Business

રોડનું ભારણ ઓછું કરવા રેલવેએ ઉઠાવ્યું મોટું પગલું, આપ્યો આ મોટો ઓર્ડર

નવી દિલ્હી : ભારતીય રેલવે (Indian Railways) દ્વારા એક મોટું પગલું ઉઠાવ્યું છે. વર્ષ 2023માં માલના વાહક માટે રેલવે તેની ભાગીદારીનો હિસ્સો કુલ 45 ટકા જેટલો વધારી દીધો છે. અને આ વર્ષે કુલ 84,000 જેટલી બોગીઓનો ઓર્ડર (Order OF Bogies) આપ્યો છે જે અત્યાર સુધીનો સર્વાધિક ઓર્ડર કહેવામાં આવી રહ્યો છે. આ અંગે રેલ રાજ્ય મંત્રી (Minister Of State Railways) દર્શના જરદોશે (Darshana Jardosh) બુધવારે ઉદ્યોગ મંડળના એસોચેમમાં એક કાર્યક્રમ આ અંગેની જાણકારી આપી હતી. તેમને વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે 150 કરોડ ટર્નની તેની વિશેશ ક્ષમતા પ્રાપ્ત કરવાની આશા જતાવાઈ રહી છે. વધુમાં તેમને કહ્યું હતું કે રેલ પરિવહનનો ઉપયોગ મોટાભાગે જથ્થા બંદ સામાનને લઇ જવા અને લાવવા માટે થાય છે. જોકે હાલની પરિસ્થિતિમાં રોડ પરિવહન દ્વારા લઇ જવામાં આવતા માલને રેલવેના કન્ટેનરમાં વાહન કરીને લઇ જવાઈ રહ્યો છે.

  • અંગે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે બુધવારે આપી હતી તેની જાણકારી
  • રેલવે તેની ભાગીદારીનો હિસ્સો કુલ 45 ટકા જેટલો વધારી દીધો
  • આ વર્ષે કુલ 84,000 જેટલી બોગીઓનો ઓર્ડર આપ્યો છે જે અત્યાર સુધીનો સર્વાધિક

રેલવેનો હિસ્સો 27 ટકાથી વધારીને 45 ટકા કરવાનો લક્ષ્યાંક
દર્શના જરદોશે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વર્ષ 2030 સુધીમાં નૂર ટ્રાફિકમાં રેલવેનો હિસ્સો 27 ટકાથી વધારીને 45 ટકા કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ માટે મૂળભૂત રીતે ચાર બાબતો – ટ્રેકની ઉપલબ્ધતા, બોગી અને રેક, ટર્મિનલની ઉપલબ્ધતા ઉપરાંત વિવિધ પરિવહન યોજનાઓની જરૂર પડશે.તેમણે કહ્યું કે સરકારે છેલ્લા આઠ વર્ષમાં આ તમામ મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. ઉદાહરણ તરીકે, 2014 અને 2021-22 વચ્ચે, દરરોજ સાત કિલોમીટરના દરે રેલ ટ્રેકની મંજૂરી આપવામાં આવી હતી અને હવે તે વધીને 12 કિલોમીટર પ્રતિ દિવસ થઈ ગઈ છે.

તેમણે કહ્યું હતું કે ઝડપી ગતિએ પૂર્ણ થઈ રહેલા પ્રોજેક્ટ દેશના દરેક ભાગને જોડવાનું કામ કરશે. તેમણે માહિતી આપી હતી કે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ પણ 61 ટકા સુધી પૂર્ણ થઈ ગયું છે અને એકવાર તે પૂર્ણ થઈ જશે તો માલવાહક પરિવહન વધુ ઝડપી બનશે.

Most Popular

To Top