Dakshin Gujarat

સુરતની 3 મહિલાઓ વાનમાં દારૂ લઈ નવસારીથી સુરત આવી રહી હતી ત્યારે પલસાણા પોલીસે ઝડપી પાડી

પલસાણા: (Palsana) પલસાણામાં વાનમાં દારૂ લઈ જતી 3 મહિલાઓ પોલીસ (Police) પકડમાં આવી હતી. પલસાણા પોલીસ ગત મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે પલસાણા ઓવરબ્રિજના (Over Bridge) છેડા ૫૨થી એક ઓમની વાનમાંથી ૩૧ હજારના દારૂ (Alcohol) સાથે ચાલક તેમજ ત્રણ મહિલાને ઝડપી પાડી હતી.

  • પલસાણામાં વાનમાં દારૂ લઈ જતી ૩ મહિલા સહિત ૪ ઝડપાયાં
  • પલસાણા ઓવરબ્રિજના છેડા ૫૨થી એક ઓમની વાનમાંથી ૩૧ હજારના દારૂ સાથે મહિલાઓ ઝડપાઈ
  • વિદેશી દારૂ ભરી ૩ મહિલા નવસારી તરફથી સુરત તરફ આવી રહી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા પોલીસ ગત મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક ઓમની વાન નં.(જીજે ૧૫ સીએચ ૫૧૨૫)માં વિદેશી દારૂ ભરી ૩ મહિલા નવસારી તરફથી સુરત તરફ આવી રહી છે. જે બાતમીના આધારે પલસાણા પોલીસની ટીમે પલસાણા ઓવરબ્રિજના છેડે વોચ ગોઠવી બાતમીવાળી વાનને ઝડપી પાડી તેમાં તપાસ કરતાં વિદેશી દારૂની નાની-મોટી બાટલી નંગ ૩૧૧ કિંમત રૂ.૩૧,૧૦૦ તેમજ વાન તથા રોકડ મળી કુલ ૮૧,૩૭૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ગાડી ચાલક અવધેશ સીંગન પટેલ (રહે., રામ આશ્રયની ચાલીમાં, ખલાકડા, તા.વાપી, જિ.નવસારી, મૂળ રહે., ઉત્તરપ્રદેશ), હંસા અશોક દવે (રહે., પાલનપુર પાટિયા, સાંઇકૃપા સોસાયટી, ખુશ્બુ પ્રમોદાસીંગ (રહે., પાંડેસરા હાઉસિંગ, સંતોષનગર, સુરત) તેમજ નીતુસીંગ શનીસીંગ ચૌહાણ (રહે., પાંડેસરા)ને પલસાણા પોલીસે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી હતી.

આડમોરનો બુટલેગર દારૂ સાથે ઝડપાયો
સાયણ: ઓલપાડ પોલીસ સાયણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અટોદરા પાટિયાથી સાયણ તરફ જતાં રોડ પર આવેલી સ્વર્ગ રેસિડેન્સી પાસે રોડની સાઈડમાં એક સફેદ કલરની ઈકો ગાડી નં.(જીજે-૦૫-બીઝેડ-૩૫૫૩)ને શંકાસ્પદ હાલતમાં જોતાં પોલીસે પાસે જઈને જોતાં બુટલેગર મનહર ઉર્ફે માર્શલ મગન પટેલ (રહે.,આડમોર, નિશાળ ફળિયું, તા.ઓલપાડ) ઝડપી પાડ્યો હતો. ઇકો ગાડીની પાછળની સીટ ઉપર જોતાં ભારતીય બનાવટની નાની-મોટી બોટલ તથા ટીન બિયર મળી કુલ નંગ-૭૫૨ કિંમત રૂ.૭૭,૭૦૦, ઇકો કારની કિંમત રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ ૨,૭૭,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે લઘુશંકા માટે ઊતરેલો ડ્રાઇવર મનોજ ઉર્ફે લાલો પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. ઓલપાડ પોલીસે માલ આપનારા બુટલેગર વિજય ઉર્ફે વિજય ફ્રૂટ બાબુભાઈ પટેલ (રહે., સાયણ, ઓમનગર સોસાયટી) તથા ઇકો ગાડીના ડ્રાઇવર મનોજ ઉર્ફે લાલોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top