દેશમાં ગમે તેટલુ ભૌતિક સુખ હોય. રહેવા માટે અત્યાધુનિક ફર્નિચર ધરાવતા મકાન હોય. ઘર અને ઓફિસ બંને વાતાનુકુલિત હોય. બાળકોના અભ્યાસ માટે...
સુરત: વિદેશી અને ભારતની બેંકો સાથે 8 બિલિયન ડોલરની ઠગાઈ કરી તે નાણાં ટેક્સ હેવન કન્ટ્રીમાં આવેલી શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવાનાં આરોપસર...
કોઈ પણ લોકશાહી દેશમાં તેના નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ. આ સ્વતંત્રતા દેશના કે વિદેશના મીડિયાને પણ હોવી જોઈએ. મીડિયાને લોકશાહીમાં ચોથી...
વિરપુર : રાજ્યમાં ઘણી ઓછી હોસ્પિટલ પેસમેકર ઇમ્પલાન્ટેશનની સારવાર આપે છે ત્યારે મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડાની જાણીતી લીલાવતી હાર્ટ ઈન્સ્ટીટયુટમાં પ્રધાનમંત્રી...
નડિયાદ: ખેડા જિલ્લા પોલીસ બેરહમ બનીને યુવકને માર માર્યો હોવાનો ખુલાસો થતા ચકચાર મચી છે. મહુધા પોલીસના 2 જવાનોએ ચોરીના આરોપીના ભળતા...
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશના સામાન્ય નાગરિકોને મોટી રાહત આપી શકે છે. વધતી મોંઘવારી ઘટાડવા માટે સરકાર ઈંધણ પરના ટેક્સમાં ઘટાડો કરી...
નવી દિલ્હી: : ઓસ્ટ્રેલિયા (Australia) સામે અહીં શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ પૂર્વે ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ (Virat Kohli) ખાસ...
નડિયાદ: કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં વર્ષ 2023-24નું બજેટ રજુ કકર્યુ છે, આ અંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે પત્રકાર...
નવી દિલ્હી: અમેરિકા (America) તેના ગન ક્લચરને કારણે ખુબ જ બદનામ છે. જ્યાં અવાર-નવાર અંધાધૂંધ ગોળીબાર (Firing) થતી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી...
નડિયાદ : નડિયાદ તાલુકાના સલુણ તાબેના વૈધના કુવા ખાતે દાનમાં આપેલ જમીનમાં પ્રાથમિક શાળા બનાવવામાં આવી હતી. દાતાએ જમીનનો બક્ષિસ કરાર કરી...
વડોદરા: શહેર પોલીસ આખું વર્ષ 24 કલાક મહેનત કરીને વિવિધ ગુનાઓની ડિટેક્ટ કરતી હોય છે પરંતુ કેટલાક ગુનાઓનો નિકાલ કરવાનો બાકી રહી...
વડોદરા : વાઘોડિયાના રૂસ્તમપુરા ભાડાના મકાનમાં રહેતા યુવકના ઘરમાં મોડી રાત્રી બંદુક અને ચાકુ ધારી લુંટારુઓ ત્રાટક્યા હતા. હિન્દી ભાષામાં અલમારી કી...
વડોદરા: ન્યૂ વીઆઇપી રોડ પર રહેતા વૃદ્ધાને પ્રદિપ પટેલે આપેલા બે લાખના વ્યાજ સાથે 11.54 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ સુનિલ પ્રજાપતિના...
વડોદરા : ડોદરાના દંતેશ્વરની હદમા આવેલ વાઘોડિયા ડી માર્ટની પાછળના ભાગે ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલ વ્હાઇટ હાઉસને આજે આખરે ઘ્વસ્ત કરી દેવામાં...
વાંસદા : વાંસદાના (Vansda) જુજડેમમાંથી છ માસના બાળકની લાશ (Deadbody) મળી આવી હતી. જેની જાણ રાયબોરના માછીમારે વાંસદા પોલીસ મથકે (Police station)...
ભરૂચ: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હવે ગુજરાતની (Gujarat) નર્મદા, તાપી, મહિસાગર, ઓરસંગ સહિતની નદીઓને (River) ઉચ્ચ રાજકીય વગ અને વહીવટી પીઠબળ ધરાવતા...
ભરૂચ: બુધવારે સવારે ભરૂચમાં (Bharuch) આગની (Fire) ત્રણ ઘટનાએ ફાયર બ્રિગેડને દોડતો કરી દીધો હતો. વહેલી સવારે હાંસોટ તાલુકાના અલવા અને આમોદ–જંબુસર...
નવી દિલ્હી: એક તરફ પાકિસ્તાની (Pakistan) હાલત બદથી બદ્તર થઈ રહી છે આવા સમયે પણ રાજકરણીઓ (Leader) એકબીજાની વિરોધ જઈ એકબીજા સાથે...
