National

ભારતનો ચીનને જડબાતોડ જવાબ, આ ઐતિહાસિક નિર્ણયે જિનપીંગની છાવણીમાં ખળભળાટ મચાવ્યો

નવી દિલ્હી: ભારતમાં બીજેપીની (BJP) સરકાર આવ્યા પછી દેશભરમાં ધણાં ફેરફારો થયાં છે. દેશમાં ફરીવાર એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય એવો છે કે જેણે ચીનને (China) જડબાતોડ જવાબ આપ્યો છે. શી જિનપિંગની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) હવે અરુણાચલ પ્રદેશથી લદ્દાખ સુધીની ભારત-ચીન સરહદ પર પોતાનો પગ પણ મૂકી શકશે નહીં. વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતના ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો હોય તેવું માનવામાં આવે છે. આ નિર્ણય લેવાતાની સાથે જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની છાવણીમાં ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણયને મંજૂરી પણ આપવામાં આવી છે. ભારત સરકારના આ નિર્ણય પછી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સેનાની તાકાત અનેક ગણી વધી જશે.

જૂન 2020 માં ગાલવાન ખીણમાં બનેલી ધટના પછી પીએમ મોદીએ એલએસી પર સેનાની તાકાત વધારવાનું શરૂ કર્યું હતું અને સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાખવામાં આવી રહ્યું હતું. છેલ્લાં આઠ વર્ષમાં ચીનની સરહદે હજારો કિલોમીટરના રસ્તાઓ બનાવવાની સાથે ડઝનબંધ ટનલ અને પુલ મોટા પાયા પર બનાવવામાં આવ્યા છે. આનાથી સેના માટે ઝડપી કાર્યવાહી કરવાનું સરળ બન્યું છે. પરંતુ નવેમ્બર 2022માં ફરી તવાંગમાં ચીની સૈનિકો ઘૂસણખોરી કરવાના ઈરાદાથી ભારતીય સરહદમાં આવ્યા હતા, જ્યાંથી ભારતીય સેનાએ તેમને ઠાર માર્યા હતા. આ ધટના પછીથી ચીનની ઘેરાબંધી ભારતની જરૂરિયાત બની ગઈ હતી, જે હવે પીએમ મોદીના સૌથી મોટા ઐતિહાસિક નિર્ણયથી પૂરી થવા જઈ રહી છે.

PM મોદીએ એલએસી બોર્ડર અંગે તેમજ ચીનની ગતિવિઘીઓને શાંત કરવા માટે 3 મોટા નિર્ણયો લીધા છે. પ્રથમ નિર્ણય એ સેવામાં આવ્યો છે કે ચીન સરહદ પર સૈનિકોની તૈનાતી માટે ભારતીય તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ની 7 નવી બટાલિયનની રચનાની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં પ્રથમ વખત ITBPની રચના 24 ઓક્ટોબર 1962ના રોજ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેની માત્ર 4 બટાલિયન હતી. હાલમાં તેની પાસે 45 પ્લાટુન અને 4 ખાસ પ્લાટુન છે. હવે 7 નવી બટાલિયનની રચના સાથે LACના દરેક પોઈન્ટ પર સૈનિકો તૈનાત કરવામાં આવશે. આનાથી અતિસંવેદનશીલ વિસ્તારોમાં સેનાનું પેટ્રોલિંગ વધશે. તે જ સમયે ચીન પર 24 કલાક નજીકથી નજર રાખવી અને જો તેઓ ગેરવર્તન કરે તો તરત જ તેમને યોગ્ય જવાબ આપવો ખૂબ જ સરળ રહેશે.

વડાપ્રધાન મોદીએ સેનાની ઝડપી કાર્યવાહીને મજબૂત કરવા અને વાસ્તવિક નિયંત્રણ રેખાના દરેક ખૂણા સુધી પહોંચવા અંગે બીજો નિર્ણય લીધો છે. આ અંતર્ગત “ઓલ વેધર ટનલ” બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ટનલના નિર્માણથી સેનાના જવાનો દરેક સિઝનમાં 24 કલાક એલએસી સુધી જઈ શકશે. આ કટોકટીની સ્થિતિમાં દુશ્મનને જવાબ આપવા માટે સેનાના સશસ્ત્ર વાહનોને પાયદળ અને લડાયક વાહનોને સરહદ પર કોઈપણ હવામાનની હિલચાલની સુવિધા આપશે. અત્યાર સુધી સિયાચીન અને ગ્લેશિયર તરફ જતા માર્ગો સખત શિયાળામાં બંધ રહે છે. આવી સ્થિતિમાં સેનાની કનેક્ટિવિટી નબળી પડી જાય છે. પરંતુ આ ટનલના નિર્માણથી દરેક સિઝનમાં સૈનિકો અને સૈન્ય વાહનોની અવરજવર સરળ બનશે. પીએમ મોદીનો આ નિર્ણય સેના માટે સૌથી મહત્વપૂર્ણ છે જે સેનાની કામગીરી કોઈ પણ ઋતુમાં સરળ બનાવશે.

PM મોદીએ સુવિધાઓના અભાવે ચીન સરહદે આવેલા ભારતીય ગામડાઓના લોકોનું સ્થળાંતર રોકવા માટે સૌથી મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત તમામ સરહદી ગામોના સંકલિત અને હાઇટેક વિકાસ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી ગામડાઓમાં બ્રોડબેન્ડ સેવા, પાકા રસ્તા, 24 કલાક પાણી, વીજળી અને હાઇપરમાર્કેટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. સ્થાનિક સ્તરે ગ્રામજનોની રોજગારી વધારવા માટે કેન્દ્રીય યોજનાઓનો લાભ પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે. જેથી સરહદ પરથી ગ્રામજનોનું સ્થળાંતર અટકાવી શકાય. તેનાથી ભારતીય સેના માટે દુશ્મન ચીન પર નજર રાખવામાં સરળતા રહેશે. ચીનની ઘૂસણખોરી રોકવા માટે ગ્રામજનોનો સહકાર લેવામાં આવશે.

Most Popular

To Top