવું પ્લેટફોર્મ યૂઝર્સને યૂ ટ્યૂબ પર પૂરું પાડવા શોર્ટ્સ ફોર્મેટ લાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top