નવી દિલ્હી : મધ્યપ્રદેશના ખંડવા સ્થિત પ્રસ્સિધ તીર્થ ધામ ઓમકારેશ્વર (Omkareshwar) જ્યોતિર્લિંગના (Jyotirlinga) નર્મદા નદી (Narmada River) ઉપર બનેલા ઝૂલતા પુલનો (Suspension...
કેપટાઉન : (Cape Town) બુધવારે અહીં રમાયેલી મહિલા (woman) ટી-20 વર્લ્ડકપની (T-20 World Cup) એક મેચમાં ભારતીય સ્પીનર દીપ્તિ શર્માની (Deepti Sharma)...
સુરત: (Surat) પૂણા પોલીસ દ્વારા સીનીયર સીટીઝનોનો (Senior Citizen) મકાન પચાવી પાડવા માટે મારી નાંખવાની ધમકી (Threat) આપનાર કપૂત દિકરો તથા ઉધારમાં...
નવી દિલ્હી : કેનેડામાં (Canada) સતત ભારતીય હિન્દૂ મંદિરોને (Indian Hindu Temples) નિશાન બનાવવાની ઘટનાએ દરેક લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચું છે....
ગાંધીનગર: ભારતને (India) તા. ૧લી ડિસેમ્બર ૨૦૨૨ થી ૩૦મી નવેમ્બર-૨૦૨૩ સુધી G-૨૦ની અધ્યક્ષતા પ્રાપ્તથઈ છે. લોકશાહી અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ભારતનું G-૨૦...
ગાંધીનગર: જુનિયર ક્લાર્કની પરીક્ષાનું (Exam) પેપર (Paper) રદ થતાં હવે નવી તારીખ મુજબ 9મી એપ્રિલના (April) રોજ પરીક્ષા લેવાશે. તેવી વાત સોશિયલ...
સુરત: (Surat) સુરત શહેરમાં આશરે સોળ વરસ બાદ દેખાયેલા અશ્વકૂળના પશુઓના ગ્લેંડર ડિસિઝને (Glandular Disease) લઇને સમસ્ત પશુપાલન વિભાગ હરકતમાં આવી ગયુ...
નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railways) દ્વારા એક મોટું પગલું ઉઠાવ્યું છે. વર્ષ 2023માં માલના વાહક માટે રેલવે તેની ભાગીદારીનો હિસ્સો...
પલસાણા: (Palsana) પલસાણામાં વાનમાં દારૂ લઈ જતી 3 મહિલાઓ પોલીસ (Police) પકડમાં આવી હતી. પલસાણા પોલીસ ગત મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. ત્યારે...
ગાંધીનગર: ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા ૨૩મી જુલાઈ, ૨૦૨૨થી વાહન (Vehicle) અને મોબાઈલ (Mobile) ચોરીના કિસ્સામાં સિટિઝન પોર્ટલ ઉપર ફરિયાદ નોંધવા માટે...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં બાઇક (Bike) ઉપર હેલ્મેટ (Helmet) પહેરી બોરસદ વાયા જંબુસર થઈ તસ્કરી કરવા આવતા હાલ પેટલાદ અને મૂળ અમરેલીના 26...
નવી દિલ્હી: ભારતમાં બીજેપીની (BJP) સરકાર આવ્યા પછી દેશભરમાં ધણાં ફેરફારો થયાં છે. દેશમાં ફરીવાર એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ...
IPL 2026: કોણ છે સાકિબ હુસૈન?
121 ખાલી તેલ ટૅન્કરોનો અમેરિકા તરફ કૂચ
વડોદરાના જેલ રોડ પર બસ અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત, ડમ્પર બસમાં ઘૂસ્યું
વડોદરા જિલ્લામાં વિવિધ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર
ઈશાન કિશનની તોફાની ઇનિંગ, હૈદરાબાદે રાજસ્થાનને જીતવા 217 રનનો ટાર્ગેટ આપ્યો
હોર્મુઝ પર US નેવીની નાકાબંધી શરૂ: ઈરાને કહ્યું- આવું કરવાથી તણાવ વધશે
ગુજરાતમાં ચૂંટણીને લીધે IPLની GT vs CSKની બે મેચના સ્થળ બદલાયા, BCCIનો મોટો નિર્ણય
એક ઝટકામાં તૂટ્યા સોના અને ચાંદીના ભાવ, આજના રેટ જાણો, ક્રૂડ 104 ડોલર પાર
એલોન મસ્કે કોવિડ-19 રસીની સલામતી પર ફરી ચર્ચા છેડી: ‘રસીના બીજા ડોઝથી મને…’
વિચારધારાની લડાઈ હવે સોસાયટીના ઝાંપે: વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો માટે ‘નો એન્ટ્રી’ના બોર્ડ વાગ્યા
વડોદરા : બિચ્છુ ગેંગના કુખ્યાત આરોપી અસલમ બોડીયાની મિલકત જપ્તી રદ
ટ્રમ્પ પછી ગલ્ફમાં બદલાતા સમીકરણો, શું ગલ્ફ હવે અમેરિકા છોડીને યુરોપ તરફ વળશે?
