Madhya Gujarat

ખેડામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 11 હજાર મકાનનું બાંધકામ પૂર્ણ

નડિયાદ: કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં વર્ષ 2023-24નું બજેટ રજુ કકર્યુ છે, આ અંગે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યુ હતુ કે, અમૃતકાળનું આ પ્રથમ બજેટ વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છે. કેન્દ્રીય મંત્રી અને ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહે નડિયાદ કમલમ ખાતે પત્રકાર પરીષદ સંબોધતા જણાવ્યુ હુ કે, રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય, રાષ્ટ્રની તમામ વર્ગોની પ્રજાનું સશક્તિકરણ કરવાના ઉદ્દેશ સાથેનું આ વાર્ષિક બજેટ છે. જેમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ પણ સમાવિષ્ટ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રજાલક્ષી આર્થિક નીતિઓનું પ્રતિબિંબ પણ બજેટમાં દેખાય છે. વૈશ્વિક મહામારી કોવીડ સામે સુરક્ષાચક્ર પૂરું પાડે તેવી કોવીડ વેક્સીન દેશના 102 કરોડ લોકોને વિનામૂલ્યે આપવામાં આવી છે. ખેડા જીલ્લામાં કુલ 42.71 લાખ લોકોને આ રસી આપવામાં આવી છે.ઉપરાંત દેશની 81 કરોડ જનતાને વિનામૂલ્યે અનાજની યોજના પણ અમલમાં છે. ખેડા જીલ્લામાં કુલ 2,73,128 કાર્ડધારકો એટલે કે 15 લાખ જેટલા લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. ખેડા જીલ્લામાં PMAY યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 13323 મકાનોની મંજૂરી મળેલી છે, જે પૈકી 11833 મકાનોનું બાંધકામ પૂર્ણ થયું છે, 1490 મકાનોના કામ પ્રગતિ હેઠળ છે. તેના માટે 141.99 કરોડનો ખર્ચ થયેલ છે. જીલ્લામાં રૂ.51.50 કરોડ ના ખર્ચે 129.94 કીમી.ના રસ્તાની કામગીરી થઇ છે.

ખેડા જીલ્લામાં 3,06,642 ખેડૂત કુટુંબોને PM-કિસાન સમ્માન યોજના હેઠળ આવરી લેવાયા છે. જેમને અત્યાર સુધી 734 કરોડની રકમ ચૂકવાઈ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખેડા જીલ્લામાં કુલ 72,457 ખાતા ખોલવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ ખેડા જીલ્લામાં 1,76,115 કનેક્શન આપવામાં આવ્યા છે. 5G સેવાનો પ્રારંભ દેશના મુખ્ય શહેરોમાં શરુ થયો છે, આગામી સમયમાં દેશમાં 6G નેટવર્ક માટે કામગીરી શરુ થઇ છે. ખેડા જીલ્લામાં જ ગત વર્ષે 700 જેટલા Ev (ઈલેક્ટ્રીકલ વેહિકલાનું રજીસ્ટ્રેશન થયું છે. ખેડા જીલ્લામાં હાલમાં સોલાર રૂફ ટોપના કૂલ 8384 કનેક્શન છે અને સોલાર વીજ ઉત્પાદન માટે વર્ષ 2022માં 2 કરોડ 89 લાખની રકમ ગ્રાહકોના ખાતામાં જમા થયાં છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ પણ હાજર રહ્યાં હતાં.

ખેડા જિલ્લાના રેલવે સ્ટેશનો વર્લ્ડ ક્લાસ બનશે
આ બજેટમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ખેડા જીલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર,મુખ્ય મથક નડિયાદ અને મહેમદાવાદ ખેડા સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ,પશુપાલન, ગ્રામીણ વિકાસ, યુવા કૌશલ્ય, ટેકનોલોજી, બચત ખાતા, શિક્ષણ,ટેક્ષમાં રાહત સહીત સર્વ સમાવેશક નીતિનો અમલ આ બજેટમાં કરવામાં આવ્યો છે.
જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રની કામગીરી
ખેડા જીલ્લામાં આરોગ્ય ક્ષેત્રે થયેલી કામગીરીમાં 1,97,602 કુટુંબોને 5,42,811 આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. તે પૈકી 5816 લાભાર્થી દર્દીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. જેમાં રૂ.17 કરોડનો ખર્ચ થયેલ છે.

Most Popular

To Top