આવતીકાલે મળશે બિહારને નવા CM? નીતીશના જવા પર ભાવુક થયા જીતન રામ માંઝી
IPLમાં ફોન વાપરવો પડ્યો ભારે, સોશિયલ મીડિયા વીડિયો બાદ BCCI એક્શન મોડમાં
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિભાગીય ટ્રેનિંગ મીટીંગ: ૧૦૦ પોલીસ કર્મચારીઓએ માનસિક સશક્તિકરણનો સંદેશ મેળવ્યો
જેટકોની ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષામાં ભ્રષ્ટાચારના આક્ષેપ
હિમાચલના ચંબામાં ભયાનક લેન્ડસ્લાઇડ, બાઘેઈગઢ-ચાંગજુ રોડ બંધ, સતર્કતાથી બચી મોટી દુર્ઘટના
પનીરના નામે છેતરપિંડી પર તંત્રનો ઘાતક પ્રહાર: હવે હોટેલમાં ‘અસલી કે એનાલોગ’ ખુલ્લું લખવું ફરજિયાત
ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ફસાયેલા વલસાડ-નવસારીના 72 માછીમારો સુરક્ષિત વતન પરત
‘હોર્મુઝ અમારા માટે ખુલ્લું છે’: અમેરિકાને ચીને આપ્યો તીખો પ્રતિસાદ, અમેરિકા, ઈરાન અને ચીન આમને-સામને
‘આશા તેરા નામ રહેગા’, લાખો ચાહકોની હાજરીમાં આશાતાઈ પંચતત્વમાં વિલીન, અમિતાભ-શાહરૂખ સહિત દિગ્ગજોની હાજરી
રાજ્યભરમાં TAT-HSની પ્રિલિમિનરી પરીક્ષામાં 1.65 લાખ ઉમેદવારોએ ભાગ લીધો
ભાજપનું ‘કર્મઠ’ કાર્ડ , અમદાવાદમાં રિક્ષાચાલક અને સિવિલના કર્મચારીને મળી ટિકિટ, સેવાભાવી ચહેરાઓને ભાજપે બનાવ્યા ઉમેદવાર
પાથરણાથી મહાનગરપાલિકા સુધી: કોંગ્રેસે શાહપુરના ‘ગુજરી બજાર’ના શ્રમિક આશાબેન દંતાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
ચૂંટણી જંગ – સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારના શ્રીગણેશ કર્યા, 15 શહેરોમાં ભાજપનો ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ યોજાયો
લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડું: મનુસખ વસાવા
આજથી બે દિવસ માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ગુજરાતમાં
રાજકોટમાં 42 ડિગ્રી, રાજ્યનું તાપમાન હજી વધશે
રાજ્યની 70 બેઠક પર ભાજપ બિનહરીફ
ઇફકો દ્વારા દેશવ્યાપી નેનો ખાતર જાગૃતિ મહાઅભિયાનનો પ્રારંભ
દેશમાં ગમે તેટલુ ભૌતિક સુખ હોય. રહેવા માટે અત્યાધુનિક ફર્નિચર ધરાવતા મકાન હોય. ઘર અને ઓફિસ બંને વાતાનુકુલિત હોય. બાળકોના અભ્યાસ માટે દુનિયાની સૌથી સારામાં સારી ગણાતી પૈકી સ્કૂલ હોય. હરવા ફરવા માટે સારી કાર હોય. પરંતુ જ્યાં સુધી સલામતિની ભાવના નહીં હોય તો આ વિકાસ કોઇ જ કામનો નથી. જ્યાં કોઇ સમસ્યા નહીં હોય ત્યાં તે દેશમાં સૌથી મોટી સમસ્યા ગન કલ્ચરની છે. ગમે ત્યારે શાળા, જાહેર સ્થળ કે પછી ક્લબ ગમે ત્યાં ગમે તે સમયે આડેધડ ગોળીબાર થઇ જાય છે.
આગામી ક્ષણમાં શું થશે તેની કોઇ જ ગેરંટી આ દેશમાં નથી અને આ સમસ્યા આજ કાલની નહીં પરંતુ વર્ષો જૂની છે. તેના કાબૂમાં લેવા માટે અનેક પ્રયત્નો થઇ રહ્યાં હોવા છતાં તે કાબૂમાં આવી શકી નથી તે સનાતન સત્ય છે. આવા દેશોમાં સૌથી પહેલા ક્રમાંકમાં જગત જમાદાર અમેરિકા આવે છે. ત્યાર પછી યુરોપના દેશો આવે છે. આ એવા દેશો છે જ્યાં કોઇ પણ કારણ વગર અજાણ્યા હુમલાખોરો ગોળીબાર કરી દેતા હોય છે. યુએસમાં ફાયરિંગ દ્વારા હત્યા કરવાની એક મોટી સમસ્યા બની ગઈ છે. વર્ષ 2021માં લગભગ 49,000 લોકો બંદૂકની ગોળીથી મૃત્યુ પામ્યા હતા.
દેશમાં વસ્તી કરતા વધુ હથિયારો છે. ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ ઓછામાં ઓછી એક બંદૂક ધરાવે છે અને લગભગ બે પુખ્તમાંથી એક વ્યક્તિ હથિયાર સાથે ઘરમાં રાખે છે.બે દિવસ પહેલાની જ વાત કરીએ તો એક બંદૂકધારીએ અમેરિકાના મિશીગન સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર કર્યો હતો જેમાં 3 લોકોનાં મૃત્યુ થયાં હતાં જ્યારે અન્ય 5 ઈજાગ્રસ્ત થયા હતા. કેમ્પસમાં હુમલાખોરને પકડવા એક કલાકથી પણ વધુ લાંબુ અભિયાન ચલાવવામાં આવ્યું હતું તે દરમિયાન ગભરાયેલા વિદ્યાર્થીઓ અંધારામાં સંતાઈને બેસી રહ્યા હતા. અંતે બંદૂકધારીએ પોતાને ગોળી મારી આપઘાત કર્યો હતો.
સૌથી પહેલાં શેક્ષણિક ઈમારત બર્કી હોલમાં ગોળીબાર થયો હતો ત્યારબાદ નજીકના એમએસયુ યુનિયનમાં ગોળીબાર થયો હતો જે જમવા અને અભ્યાસ માટેનું લોકપ્રિય સ્થળ છે. આ હુમલાના 4 કલાક બાદ મંગળવારની વહેલી સવારે પોલીસે હુમલાખોરનાં મૃત્યુની પુષ્ટી કરી હતી. આ પહેલા ગયા વર્ષે મે મહિનામાં કેલિફોર્નિયાના એક ઘરમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરતા છ લોકોના મોત થયા હતાં. આ ઘટનાની જાણ થતાં માત્ર સાત જ મીનિટમાં પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી પરંતુ પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં એક જ દિવસે ગોળીબારની ત્રણ જુદીજુદી બની હતી જેમાં 10 લોકોના મોત થયા હતાં. સાન ફ્રાન્સિસ્કો, હાફ મૂન બે અને ઓકલેન્ડમાં બનેલી ઘટનામાં ઘણા લોકોને ઇજા પણ થઈ હતી. પોલીસે શંકાસ્પદોને અટકાયતમાં લીધા છે. સાન ફ્રાન્સિસ્કો ખાતે સોમવારે ગોળીબારની બે ઘટનામાં સાત લોકોના મોત થયા હતા અને બે વ્યક્તિને ઇજા થઈ હતી. મશરુમ ફાર્મ અને ટ્રકિંગ ફર્મ ખાતે સેન મેટિયો કાઉન્ટી બોર્ડ ઓફ સુપરવાઇઝર્સના પ્રેસિડેન્ટ ડેવ પિને જણાવ્યું હતું કે, ચાર લોકોની ખેતરમાં હત્યા કરવામાં આવી હતી.
જ્યારે સાન ફ્રાન્સિસ્કોની દક્ષિણે લગભગ ૪૮ કિમી. દૂર ત્રણ લોકો માર્યા ગયા હતા. પોલીસે ગોળીબારની ઘટનામાં ૬૭ વર્ષના ચુન્લી ઝાઓની ધરપકડ કરી હતી. આ સાથે દેશમાં ચાલુ વર્ષે છઠ્ઠું સામૂહિક શૂટિંગ થયું હતું. તાજેતરમાં શનિવારે કેલિફોર્નિયાના બોલરૂમ ડાન્સ ખાતે થયેલા ગોળીબારમાં ૧૧ લોકોના મોત થયા હતા. જે રીતે ગરીબ દેશોમાં ભૂખમરાથી મોત થાય છે. વિકાસશીલ દેશોમાં બીમારી અને અકસ્માતોમાં મોત થાય છે. આ પ્રકારના મોત વિકાસશીલ દેશોમાં થતાં નથી. પરંતુ અહીં ગન કલ્ચર છે એટલે કે અહીં ગોળીથી હજારો લોકો મળી જાય છે. આ કલ્ચરને કાબૂમાં લેવા માટે અનેક પ્રયત્નો થઇ રહ્યાં છે પરંતુ આ સમસ્યા કાબૂમાં આવતી નથી તે પણ સનાતન સત્ય છે.